________________
પ્રબુદ્ધ જીવન
(૩) તેઓ પહેલેથી સ્વેચ્છાએ કે મનસ્વીપણે કોઇ નિર્ણય બાંધી કયૂશિયસ ચાઓના અંગત મિત્ર જેવા હતા. તો પણ આ બનાવની લેતા નહિ કે પૂર્વગ્રહ ધરાવતા નહિ. બાબતમાં એમણે રાજાને પોતાનો વિરોધી મત સ્પષ્ટતાથી જણાવ્યો
(૪) તેઓ નિરાભિમાની હતા. તેઓ પોતાનો કોઇ પણ દોષ હતો. જણાય કે તરત કબૂલી લેતા.
કન્ફયૂશિયસ પુરુષાર્થ કરવામાં માનતા. પ્રમાદ તેમના સ્વભાવમાં નહોતો, કન્ફયૂશિયસ માટે કોઇક સાધુએ એવું કહ્યું હતું કે ‘આ એક એવો માણસ છે કે જે જાણતો હોય કે પોતે સફળ થવાનો નથી, તોપણ છેટવ સુધી પોતાનો પુરુષાર્થ છોડે એવો નથી. '
૧૨
કન્ફયૂશિયસ હજુ ઊગતા યુવાન હતા ત્યારે લાઓત્સેનું નામ ઘણું મશહુર હતું. કન્ફયૂશિયસ જ્યારે જાહેર જીવનમાં સક્રિય થયા ત્યારે લાઓત્સેને મળવાનું તેમને મન થયું, ત્યારે લાઓત્સેની ઉંમર એંસી વર્ષની હતી અને કન્ફયૂશિયસની ઉંમર ચોત્રીસ વર્ષની હતી. કન્ફયૂશિયસ પોતાના શિષ્યો સાથે લાઓત્સેને ચાઉના રાજ્યદરબારમાં
મળ્યા હતા.
લાઓત્સે અને કયૂશિયસની વિચારસરણી જુદી જુદી હતી. લાઓત્સેએ વૈયક્તિક સદાચાર અને આધ્યાત્મિકતા ઉપર ભાર મૂક્યો હતો. કન્ફયૂશિયસે રાજ્યાના સારા કાયદાઓ અને વ્યવહારુ નીતિ નિયમો ઉપર ભાર મૂક્યો હતો. લાઓત્સે સાત્ત્વિક પ્રકૃતિના અને અંતર્મુખ હતા. તેમણે વૈશ્વિક ચેતના સાથે સંવાદ સાઘવા અને એમાં અવગાહન કરવા ઉપર ભાર મૂક્યો હતો. કન્ફયૂશિયસ રાજસી પ્રકૃતિના અને બહુર્મુખ હતા. તેઓ લોકોનું કલ્યાણ કરવામાં, ગરીબોની અને દુઃખીઓની સેવા કરવામાં માનતા હતા. રાજ્યના કાયદાઓના પરિપાલનને અને ન્યાયને તેઓ મહત્ત્વ આપતા હતા. તેઓ ગુનેગારોને બરાબર સજા થવી જોઇએ એમ માનતા હતા. તેમનો ધર્મ સમાજલક્ષી અને વ્યવહાર પ્રધાન હતો. એટલે જ તેમણે ઉપદેશેલો માર્ગ ઘણો જ લોકપ્રિય બન્યો હતો. લાઓત્સેનો માર્ગ ઘણો ગહન અને કઠિન હોવાથી એટલો લોકપ્રિય ન થાય એ સ્વાભાવિક હતું. લોકપ્રિયતા એ લાઓત્સેનું ધ્યેય નહોતું. આધ્યાત્મિક દૃષ્ટિએ લાઓત્સેનો માર્ગ વધુ ચઢિયાતો
હતો.
અલબત્ત, કયૂશિયરા પ્રકૃતિથી જ પ્રવૃત્તિના માણસ હતા. રાજ્ય વ્યવસ્થા દ્વારા પ્રજાને સુધારવાની એમણે જે ઝુંબેશ ઉપાડેલી હતી તે જોતાં લાઓત્સેની વિચારધારા સંપૂર્ણપણે તેઓ સ્વીકારી શકે એમ નહોતા. તો પણ લાઓત્સેના કેટલાક વિચારોથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.
