________________
તા. ૧૬-૬-૯૫
પ્રબુદ્ધ જીવન
સ્વ. હંસાબહેન મહેતા
`રમણલાલ ચી. શાહ
શ્રીમતી હંસાબહેન જીવરાજ મહેતાનું બુધવાર, તા. ૪થી એપ્રિલ, ૧૯૯૫ના રોજ ૯૮ વર્ષની ઉંમરે મુંબઇમાં અવસાન થયું.
એમના અવસાનની નોંધ અખબારોમાં જેટલી લેવાવી જોઇતી હતી તેટલી લેવાઇ નથી એવી ફરિયાદ થઇ છે. જો કે આમ બનવું સ્વાભાવિક છે. વ્યકિત વડાપ્રધાન કે રાષ્ટ્રના પ્રમુખપદે હોય તે વખતે તેમનું અવસાન થાય ત્યારે તેમને, તોપ ફોડવા સાથે સલામીનું માન મળે તેટલું માન નિવૃત્ત થઇને તરતના કાળમાં અવસાન પામે ત્યારે ન મળે.
જાહેર જીવનમાં અત્યંત સક્રિય રહેલી અને વિવિધ સિદ્ધિઓ ધરાવતી વ્યક્તિ જાહેર જીવનમાંથી નિવૃત્ત થાય અને નાદુરસ્ત તબિયતને કા૨ણે વર્ષો સુધી જાહેર જીવનથી અલિપ્ત રહે, લોકસંપર્કમાં રહે નહિ તો તેવી વ્યક્તિનું સ્મરણ લોકોમાં ઓછું ને ઓછું થતું જાય તે સ્વાભાવિક છે. વ્યક્તિ એંસી- નેવુંની ઉંમર વટાવી જાય અને પોતાની હા૨ના જાહેર જીવનના સહકાર્યકરોમાંથી લગભગ ઘણાખરાએ વિદાય લઇ લીધી હોય ત્યારે આવું લોક-વિસ્મરણ સહજ છે. ક્યારેક તો લોકોને પૂછવું પડે કે ફલાણા ભાઇ કે બહેન હજુ હંયાત છે ?
`
ત્રીસ કે ચાલીસની ઉંમરે પહોંચેલા તે તે ક્ષેત્રના યુવાનો માટે તો ગત્ જમાનાની આવી મહાન વ્યક્તિ એક ભૂતકાલીન ઘટના જેવી બની રહે છે. સમાજ એકંદરે તો વર્તમાન સમયમાં સક્રિય રહેતી જાહે૨ જીવનની વ્યક્તિઓમાં જ વિશેષ રસ ધરાવતો રહે છે.' શ્રીમતી હંસાબહેન મહેતા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના હોદ્દેથી નિવૃત્ત થયાં અને મુંબઇમાં આવીને રહ્યાં એ પછી કોઇ જાહેર કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેતાં નહોતાં કે એમની કલમનો પ્રસાદ વર્તમાન પત્રો કે સામયિક દ્વારા કશો જ મળતો નહોતો. આથી લોકો સાથેનો, ખાસ કરીને શૈક્ષણિક જગત અને સાહિત્ય જગત સાથેનો એમનો સંપર્ક રહ્યો ન હતો. આઉટ ઓફ સાઇટ, આઉટ ઓફ માઇંડ જેવી પરિસ્થિતિ ત્યારે પ્રવર્તવા લાગે, પરંતુ આવી પરિસ્થિતિ નિવારવાનું કાર્ય ગુણગ્રાહી સમાજ કર્યા વગર રહે નહિ.
સ્વ. હંસાબહેન મહેતાને મુંબઇમાં એમના ઘરે હું મળવા ગયો હતો એ વાતને પણ સાતેક વર્ષ થયાં હશે ! ત્રણ વ્યક્તિઓ મુંબઇ મારા ઘરે ઊતરે ત્યારે કોઇક કોઇક વાર તેમની સાથે હંસાબહેનને મળવા જવાનું મારે થતું : (૧) ચંદ્રવદન ચી. મહેતા (૨) ડૉ. ભોગીલાલ સાંડેસરા અને (૩) કવિ ઉમાશકર જોશી. એમાં પણ ઉમાશંકર જોશી કરતાં ડૉ. ભોગીલાલ સાંડેસરા અને ચંદ્રવદન મહેતા હંસાબહેનને મળવા માટે વધુ જતા, કારણ કે હંસાબહેન મહેતા જ્યારે સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતાં ત્યારે એ યુનિવર્સિટીમાં પ્રોફેસ૨ તરીકે ડૉ. સાંડેસરા અને ચંદ્રવદન મહેતાએ કાર્ય કર્યું હતું. બંને ઉપર હંસાબહેનનો
ઉપકાર મોટો હતો.
