________________
વદનાર
मुहर्णतयदेहाऽऽवस्सएसु पणवीस हुति पत्तेयं । छट्ठाणा छच्च गुणा छच्चेव हवंति गुरुवयणा ॥९३॥ अहिगारिणो य पंच य इयरे पंचेव पंच पडिसेहा । एकोऽवग्गह पंचाभिहाण पंचेव आहरणा ॥९४ ॥ आसायण तेत्तीसं दोसा बत्तीस कारणा अट्ट ।
बाणउयसयं ठाणाण वंदणे होइ नायव्वं ॥९५॥ મુહપત્તિ (મેઢાની આગળ રાખવાનું વસ્ત્ર)ના, શરીરના અને આવશ્યકના (બે અવનત આદિ) પચ્ચીસ પચ્ચીસ સ્થાને, ઈચ્છા વિગેરે છ સ્થાનો, વિનય વિગેરે છ ગુણો, છે દેણ વિગેરે ગુરુના છ વચન, જેમને વંદન કરાય તે અધિકારી ( આચાર્ય વિગેરે) પાંચ, જેમને વંદન ન કરાય તે પાંચ અધિકારી (પાસસ્થા વિગેરે), વ્યાક્ષિપ્ત વિગેરે પાંચ અવસ્થામાં હોય ત્યારે વંદનને નિષેધકાળ, આત્મપ્રમાણ એક પ્રકારને અવગ્રહ, વંદનના પાંચ નામ તથા શીતલાચાર્ય વિગેરેના પાંચ દષ્ટાંત.
ગુરુની તેત્રીસ આશાતના, બત્રીસ વંદનના દેષ તથા પ્રતિક્રમણ વિગેરે આઠ વંદનના કારણે–આ પ્રમાણે વંદનના ૧૯૨ સ્થાને હોય છે...(૯૩-૯૫)
दिद्विपडिलेहणेगा नव अक्खोडा नंवेव पक्खोडा ।
पुरिमिल्ला छच्च भवे मुहपुत्ती होइ पणवीसा ॥ ९६ ॥ એક દષ્ટિપડિલેહણ, નવ અફડા, નેવ પડા , છ પ્રશ્કેટક મળી કુલ મુહપત્તિના પચ્ચીસ બોલ હોય છે.
મુહપત્તિના પચ્ચીસ બેલ આ પ્રમાણે છે –વંદન કરવાની ઈચ્છવા કેઈક ભવ્ય જીવ, ખમાસમણું દઈ, ગુરુની રજા માંગી, ઉભડક પગે બેસી, મુહપત્તિ પહેલી કરી, તેના આગળના ભાગને દષ્ટિથી જુએ-એ એક આલેકન થયું. પછી તેને ફેરવી ત્રણ પ્રસ્કેટ કરે, ફરી તેને ફેરવી જોઈને બીજા ત્રણ પ્રસ્ફોટ કરે–એ પ્રમાણે છ પ્રસ્ફટ થયા. તે પછી જમણા હાથની આંગળીની વચ્ચે બે કે ત્રણ પાટલી (વધૂ-ટિક) પાડવાપૂર્વક મુહપત્તિ પકડી, બે પગની વચ્ચે ડાબો હાથ લંબાવી, હાથ પ્રમાર્જનારૂપ ત્રણ ત્રણ પફડાનાં
આંતરે ત્રણ વખત અકડા કરવા, એથી પ્રમાર્જનારૂપ નવ પકોડા થાય એ પ્રમાણે મુહપત્તિના પચીસ સ્થાન થયા.(૯૬)