Book Title: Prabuddha Jivan 1995 Year 06 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 129
________________ તા. ૧૬-૧૨-૯૫ પ્રબુદ્ધ જીવન જુએ, મારી આંખ મારો હાથ શું કરે છે તે ન જુએ, અને જે કૃત્ય થયા પછી આંખને જોવાનું ન ગમે તે કૃત્ય થાઓ.' એટલે કે મેલ્કમ ડંકનનો વારસ જાહેર થતાં દૈવયોગે પોતાને તાજ મળશે એવી મેકબેથને આશા ન રહી અને તેથી તેણે તાજ મેળવવા કંઇક કાળું કૃત્ય કરવાને નિર્ણય કર્યો. આમ કંઇક ક૨વાનો નિર્ણય કરીને મેકબેથે ત્રણ બહેનોએ પોતાને જ વચનોથી સંબોધન કર્યું હતું તે જણાવતો તેની પત્નીને પત્ર લખ્યો. પત્ર વાંચીને મેકબેથી પણ વધારે મહત્ત્વાકાંક્ષી એવી લેડી મેકબેથ સ્વગત બોલે છેઃ ‘તારા ભવિષ્ય અંગે જે નિર્દેશ કરવામાં આવ્યો છે તે તું થશે જ. પણ મને તારા સ્વભાવનો ભય રહે છે. તેમાં સ્તનપાન કરાવતી માતાના દૂધ સાથે જે સ્નેહભાવ ભળે છે તેના જેવા દયાભાવનો વધારે પડતો અંશ છે. (It is too fullo’the the milk of human kindness) અને તેથી તું રાજા થવાનો સહેલો માર્ગ લઇ શકીશ નહિ. તારે રાજા થવું છે, પણ તે નિર્દોષ રીતે. હું વહેલો વહેલો અહીં આવ જેથી કરીને હું મારું નિશ્ચયબળ તારા કર્ણમાં રેઢું અને જે તાજ વિધાતાએ અને ગેબી શક્તિઓએ તારા માટે નિયત કર્યા છે તેની આડે આવતાં વિદોને હું મારી જીભના સપાટાથી હટાવી દઉં .’ લેડી મેકબેથની આ સ્વગતોક્તિ પૂરી થાય છે ત્યાં એક સંદેશવાહક આવીને તેને જણાવે છે કે રાજા ડંકન એ રાત્રે આવે છે. એ સાંભળીને વળી તે સ્વગત બોલે છેઃ ‘હત્યા કરવાનો ઇરાદો સેવતા માણસોના વિચારોને અદ્રશ્ય રહીને જોતાં ગેબી સત્ત્વો (spirits) તમે આવો અને મારી સ્ત્રી સ્વભાવની નિર્બળતા દૂર કરો. (unsex me) મને માથાથી અંગૂઠા સુધી નિર્દયતાથી ભરી દો, મારા રક્તને જાડું બનાવી દો. મને મારી ઊર્મિઓને એવી જડ બનાવી દો કે જેથી મારામા દયા પ્રવેશ ન કરી શકે. આવ. કાળી રાત્રિ, નરકના અંધકારનું એવું આવરણ ઓઢી લે કે મારી તીક્ષ્ણ છરી જે ઘા કરે તે તે જુએ નાલે.' એટલે કે ડંકન પોતાનો મહેમાન બનીને આવે ત્યારે પોતે તેની હત્યા કરી શકે એવાં નિર્દયતા અને નિશ્ચયબળ પોતાને આપવા તે ગેબી સત્ત્વોને પ્રાર્થના કરે છે. આપણે જોઇએ છીએ કે આવી પ્રાર્થના કરવામાં તે પોતાના અંતરમાં ઊઠતા વિરોધના સૂરને રૂંધી નાંખવાનો પ્રયત્ન કરે છે. હવે મેકબેથ આવીને લેડી મેકબેથને જણાવે છે કે રાજા ડંકન બીજા દિવસની સવારે પાછા જવાનો ઇરાદો રાખે છે. તે સાંભળીને લેડી મેકબેથ ઉત્તર આપે