________________
વર્ષ : (૫૦) + ૬
અંકઃ ૧૨
તા. ૧૬-૧૨-૯૫૭
૭ શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦ ૦૦
પ્રભુટ્ટુ જીવન
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા. ૩૦ તંત્રી : રમણલાલ ચી. શાહ
બળાત્કાર
છેલ્લા કેટલાક સમયથી દુનિયાભરમાં બળાત્કારના કિસ્સા વધવા લાગ્યા છે. મુંબઇ કે કલકત્તા જેવાં શહેરોમાં બેચાર દિવસે એકાદ ઘટના બન્યાના સમાચાર અખબારોમાં છપાય છે. વધતી જતી આ પ્રવૃત્તિ અંગે સ૨કારોએ અને સમાજધુરીણોઓએ સવેળા સર્ચિંત થવું ઘટે છે.
Regd. No. MH. By. / South 54. Licence 37
પહેલાં બળાત્કારના એકલદોકલ કિસ્સાની બહુ જાહેરાત થતી નહિ. હવે તો પોલીસને ચોપડે કેસ નોંધાયો કે તરત અખબારોમાં એને પ્રસિદ્ધિ મળી જાય છે. ક્યારેક તો અખબારો પણ આવા કિસ્સાઓને છાપવામાં રસ ધરાવતાં હોય એમ લાગે. લોકજાગૃતિની દૃષ્ટિએ એને પ્રસિદ્ધિ મળે તો તે યોગ્ય ગણાય, પરંતુ અખબારનો ફેલાવો વધારવાની દૃષ્ટિથી કે વાચકોની અરુચિને પોષવાની દૃષ્ટિથી એવા કિસ્સાઓને વિગતે ચમકાવવામાં આવે તો તે યોગ્ય નથી. પરંતુ એટલું તો નિશ્ચિત છે કે દુનિયામાં જેમ વસતી વધી છે તેમ બળાત્કારનું પ્રમાણ પણ વધ્યું છે. કોઇ ગુંડાઓએ મોડી રાતે રસ્તામાં એકલી જતી મહિલા ઉપર બળાત્કાર કર્યો હોય, બહારગામથી એકલી આવેલી ગભરુ બાળા રસ્તો શોધતી હોય તો તેને ફોસલાવીને તેનો લાભ લેવાયો હોય, કોઇ શાળાના શિક્ષકે લેસન શીખવવાના બહાને સગીર વયની વિદ્યાર્થિનીને શાળા છૂટયા પછી રોકી રાખીને એના ઉપર બળાત્કાર કર્યો હોય, કોઇ સિત્તેર વર્ષના ડોસાએ બે વર્ષની બાળકી સાથે ચેષ્ટા કરી હોય, કોઇ ડૉક્ટરે નર્સ ઉપર કે જેલરે કે પોલીસે મહિલા કેદી ઉપર, કોઇ ધનાઢ્ય શેઠે મહિલા નોકરાણી ઉ૫૨ કે કોઇ નોકરે યુવાન શેઠાણી ઉપર કે શેઠની દીકરી ઉપર કુકર્મ કર્યું હોય એવા એવા ભાતભાતના કિસ્સાઓ વખતોવખત છાપાઓમાં ચમકે છે. ભારતમાં અને વિદેશોમાં સાધુ–સન્યાસીઓ કે પાદરીઓએ બળાત્કાર કર્યો હોય એવા કિસ્સાઓ પણ છાપાઓમાં વાંચવામાં આવે છે.
બળાત્કાર એટલે બીજાના ઉપર બળ વાપરીને સંતોષેલી પોતાની ઇચ્છા. અન્ય વ્યક્તિની સદંતર અનિચ્છા અને અસહકાર હોવા છતાં પરાણે તેને પકડીને અને વશ કરીને પોતાની જાતીય ઇચ્છા સંતોષવાનો પ્રયત્ન કરવાની આવી અક્ષમ્ય ઘટનાઓ અનાદિકાળથી ચાલી આવે છે.
