________________
તા. ૧૬-૧૦-૯૫
પ્રબુદ્ધ જીવન
એટલે ચંદ્ર-ચંદ્રાવતીના વાર્તાના સંપાદનમાં મેં તમને સહાય કરી છે એવો ઉલ્લેખ તમે ન કરો એવું હું ઇચ્છું છું, કારણ કે પ્રિન્સિપાલ ફાટક તો એ વાતને જ વળગી રહેશે કે હીરાબહેન કરતાં રમણલાલ શાહ ચડિયાતા છે.' હીરાબહેને એ વાત માન્ય રાખી .
એ દિવસોમાં મુંબઇમાં બે વ્યક્તિઓને પ્રોફેસરના પદ માટે અપાત્ર ઠરાવીને મુંબઇ યુનિવર્સિટી અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીએ ભારે અન્યાય કર્યો હતો એમ ઘણાંને ત્યારે લાગ્યું હતું. (૧) ડૉ. કાંતિલાલ બી. વ્યાસ અને (૨) શ્રીમતી હીરાબહેન પાઠક, ડૉ. કાંતિલાલ વ્યાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રખર અભ્યાસી અને સંશોધક હતા. તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર અને વળી ભાષા વિજ્ઞાનના પણ નિષ્ણાત હતા. પ્રોફેસરની પોસ્ટ માટે મુંબઇ યુનિવર્સિટીમાં એમણે · જ્યારે અરજી કરી ત્યારે તેઓ એકમાત્ર ઉમેદવાર હતા. તેઓ એ સ્થાન માટે યોગ્ય જ હતા. છતાં આવું માનભર્યું સ્થાન એમને ન આપવાના દ્વેષભર્યા પ્રયાસો થયા હતા. ત્યારે પસંદગી સમિતિમાં પ્રો. અમૃતલાલ યાજ્ઞિક, પ્રો. બેટાઇ વગેરે હતા. પ્રો. અનંતરાય રાવળ અમદાવાદથી હેતુપૂર્વક આવ્યા નહિ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના નિષ્ણાત કાંતિલાલ વ્યાસને ઇન્ટરવ્યૂમાં એમના અભ્યાસના વિષયના ક્ષેત્રને લગતો કોઇ પ્રશ્ન ન પૂછતાં બોદલેર, કેમુ, કાફકા, સાર્ગ, કીરકેગાર્ડ, એબ્સર્ડ ડ્રામા, એન્ટિનોવેલ, અસ્તિત્વવાદ વગેરે વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યા. જો કે પૂછના૨નો પોતાનો એ વિષયોનો અભ્યાસ ઈન્ટરવ્યૂમાં પાસ થવા જેટલો નહોતો. દરેક પ્રશ્ન વખતે ડૉ. વ્યાસને જવાબ આપવો પડ્યો કે ‘માફ કરજો, એ મારા અભ્યાસનો વિષય નથી.' આવી રીતે આવા આવા પ્રશ્નો પૂછીને પસંદગી સમિતિએ ડૉ. વ્યાસને કશું જ આવડતું નથી એવું વાઇસ ચાન્સેલર અને સરકારી પ્રતિનિધિ સમક્ષ બતાવીને પ્રોફેસરની પોસ્ટ માટે અપાત્ર ઠરાવ્યા. એવી જ રીતે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં રીડરની પોસ્ટ ધરાવનાર હીરાબહેન પાઠકને પ્રોફેસરની પોસ્ટ ન આપતાં અન્યાય થયો હતો. પસંદગી સમિતિમાં ઉમાશંક૨ જોશી પણ હતા. ઇન્ટરવ્યૂ પછી એકમાત્ર ઉમાશંકર જોશીએ હીરાબહેનને પ્રોફેસરની પોસ્ટ મળવી જોઇએ એવો અભિપ્રાય દર્શાવ્યો હતો. પસંદગી સમિતિની બેઠકમાં પ્રિન્સિપાલ ફાટકે હીરાબહેનના અધ્યાપનકાર્યથી પોતાને સંતોષ નથી એવું લેખિત નિવેદન રજૂ કર્યું. જેની કોઇ જરૂર નહોતી. એવા નિવેદન પાછળ કાવતરું હતું. એથી ઉમાશંકર આ બધી ચાલ સમજી ગયા, ગુસ્સે થયા અને કહ્યું; ‘I smell a rat in this meeting' અને પસંદગી સમિતિના અહેવાલમાં પોતે બીજા સભ્યોના અભિપ્રાય સાથે સંમત નથી એવી વિરોધની નોંધ લખી અને વાઇસ ચાન્સેલર લેડી ઠાકરશીને પછી કહ્યું કે પોતે હવેથી એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીનું કોઇ નિમંત્રણ સ્વીકારશે નહિ.
