Book Title: Prabuddha Jivan 1995 Year 06 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 15
________________ તા. ૧૬-૨-૯૫ પ્રબુદ્ધ જીવન એકવાર તેઓ પ્રાકૃત વિભાગના અધ્યક્ષ તરીકે પણ નિમાયા હતા. ન્યૂયોર્કના રોકફેલર ફાઉન્ડેશન તરફથી એમણે નિમંત્રણ મળ્યું હતું. એ વખતે એમણે ‘પૃથ્વીની પ્રદક્ષિણા' નામનું પોતાના અનુભવનું પુસ્તક લખ્યું હતું. કેટલાંક વર્ષ પછી ડૉ. સાંડેસરાને પ્રાચ્ય વિદ્યા મંદિરના ડાયરેક્ટરનો હોદ્દો પણ મળ્યો. એમણે હરગોવિંદદાસ કાંટાવાળાની બંધ પડેલી ગ્રંથશ્રેણી ચાલુ કરી અને ‘સ્વાધ્યાય' સામયિક પણ શરૂ કર્યું. એમાં એમને ડૉ. સોમાભાઇ પારેખનો સારો સહંકાર મળ્યો હતો. ડૉ. સાંડેસરાએ પ્રાચ્ય વિદ્યા મંદિરના ડાયરેક્ટર તરીકે તથા સયાજીરાવ યુનિવર્સિટીના સિન્ડીકેટના સભ્ય તરીકે ઘણું મોટું સ્થાન ગુજરાતમાં જમાવ્યું હતું. ગુજરાતના કેળવણી ક્ષેત્રે તેમની પ્રતિષ્ઠા ઘણી મોટી હતી. ડૉ. સાંડેસરાની યશસ્વી કારકિર્દીનો એ ચડતો કાળ હતો. એ વખતે સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂંક થવાની હતી. એ માટે જે ત્રણ ચાર નામ બોલાતાં હતાં તેમાં એક નામ ડૉ. સાંડેસરાનું પણ હતું. એ અરસામાં મારે વડોદરા એમના ઘરે જવાનું થયું હતું. ત્યારે મેં એમની વાઇસ ચાન્સેલર તરીકેની નિમણૂંકની સંભાવના માટે હર્ષ વ્યક્ત કર્યો હતો. પરંતુ ડૉ. સાંડેસરાએ કહ્યું કે પોતાને એ પદ માટે પૂછાવવામાં આવ્યું છે, પરંતુ પોતે તેનો અસ્વીકાર કર્યો છે. એથી મને આશ્ચર્ય થયું, કારણ કે એ દિવસોમાં ગુજરાતીના અધ્યાપકોને વાઇસ ચાન્સેલરનનું પદ મળે તે ઘણા ગૌરવની વાત હતી. એ વખતે આવા પદ માટે એટલી બધી ખટપટો નહોતી કે માણસને તે સ્વીકારવાનું મન ન થાય. એટલે મેં જ્યારે એમના આ નિર્ણય માટે આશ્ચર્ય વ્યક્ત કર્યું. ત્યારે તેમણે કહ્યું કે ‘મારે હજુ નિવૃત્ત થવાને દસ વર્ષ બાકી છે. વાઇસ ચાન્સેલરના પદ માટેની નિમણૂંક ત્રણ વર્ષ માટે થાય છે. વધુ ત્રણ વર્ષ કદાચ મળે કે ન મળે. એ અથવા બીજી કોઇ યુનિવર્સિટીઓમાં પછી એવું ઊંચુ પદ ન મળે તો ઘરે બેસવાનો વખત આવે. પોતાની યુનિવર્સિટીમાં કદાચ પ્રોફેસરના પદ ઉપર ફરીથી આવી શકાય, પરંતુ એક વખત વાઇસ ચાન્સેલરનું પદ ભોગવ્યા પછી પાછા પ્રોફેસર થવામાં એટલી મજા નહિ અને એટલું ગૌરવ પણ નહિ. અને જો કદાચ નોકરી વગરના થઇ ગયા તો આર્થિક અને બીજા ઘણા પ્રશ્નો ઊભા થાય એટલે આ બાબતનો મેં ઘણો ઊંડો વિચાર કર્યો છે અને તે પછી જ આ નિર્ણય લીધો છે.' ડૉ. સાંડેસરા કેવા વ્યવહારુ દષ્ટિવાળા હતા તે આ ઘટના ઉ૫૨થી જોવા મળ્યું હતું. ૧૯૫૫માં મેં ‘નળ દમયંતીની કથાનો વિકાસ' એ વિષય ઉપર પીએચ. ડી.