ચંદ્રવદન અને હંસાબહેન મહેતા લગભગ સમવયસ્ક હતાં, બંનેનો જન્મ સૂરતમાં અને ઉછેર વડોદરામાં. હંસાબહેન સાથે ચંદ્રવદનની નિખાલસપણે બેધડક બોલવાની રીત પણ ખરી. પરંતુ ડૉ. સાંડેસરા હંસાબહેન કરતાં વીશેક વર્ષ નાના હતા. એટલે એમને હંસાબહેન માટે આદર-ભાવ ઘણો હતો. ‘હંસાબહેન અમારાં વાઇસ ચાન્સેલર છે. સયાજીરાવ યુનિર્સિટીમાં મારી નિમણૂંક કરનાર હંસાબહેન છે.' એવું બોલતાં સાંડેસરાની છાતી ફૂલાતી,
છેલ્લા કેટલાંક વર્ષોથી હંસાબહેન અશક્ત રહેતાં એટલે અમે જ્યારે એમને મળવા જઇએ ત્યારે પોતાની રૂમમાંથી બેઠકના ખંડમાં આવતાં પંદર-વીસ મિનિટ નીકળી જતી. નોકરાણીબાઇ હાથ પકડીને એમને ખંડમાં લાવતી. તેઓ સ્વસ્થપણે વાત કરતાં. યુનિવર્સિટીના કેટલાંક યાદગાર પ્રસંગો વાગોળતા. કેટલીક વાતોથી તેઓ પ્રસન્નતા અનુભવતાં, તો પોતાની યુનિર્સિટીમાં ચાલતા રાજકારણની વાતો સાંભળી ખેદ અનુભવતા. એકંદરે યુનિવર્સિટીની જ વાતો નીકળતી.
૫
પરંતુ તેઓ ઘણું ઓછું બોલતાં. ક્યારેક કોઇકના સમાચાર પૂછતા. એટલે વાતનો દોર વધુ ચાલતો નહિ. ચંદ્રવદન, ડૉ. સાંડેસરા કે ઉમાશકર જોશી માત્ર આદરભાવથી પ્રેરાઇને, હંસાબહેનને ફક્ત વંદન ક૨વાના અને ખબર જોવાના આશયથી જતા. હું તો ત્રણે કરતાં વયમાં ઘણો નાનો હતો. એટલે હું તો માત્ર સાથ આપવા જતો. અને એમની વાતચીતનો સાક્ષી બનીને શાંત બેસી રહેતો. વળી હંસાબહેન મને ઓળખે પણ નહિ. દર વખતે મારે માટે પૂછે, ‘આ ભાઇ કોણ છે ?’ વૃદ્ધાવસ્થાને લીધે યાદ ન રહે એવું બનવું સ્વાભાવિક હતું. એમની વિસ્મૃતિથી મને ક્ષોભ થતો નહિ.
છેલ્લે છેલ્લે તો ચંદ્રવદન કહેતા કે હંસાબહેનને મળવા જવાની ઇચ્છા થતી નથી, કા૨ણ કે આપણા જવાથી એમને ઘણી તકલીફ પડે છે. હંસાબહેન કેટલાંક વર્ષથી પથારીવશ તો હતાં, પરંતુ ત્યારપછી એમણે આંખોનું તેજ પણ ગુમાવી દીધું હતું. આંખોનું તેજ ચાલ્યા ગયા પછી તેમની પરાધીનતા વધી ગઇ હતી. જ્યાં સુધી આંખો ચાલી ત્યાં સુધી તેઓ કંઇક ને કંઇક વાંચતાં રહેતાં, કારણ કે તેમનો વાચનનો શોખ ઘણો હતો. તેમને રેડિયો પર આવતી ક્રિકેટની કોમેન્ટરી સાંભળવાનો રસ પણ ઘણો હતો. પરંતુ છેલ્લાં વર્ષોમાં તેમના જીવનદીપનું તેજ નૈસર્ગિક રીતે પણ ઓછું થતું જતું હતું.