હીરાબહેનને પ્રોફેસરની પોસ્ટ મળી નહિ એનું દુઃખ ઘણું રહ્યું. પછી તો તેઓ રાજીનામું મૂકી યુનિવર્સિટીમાંથી વહેલાં નિવૃત્ત થઇ ગયાં.
જ્યાં સુધી કોલેજમાં અધ્યાપિકા તરીકે હીરાબહેન કામ કરતાં હતાં ત્યાં સુધી તો તેમનો સમય ક્યાં પસાર થઇ જતો તેની ખબર પડતી નહિ. પરંતુ નિવૃત્ત થયા પછી તેમણે નજીકમાં ભારતીય વિદ્યા ભવનમાં રોજેરોજ જઇને પોતાના અધ્યયનની પ્રવૃત્તિ સતત ચાલુ રાખી હતી. પોતાને નોકરચાકરના સમય સાચવવાની પરાધીનતા નહોતી ગમતી. એટલા માટે તેઓ કેટલાંક ઘરકામ હાથે જ કરી લેતાં. તેઓ સાદાઇથી રહેતાં અને સ્વાશ્રયી જીવન જીવતાં. સાંજે ભવનમાંથી તેઓ ઘરે આવે ત્યારે મળવા આવનાર વ્યક્તિઓનો મેળો જામતો. તેઓ ઘણી જુદી જુદી સંસ્થાઓમાં સલાહકાર તરીકે માર્ગદર્શન આપતા. મહિલાઓની સંસ્થાઓમાં તેઓ વધુ ૨સ લેતાં. નવોદિત લેખિકા કે કવિયિત્રીઓને તેઓ સારું માર્ગદર્શન આપતા. મુંબઇના સાહિત્ય જગતમાં એક મુરબ્બી તરીકે તેમનું મોભાભર્યું સ્થાન હતું. તેઓ સાહિત્યિક અને અન્ય વિષયના વ્યાખ્યાનો કે ચર્ચાઓના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા. તેઓ સશક્ત અને તરવરાટવાળાં હતાં અને ઘણી પ્રવૃત્તિઓને પહોંચી વળતાં.
'. અધ્યાપિકા તરીકેનું નોકરીનું કોઇ બંધન ન હોવાથી અને પોતાની લેખન પ્રવૃત્તિ કંઇક મંદ પડવાથી તથા પાઠક સાહેબના ગ્રંથોના પુર્નમુદ્રણને માટે કરેલી મોટી યોજના માટે ઠીક ઠીક સમય આપવો પડતો હોવાથી ૧૯૭૫ પછી હીરાબહેનનું પોતાના ઘરે નિયમિત રહેવાનું ઓછું અને ઓછું થતું ગયું. ક્યારેક ત્રણ-ચાર મહિના માટે તેઓ અમદાવાદ ગયાં હોય, ક્યારેક પોતાના ભાઇના ઘરે રહેવા ગયાં હોય, તો ક્યારેક વળી પોતાની ખાસ બહેનપણી બકા બહેનના ઘરે રહેવા ગયાં હોય. આવું વારંવાર બનવા લાગ્યું હતું. એથી મુંબઇના સાહિત્ય જગત સાથેના હીરાબહેનના સંપર્કમાં ઓટ આવી હતી. વળી જ્યારથી તેઓ ઇગતપુરીમાં શ્રી ગોએન્કાજીની વિપશ્યના ધ્યાનની સાધના કરી આવ્યા હતાં ત્યારથી તેમના જીવનમાં એક વળાંક આવેલો જોઇ શકાતો હતો. પહેલાં હીરાબહેન મળે ત્યારે દસ સવાલ પૂછે અને ઘણી માહિતી મેળવે. બન્યાં હતાં. ફોનમાં પણ તેઓ ટૂંકી અને મુદ્દાસરની વાત કરતાં. તેઓ તેને બદલે હવે હીરાબહેનને ઓછા સંપર્કો અને એકાંતવાસ વધુ પ્રિય બિલકુલ બહાર જતાં નહિ એવું નહિ, પરંતુ ઉપયોગી અને અનિવાર્ય હોય એવા જાહેર કાર્યક્રમોમાં જતાં.