ની પદવી માટે શોધ નિબંધ લખવાનું વિચાર્યું હતું. તે વર્ષે નડિયાદમાં યોજાયેલા સાહિત્ય પરિષદના અધિવેશનમાં ડૉ. સાંડેસરાને મળવાનું મારે થયું હતું. ત્યારે મારા વિષય અંગે એમની સાથે કેટલીક ચર્ચા વિચારણા કરી હતી. નળ દમયંતી અંગે જૈન પરંપરાની રાસકૃતિઓ ત્યારે અપ્રકાશિત હતી એટલે મારે હસ્તપ્રત વાંચીને એને આધારે લખવાનું હતું. એ માટે પુણ્યવિજયજી મહારાજ ઉપરાંત ડૉ. સાંડેસરાનું પણ કેટલુંક માર્ગદર્શન મળ્યું હતું. ૧૯૬૦માં મેં મુંબઇ યુનિવર્સિટીમાં મારો શોધ પ્રબંધ રજૂ કર્યો ત્યારે મારા સદ્ભાગ્યે એના પરીક્ષક તરીકે ડૉ. સાંડેસરાની નિમણૂંક થઇ હતી અને મારા શોધપ્રબંધથી તેઓ ખૂબ પ્રસન્ન થયા હતા. આમ પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય રસ ધરાવનારા અધ્યાપકોની સંખ્યા નહિ જેવી જ હતી. એટલે ડૉ. સાંડેસરાને મારા પ્રત્યે વધુ સદ્ભાવ રહ્યો હતો. અને અમારો સંબંધ ઉત્તરોત્તર ગાઢ થતો ગયો હતો. ૧૯૬૩માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં પીએચ.ડી.ના ગાઇડ તરીકે મારી નિમણૂંક થઇ ત્યારે હું સેંટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કામ કરતો હતો. પીએચ. ૩ ડી.ના ગાઇડ તરીકે મારી નિમણૂંક થઇ ત્યારે મારે એમને મળવાનું થયું હતું. એ વખતે ગાઇડ તરીકે તમે શી સલાહ આપો છો એવા મારા સવાલના જવાબ રૂપે એમણે મને યોગ્ય સલાહ આપી હતી. પીએચ.ડી.નું કામ યુનિવર્સિટીમાં માનાર્હ કામ છે. એમાં જેટલાં વિદ્યાર્થીઓ પીએચ.ડી. કરવા આવશે એમાંથી ત્રીસ ચાલીસ ટકા વિદ્યાર્થીઓ અડધેથી છોડી દેશે. અને તમારી મહેનત નકામી જશે. માટે જે વિદ્યાર્થી લો તે ચકાસીને લેવા. વળી એમણે પોતાના અનુભવ પરથી એક સાચી સલાહ એ આપી હતી કે બને ત્યાં સુધી તમે પોતે કોઇ વિષય વિદ્યાર્થીને ન આપશો. વિષયની ચર્ચા કરજો, પણ વિષયની પસંદગી તો વિદ્યાર્થીની પોતાની જ રહેવી જોઇએ. જો એમ નહિ કરો તો વિદ્યાર્થીઓ તમને દોષ આપશે કે અમુક વિદ્યાર્થીને તમે સહેલો વિષય આપ્યો અને મને અઘરો વિષય આપ્યો. વિદ્યાર્થી થિસિસનું કામ આગળ નહિ કરે અને બધો દોષનો ટોપલો તમારે માથે નાખશે. માટે વિષયની પસંદગી વિદ્યાર્થીની પોતાની હોવી જોઇએ. ૧૯૬૩થી શરૂ કરીને ૧૯૮૬માં હું નિવૃત્ત થયો ત્યાં સુધીમાં પંદરેક વિદ્યાર્થીઓએ મારા માર્ગદર્શન હેઠળ પીએચ. ડી.