કન્ફયૂશિયસે લાઓત્સે માટે કહ્યું હતું કે, 'લાઓત્સે પ્રાચીન વસ્તુઓની પ્રશંસા કરે છે. તેઓ વિનમ્રતા અને સૌજન્યુના અવતાર જેવા છે. તેમને દરેક વિષયનું અગાધ જ્ઞાન છે. તેઓ પ્રાણ પુરુષ છે. તેમની સ્મૃતિ ઘણી રાતેજ છે. તેમનામાં રાંત-રાજા (શ્રેષ્ઠ માનવ) થવાની પૂરેપૂરી યોગ્યતા છે.’
તા. ૧૬-૧૨-૯૫
કન્ફયૂશિયસ જુવાન હતા ત્યારે પોતાના રાજ્ય લુમાં રાજગાદીએ રાજા ચાઓ હતા. એ જમાનામાં ચાઓના અંગત જીવન વિશે એક જાહેર વિવાદ થયો હતો, ભારતની જેમ ચીનમાં પણ એ જમાનામાં રાગોત્ર લગ્નનો નિષેધ હતો. પરંતુ રાજા ચાઓએ પોતાના જ ગોત્રની કન્યા સાથે લગ્ન કરી એનું નામ બદલી નાખ્યું હતું કે જેથી લોકોને ખબર ન પડે. પણ આવી વાતો મોડી વહેલી લોકો સુધી પહોંચે જ છે .
લુ રાજ્યના મોટાં ત્રણ કુટુંબોમાં શુ–સુનનું કુટુંબ પણ ગણાતું હતું. શું સુનને રાજ્ય દરબારમાં જવા મળતું હતું. તેને કન્ફયૂશિયસ પ્રત્યે કંઇક પૂર્વગ્રહ હતો. તે એમના શિષ્ય ઝુ કંગને કન્ફયૂશિયસ કરતાં વધુ ચડિયાતો ગણતો હતો. આ વાત એક વખત ઝુ કુંગ પાસે આવી. ત્યારે
અંગે કહ્યું; શું સુન ગુરુજી કરતાં મને ચડિયાતો ગણે છે તે યોગ્ય નથી. મારી અને ગુરુજી વચ્ચેનું અંતર મકાનના કમ્પાઉન્ડની દિવાલ જેવું છે. મારા મકાનની દિવાલ ખભા સુધી આવે છે. એટલે જતાઆવતા સૌ કોઇ ઘરની સુંદરતા જોઇ શકે છે. પરંતુ ગુરુજીના મકાનની દિવાલ ઘણી ઊંચી છે. એટલે જે કોઇને અંદર દાખલ થવા મળે તે જ એની સુંદરતા અને ભવ્યતા જોઇ શકે છે .’
કોઇકે જી કુંગને કહ્યું કે ‘શુ-સુન કયૂશિયાની ટીકા કરતા હતા અને તમારી પ્રશંસા કરતા હતા.' ત્યારે ત્હ કુંગે કહ્યું, ‘શુ-સુનને એ શોભતું નથી. ગુરુજી તો સૂર્ય સમાન છે. ત્યાં પહોંચવું મારે માટે શક્ય નથી.'
કન્ફ્યૂશિયરો પોતાના સમયના બે રાજવંશી સગા ભાઇઓની ઘણી પ્રશંસા કરી છે. તેમનાં નામ છે પોઆઇ અને શુચિ. પો આઇ એક નાના
કન્ફયૂશિયસ જ્યારે લાઓત્સેને મળ્યા ત્યારે બંને વચ્ચે ઘણો વિચારવિનિમય થયો હતો. લાઓત્સેએ યૂશિયસને કહ્યું હતું, સમાજને સુધારતા પહેલાં માણસે પોતાની જાતને સુધા૨વી જોઇએ.’રાજ્યના રાજા હતા. તેમની મતમાં પ્રજા ઘણી સુખી હતી . વળી એમણે કન્ફયૂશિયસને સલાહ આપતાં કહ્યું હતું કે 'તમારે સમાજ માટે જે કાયદાઓ ઘડવા હોય તે લડજ, પરંતુ મનુષ્યમાં કુદરતી રીતે જે સાધુતા રહેલી છે તેમાં દખલગીરી ક૨શો નહિ.”
