________________
વંદનદ્વાર
૫૫
ત્યારે વંદન ન કરે, કારણ કે એ સમયે વંદન કરવાથી અનુક્રમે ધર્મમાં અંતરાય, અનુપગ, ક્રોધની શક્યતા, આહારમાં અંતરાય અને લજજાવશ થંડિલ-મામાં બધા થાય છે. (૧૨૪) વંદન માટે યોગ્ય કાળ -
पसंते आसणत्थे य, उवसंते उवहिए ।
अणुन्नवितु मेहावी, किइकम्मं पउंजए ||१२५ ।। (૧) ગુરુ વ્યગ્રતા રહિત હોવાથી પ્રશાંત હોય, (૨) આસન પર બેઠા હોય, (૩) કોઇ વિગેરે પ્રમાદ રહિત (ઉપશાંત) હોય, (૪) વંદન કરનારને “છંદણ” વિગેરે વચનો કહેવા માટે ઉપસ્થિત તૈયાર)
હોય. (૫) આજ્ઞા માંગવાપૂર્વક ઉપયોગ રાખીને બુદ્ધિમાનેએ વંદન કરવું જોઈએ. (૧૫) ગુરુનો અવગ્રહ -
आयप्पमाणमित्तो चउदिसिं होइ उग्गहो गुरूणो ।
अणणुन्नायस्स सया न कप्पए तत्थ पविसेउ ॥ १२६ ॥ જે ગ્રહણ કરાય તે અવગ્રહ. ચારે દિશામાં ગુરુનો અવગ્રહ આત્મ-પ્રમાણ એટલે સાડા ત્રણ હાથ પ્રમાણ હોય છે. તેની અંદર ગુરુમહારાજની રજા વગર પ્રવેશ ન કરી શકાય.
અવગ્રહના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ છ ભેદ છે.
નામ, સ્થાપના સુગમ છે. મોતી વિગેરે પદાર્થોનું જે ગ્રહણ તે દ્રવ્ય અવગ્રહ. જેણે જે ક્ષેત્ર ગ્રહણ કર્યું હોય તે ક્ષેત્રઅવગ્રહ. (તે ચારે તરફથી સવા જન પ્રમાણ ક્ષેત્ર જાણવું.) જેણે જે કાળ ગ્રહણ કર્યો હોય તે કાલ-અવગ્રહ. (જેમકે ઋતુબદ્ધકાળ–શેષકાળમાં એક મહિનાનો અને ચોમાસામાં ચાર મહિનાનો) જ્ઞાનાદિ પ્રશસ્ત ભાવોનું ગ્રહણ અને ક્રોધ વિગેરે અપ્રશસ્તભાવનું ગ્રહણ –એમ ભાવ અવગ્રહ બે પ્રકારે છે.
અથવા દેવેન્દ્રને, રાજાને, ગૃહપતિ, શય્યાતરને અને સાધર્મિકનો –એમ પાંચ પ્રકારે પણ અવગ્રહ છે. જેનું સ્વરૂપ આગળ કહેવાશે.
અહિં ક્ષેત્રઅવગ્રહ અને પ્રશસ્તભાવ-અવગ્રહને અધિકાર છે. (૧૨૬) વંદનના નામે -
वंदणचिइकिइकम्मं पूयाकम्मं च विणयकम्मं च । वंदणयस्स इमाई हवंति नामाई पंचेव ॥ १२७ ॥