ની ડિગ્રી મેળવી, પરંતુ તેમાં ડૉ. સાંડેસરાની સલાહ બરાબર કામ લાગી હતી. ૧૯૭૦માં મુંબઇ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયનો અનુસ્નાતક વિભાગ શરૂ કરવામાં આવ્યો. એના અધ્યક્ષના પદ માટે મેં અરજી કરી હતી. એ વખતે પસંદગી સમિતિના પાંચ સભ્યોમાંના એક તે ડૉ. સાંડેસરા હતા. આમ તો આવા સ્થાન માટે ઘણી ખટપટો થાય. એટલે એ સ્થાન મને મળશે એવી કોઇ આશા ન હતી. પરંતુ મારા સુખદ આશ્ચર્ય સાથે ઇન્ટરવ્યૂ પછી બીજા દિવસે જાણવા મળ્યું કે એ સ્થાન માટે મારી પસંદગી થઇ હતી. અને પસંદગી સમિતિની ચર્ચાવિચારણામાં ડૉ. સાંડેસરાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ડૉ. સાંડેસરાએ એમ. એસ. યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્ય પદે મારી નિમણૂંક કરાવી હતી. એ નિમિત્તે મારે વડોદરા ઘણી વાર જવાનું થતું. બોર્ડની મિટિંગમાં પાઠ્ય પુસ્તકો અને પાઠ્યક્રમ વિશે ઠીક ઠીક વિચારણા થતી એ તો ખરું જ, પણ ડૉ. સાંડેસરા સાથે આખો દિવસ ગાળવા મળતો એ મારે માટે વિશેષ લાભની વાત હતી. અમારા રસના વિષયો સમાન હતા એટલે એક પીઢ અનુભવી પ્રાધ્યાપક પાસેથી ઘણી જાણકારી મળતી અને વ્યવહારુ માર્ગદર્શન મળતું. ડૉ. સાંડાસરાના આગ્રહથી એમ. એસ. યુનિવર્સિટીના એમ. એ. ગુજરાતી વિષયના પરીક્ષક તરીકે કેટલાંક વર્ષ મારે કામ કરવાનું થયું હતું. મુંબઇ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા પછી મેં યુનિવર્સિટીઓમાં બી. એ., એમ. એ.ની પરીક્ષાનાં કાર્યો સ્વીકારવાનું છોડી દીધું હતું. પરંતુ એક દિવસ અચાનક ડૉ. સાંડેસરાનો વડોદરાથી ફોન આવ્યો. કોઇક પરીક્ષકે છેલ્લી ઘડીએ સંજોગોની પ્રતિકૂળતાને કારણે એમ. એ.ના ગુજરાતી વિષયની પરીક્ષાનું કાર્ય છોડી દીધું હતું. દિવસ ઓછા હતા અને પ્રશ્નપત્રો તરત કાઢવાના હતા. ડૉ. સાંડેસરા જાણતા હતા કે હું પરીક્ષાનું કાર્ય સ્વીકારતો નથી. તેમ છતાં એમણે ફોન કરી મને અત્યંત આગ્રહ કર્યો અનેં ફોન ઉપર જ મારે સંમતિ આપવી પડી. એમણે સોંપેલા પ્રશ્નપત્રો તરત કરીને હું વડોદરા પહોંચ્યો. એ વખતે અમારી સાથે પરીક્ષક તરીકે ડૉ. જશભાઇ પટેલ હતા. તેઓ પરીક્ષકની મિટિંગમાં એકે એક પ્રશ્નપત્રમાં શબ્દે શબ્દે ચર્ચા કરતા અને કેટલાક શબ્દોમાં ફેરફાર કરાવતા. સદ્ભાગ્યે મારા બંને પ્રશ્નપત્રોમાં એક પણ શબ્દ ફે૨વવો પડ્યો ન હતો. મારું તો એ વિષે ઘ્યાન નહોતું ગયું. પરંતુ બેઠકના અંતે ડૉ. સાંડેસરા બોલ્યા કે આપણાં બધાના પ્રશ્નપત્રોમાં એક રમણભાઇના પ્રશ્નપત્રમાં કોઇ શબ્દ બદલવાની જરૂર

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138