બળનો ઉપયોગ માત્ર જાતીય વૃત્તિના સંતોષ માટે થાય છે એવું નથી. કુદરતમાં એક જીવ બીજા જીવનું જ્યારે ભક્ષણ કરે છે ત્યારે તેને સમજાવીને, વહાલ કરીને તેનું ભક્ષણ કરતો નથી. તેને બળથી પકડવા પ્રયત્ન કરવો પડે છે. જંગલમાં ચિત્તા, વાઘ કે સિંહ પોતાના શિકારને પકડવા માટે દોડે છે ત્યારે તેઓ વચ્ચે થતી ઝપાઝપીમાં ચિત્તા, વાધ કે
સિંહને પોતાનું બધું જ બળ વાપરવું પડે છે અને હરણ, બકરી, ઘેટું, ગાય કે ભેંસ જેવાં પ્રાણીને પરવશ બનાવીને, મારી નાખીને તેઓ ખાઇ જાય છે. પાણીની અંદર મગર અને એવા મોટા જીવો નાના જલચરોનું ભક્ષણ કરતા રહે છે. કોઇ પ્રાણી સ્વેચ્છાએ પોતાનું ભક્ષણ થવા દેતું નથી. પોતાનો જીવ બચાવવા માટે તે દોડી જાય છે અને પકડાય છે ત્યારે પોતાની બધી જ શક્તિ વાપરીને તે ઝઝૂમવાનો પ્રયત્ન કરે છે. શિકારી પક્ષીઓ પોતાની ચાંચમાં માછલું પકડવાનો પ્રયત્ન કરે છે. માખી અને બીજા જીવડાંઓ ઉપર તરાપ મારી ગરોળી તેને ખાઇ જાય છે. ઊંદ૨, દેડકાં વગેરેની પાછળ સાપ દોડે છે અને એને પકડવા તથા ખાઇ જવા પોતાની બધી શક્તિ વાપરે છે. જળચરોમાં મત્સ્યગલાગલ ન્યાય પ્રવર્તે છે. એટલે કે મોટી માછલી નાની માછલીઓને ગળી જવાનો પ્રયત્ન કરે છે. જીવ સૃષ્ટિમાં નીવો નીવણ નીવનમ્ જોવા મળે છે.
ભૂખની વાસના સંતોષવા માટે બળાત્કાર કરવાની આ કુદરતી વૃત્તિ માંસાહરી પ્રાણીઓમાં પડેલી હોય છે. એ શીખવવા માટે કોઈને પ્રયાસ કરવો પડતો નથી. જેમ આહાર સંજ્ઞા બળવાન છે તેમ ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞા પણ જીવોમાં બળવાન હોય છે. પ્રાણીસૃષ્ટિમાં પ્રથમ સહચાર, ત્યારપછી પ્રેમ અને ત્યારપછી કામભોગ એવો ક્રમ દરેક વખતે હોતો નથી. પોતાની મૈથુન સંજ્ઞા પ્રબળ બને ત્યારે તે માટે તેવાં પ્રાણીઓ વિજાતીય પાત્રને વશ કરવા માટે બળનો ઉપયોગ કરે છે. કેટલાંક પ્રાણીઓની મૈથુન સંજ્ઞા ૠતુઓને આધીન હોય છે અને એવી ઋતુ ચાલુ થતાં તે પ્રાણીઓ બહાવરાં બની જાય છે અને આમતેમ ભટકે છે અને તક મળે ત્યારે બળાત્કારે પોતાની વૃત્તિને સંતોષે છે. કામવાસનાનો આવેગ એકંદરે માદા કરતાં નરમાં વધુ હોય છે. તે જ્યારે અતિશય ઉગ્ર બની જાય છે ત્યારે તે પ્રાણી પોતાની જાતને અંકુશમાં રાખી શકતું નથી.
પ્રાણીસૃષ્ટિ કરતાં મનુષ્યની વાત જુદી છે. સામાન્ય રીતે મનુષ્યને આહાર માટે બળાત્કાર કરવાની જરૂર પડતી નથી. મનુષ્યની કામવૃત્તિ કોઇ નિશ્ચિત ઋતુમાં મર્યાદિત નથી. ગમે ત્યારે ગમે ત્યાં તે પ્રવર્તી શકે છે. તો બીજી બાજુ કેટલાંક પશુઓમાં બને છે તેવો કામવાસનાનો એવો ઉન્માદ મનુષ્યના જીવનમાં આવતો નથી કે જેથી ઘણાં માણસોની વચ્ચે તે પોતાની જાત પરનો કાબુ ગુમાવી દઇને ગમે ત્યારે ગમે ત્યાં અપકૃત્ય કરી બેસે. આમ એકંદરે સમાજની રચના કરીને રહેતો માણસ સમાજના નિયમોને સ્વીકારીને જીવન ગુજારી શકે છે, કારણ કે જાતીય વૃત્તિઓ