લુના રાજ્યમાં આ ત્રણ ભાયાતી કુટુંબો એવાં વસતાં હતાં કે જે સત્તાનાં અને ઘનનાં લોભી હતાં. રાજ્યની આવકમાંથી તે કુટુંબો ઉચાપત કરી લેતાં, રાજાના નોકરોને ફોડતા અને રાજાના હુકમનું પાલન ન થાય એ માટે ખટપટ કરતાં. આથી રાજા ચાઓને તેઓની સાથે સંઘર્ષમાં આવવું પડ્યું, પરંતુ જે ૨મખાણ થયું તેમાં રાજા ચાઓને ખ્યાલ આવી ગયો કે રાજ્યના ઘણા અમલદારો પણ એ કુટુંબોના પક્ષે છે. પરિસ્થિતિ એવી સર્જાઇ કે ચાઓને પોતાનો જાન્ત બચાવવા રાજ્ય છોડીને ભાગી જવું પડ્યું. રાજાના આ દુઃખના પ્રસંગમાં કન્ફયૂશિયસ એમની સાથે રહ્યા હતા અને એમની સાથે દેશવટો ભોગવ્યો હતો. લુ દેશના રાજા કયૂશિયસને પોતાના રાજ્યમાં ઊંચો હોદ્દો આપવા ઇચ્છતા હતા . પરંતુ કન્ફયૂશિયસે તે સ્વીકાર્યો નહિ અને રાજા ચાઓની સાથે રહ્યા. આઠેક વર્ષ પછી તેઓ લુ રાજ્યમાં પાછા ફર્યા હતા .
રાજ્યવહીવટ પણ સરસ ચાલતો હતો. પો આઇને થયું કે પોતે કેટલાંક વર્ષ રાજ્ય કર્યું છે, એટલે હવે પોતાના નાનાભાઇ શુ ચિને રાજ્ય સોંપવું જોઇએ. એમણે રાજ્યગાદીનો ત્યાંગ કરીને નાનાભાઇને રાજ્યસત્તા સ્વીકારવા વિનંતી કરી. પરંતુ નાનાભાઇએ રાજ્યસત્તા સ્વીકારી નહિ. બંને ભાઇઓ રાજમહેલ છોડી વનમાં ચાલ્યા ગયા. એવામાં વુ વંગ નામના રાજાએ શહેનશાહ ચાઉને હરાવ્યો અને પોતે શહેનશાહ થયો. એ પોતે ચાઉ કરતાં ઘણો ભલો હતો. એણે પો આઇ અને શુ ચિને પોતાના રાજ્યની રાજગાદી પાછી લેવા વિનંતી કરી, પણ બંને ભાઇઓએ તે સ્વીકારી નહિ, આ બંને ભાઇઓ કોઇની સાથે દુશ્મનાવટ રાખતા નહિ. એથી સૌ કોઇ એમના ચાહક હતા. કન્ફયૂશિયસે પણ એમની કદર કરી હતી.
કયૂશિયરાનો જન્મ લુ રાજ્યમાં થયો હોવાથી એ રાજ્ય એમને વધારે વહાલું હતું. પોતાના રાજ્યમાં કોઇ સત્તાનું પદ પોતાને મળે એ એમને માટે ગૌરવવાળી વાત હતી.
કયૂશિયસને પચાસ વર્ષની ઉંમરે, ઇ. સ. પૂર્વે ૫૦૧માં, એ રાજ્યમાં એક નગરના ઉપરી અમલદારની નોકરી મળી હતી. ત્યારે લુમાં રાજા ટિંગ રાજ્ય કરતા હતા. કન્ફયૂશિયસમાં વહીવટી શક્તિ ઘણી સારી હતી. એથી રાજાના તેઓ માનીતા અમલદાર બન્યા હતાં.