ગ્રંથોના પુર્ન પ્રકાશનનું આયોજન થયું એથી હીરાબહેનને અત્યંત હર્ષ ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પાઠક સાહેબના બધા જ થયો હતો. જીવનની બહુ મોટી ધન્યતા તેમણે અનુભવી હતી. આ યોજના માટે પોતાની બીજી પ્રવૃત્તિઓ છોડી દઇને પણ તેઓ કામ કરવા લાગી ગયાં હતાં. વિદ્યમાન હતાં ત્યાં સુધી એમણે આ જવાબદારી સારી રીતે વહન કરી હતી.
‘ગૌરવ પુરસ્કાર' હીરાબહેનને આપવાનું નક્કી કર્યું એ સમયોચિત જ ગુજરાત સાહિત્ય અકાદમીએ મુર્ધન્ય સાહિત્યકાર તરીકેનો હતું. હીરાબહેનને આ પુરસ્કાર આપવા માટે શ્રી મનુભાઇ પંચોળી, શ્રી યશવંત શુકલ વગેરે મુંબઇ પધાર્યા અને હરકિશન હોસ્પિટલમાં જઇને પથારીવશ એવાં હીરાબહેનને આ પુરસ્કાર અર્પણ કર્યો એ ખરેખર એક મહત્ત્વની યાદગાર ઘટના બની રહી. એ પ્રસંગે માંદગીને બિછાનેથી હીરાબહેને પંદરેક મિનિટ સુધી પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. અશકત એવાં હીરાબહેનને અંદરના કોઈ અદમ્ય ઉત્સાહ અને ઉમંગે એમની પાસે આવું સરસ વક્તવ્ય કરાવ્યું હતું.
હીરાબહેનની તબિયત બગડી એ પછી નિદાન કરતાં ડૉક્ટરોને જણાયું કે તેમને હાડકાંના કેન્સરનો વ્યાધિ થયો છે. આ માટે તરત સારવાર ચાલુ થઇ. એમના ભાઇ બાલકૃષ્ણભાઇ હરકિશનદાસ હોસ્પિટલમાં મુખ્ય ટ્રસ્ટી એટલે હીરાબહેનની સારવારમાં તો કોઇ જ ખામી રહી નહિ, પરંતુ હીરાબહેનની માંદગી ઠીક ઠીક સમય સુધી ચાલી. વચ્ચે તો તેઓ બેભાન અવસ્થામાં હતાં ત્યારે કોઇને અંદર જવા દેવામાં આવતાં નહિ. તેઓ ઘરે આવ્યાં. ફરી પાછાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. તેમને સારું લાગતું હતું અને મુલાકાતીઓને મળવા દેવામાં આવતા હતા ત્યારે અમે એમની ખબર જોવા ગયેલાં. તે વખતે પૂરી સ્વસ્થતાપૂર્વક તેમણે અમારાં દીકરા-દીકરીનાં નામ દઇને પૂછતાછ કરેલી. એ પરથી લાગ્યું કે તેમની સ્મૃતિ હજુ સારી છે. જ્યારે જ્યારે એમને અસહ્ય પીડા થતી ત્યારે એમને પીડાશામક દવાઓ અને ઇન્જેક્શન આપવા પડતાં.
અલબત્ત બીમારી કેન્સરની હતી અને શરીર ઉત્તરોત્તર ઘસાતું જતું હતું તે જોતાં તેઓ હવે વધુ વખત નહિ કાઢે એવું લાગતું હતું. તેમની તબિયત વધુ લથડતી ગઇ અને હોસ્પિટલમાં રાખવાનું કોઇ પ્રયોજન નથી એમ જણાતાં ફરી પાછા એમને એમના ભાઇના ઘરે લઇ આવવામાં આવ્યાં અને એ ઘરે જ એમણે દેહ છોડ્યો.
હીરાબહેનનું સ્મરણ થતાં કેટલા બધા પ્રસંગો નજર સામે તરવરે છે ! પાઠક સાહેબના સંયોગથી તેઓ ધન્ય અને સાર્થક જીવન જીવી ગયાં. તેમની ઉચ્ચ કોટિની ચેતનામાંથી ઘણાંને પ્રેરણા મળી રહે એમ છે,
સ્વ. હીરાબહેનના આત્માને નત મસ્તકે અંજલિ અર્પે છું. ] રમણલાલ ચી. શાહ