વારસામાં મળી હતી. તેઓ વડોદરા રાજ્યના દીવાન સર મનુભાઇ હંસાબહેન મહેતા એટલે જાવજમાન નારી. એમને તેજસ્વિતા મહેતાનાં પુત્રી. સયાજીરાવના રાજ્યકાળમાં સર મનુભાઇ દીવાને રાજ્યની પ્રગતિમાં ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો હતો. સર મનુભાઇ મહેતા પોતે પણ ગુજરાતના પ્રથમ નવલકથાકાર ‘કરણઘેલો'ના કર્તા, સુરતના શ્રી નંદશંકર તુળજાશંકર મહેતાના પુત્ર. ભારતના દેશી રાજ્યોમાં સયાજીરાવ ગાયકવાડનું વડોદરા રાજ્ય ઘણું પ્રગતિશીલ રાજ્ય ગણાતું. એ રાજ્યના દીવાનના ઘરમાં જેનો ઉછેર થયો હોય એ સંતાનને જન્મથી જ કેટલાક વિશેષ લાભ મળે અને એની બુદ્ધિ-પ્રતિભા ખીલે એ કુદરતી છે.
હંસાબહેન એમના જમાનામાં બી.એ. અને એમ.એ. થયેલાં. એ જમાનામાં છોકરાઓમાં પણ મેટ્રિક થયેલા છોકરાઓ કોઇક જ જોવા મળે. આખા ઇલાકામાં ફક્ત બે-ત્રણ કોલેજો હોય એ જમાનામાં કોલેજમાં જઇ અભ્યાસ કરવો એ છોકરી માટે નવાઇની વાત હતી, વળી કેટલીક જ્ઞાતિમાં નિષિદ્ધ જેવી વાત પણ હતી અને રૂઢિચુસ્ત સમાજમાં ક્રાંતિકારક ઘટના જેવી લેખાતી હતી. લેડી વિદ્યાબહેન નીલકંઠ, સૌદામિની મહેતા, શારદાબહેન મહેતા વગેરેનાં નામો પછી હંસાબહેન મહેતાનું નામ પણ બોલાતું.
યુનિવર્સિટીના શિક્ષણમાં નાગર કોમની યુવતીઓ જેટલી મોખરે હતી તેટલી અન્ય કોમની નહોતી, વિદ્યાબહેન નીલકંઠ પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ હતાં. હંસાબહેન મહેતા પ્રથમ એમ.એ. થનાર મહિલા હતાં.
હંસાબહેનનો જન્મ સુરતમાં વડનગરા નાગર જ્ઞાતિમાં ત્રીજી જુલાઇ ૧૮૯૭ના રોજ થયો હતો. બાલ્યકાળથી જ તે ખૂબ હોંશિયાર હતાં. તેમની સ્મરણશક્તિ ઘણી સારી હતી. ૧૯૧૩માં તેઓ મેટ્રિક થયાં ત્યારે ‘ચેટફિલ્ડ પ્રાઇઝ’, ‘નારાયણ પરમાનંદ પ્રાઇઝ' વગેરે મેળવેલાં. મેટ્રિક પછી વડોદરા કોલેજમાં તેઓ દાખલ થયાં ત્યારે ત્યાં વિદ્યાર્થી સમાજ, વક્તૃત્વ મંડળી વગેરેની સ્થાપનામાં તેમણે સક્રિય રસ લીધેલો.
હતો. (કૉલેજ કક્ષાએ ગુજરાતી વિષય ત્યારે હજુ દાખલ થયો નહોતો.) હંસાબહેનને સંસ્કૃત અને ઇંગ્લિશ ભાષાના વિષયમાં ઘણો રસ તેટલો જ રસ તત્ત્વજ્ઞાનમાં રહેતો. હંસાબહેને મુંબઇ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા ફિલોસોફીના વિષય સાથે સારા માર્ક્સ પાસ કરી.