છે, ‘સૂર્ય એ આવતી કાલ ક્યારેય જોશે નહિ. આંખોમાં અને શબ્દોમાં આવકારનો ભાવ જમાવા દો, નિર્દોષ પુષ્પ જેવા દેખાવ, પણ અંત૨માં સર્પ જેવા રહો, જે આવે છે તેમને સારું યોગ્ય વ્યવસ્થા થવી જોઇએ. (એટલે કે ડંકનની હત્યા કરવાની યોજના તૈયાર રાખવી જોઇએ. ) આજે રાત્રે જે મોટું કામ ક૨વાનું છે તે મને સોંપો, હું તે સારી રીતે પાર પાડીશ કે ભવિષ્યનાં આપણાં સર્વ દિવસો અને રાત્રિઓ આપણને સર્વ સત્તાધીશ બનેલાં જોશે.' પણ મેકબેથ હજું કંઇ નિર્ણય કરી શક્યો નથી અને તે ઉત્તરમાં એટલું જ કહે છે, ‘આ વિશે આપણે હવે પછી વાત કરીશું.’ સાંજ પડતાં ડંકન, તેના બે પુત્રો, પાંચ ઉમરાવો અને અનુચરો આવે છે તેમનો ભોજન સમારંભથી સત્કા૨ ક૨વામાં આવે છે. સમારંભ પૂરો થતાં એકલો પડેલો મેકબેથ સ્વગત બોલે છેઃ ‘જે ક૨વાનું છે તે થઇ જાય પછી કંઇ થવાનું ન હોય તો બહેતર છે કે એ કામ બને તેટલું વહેલું કરવું. જો હત્યા કરવાનું પરિણામ લૌકિક કાળના છીછરા પ્રવાહ પૂરતું સીમિત રહેવાનું હોય અને પરલોકમાં તેનું કંઇ મહત્ત્વ ન હોય તો હત્યા ક૨વાના પરિણામ ભોગવવાનું સાહસ ખેડવા હું તૈયાર છું. પણ આવી બાબતોમાં આપણને શિક્ષા આ જીવનમાં જ થાય છે. આપણે કોઇનું લોહી રેડીને બીજાંને એમ કરવાનું શીખવીએ છીએ અને પરિણામે લોહી રેડનારનું જ લોહી રેડાય છે. આપણે તૈયાર કરેલો લોહીનો પ્યાલો આપણાં જ હોઠને ધરવામાં આવે છે. તે (ડંકન) મારા ઉપર બેવડા વિશ્વાસથી અહીં છે (He’s here in double trust), એક તો તે મારો રાજા છે અને હું તેને સગો છું, આ બેય બાબતો મને તેની હત્યા કરતો રોકતાં પ્રબળ કારણો છે, બીજું હું તેનો યજમાન છું, તેથી મારું કર્તવ્ય તેની હત્યા કરવા આવનારને અટકાવવા દ્વાર બંધ કરવાનું છે, અને નહિ પ્ કે મારા જ હાથમાં છરી લેવી. વળી આ ડંકને તેની રાજસત્તાઓનો એવી વિનમ્રતાથી ઉપયોગ કર્યો છે અને તેનો રાજકારભાર એવો અનીંદનીય રહ્યા છે તેની હત્યા કરવાના રાક્ષસી કૃત્યની સામે તેના સદ્ગુણો રણશિંગાના જેવા અવાજથી પોકારી ઊઠશે, અને દયા નવજાત શિશુની જેમ નગ્ન વાયુના તરંગો ઉપર સવાર થઇને મારા નિકૃષ્ટ કૃત્યને વાયુના સપાટા સાથે એકેએક આંખમાં ફેંકશે અને એમ વાયુ આંસુઓથી ભીંજાઇ જશે.' મેકબેથની આ સ્વગતોક્તિમાં આપણે જોઇએ છીએ કે તેની કવિના જેવી કલ્પના તેને પોતે કરવા ધારેલી હત્યાની ભયંકરતા પ્રત્યક્ષ કરાવે છે. આમ ડંકનની હત્યા ન કરવાનો વિચાર કરીને મેકબેથ લેડી મેકબેથને મળે છે ત્યારે તેને કહે છેઃ ‘આ કામમાં આગળ વધવાની મારી ઇચ્છા નથી. તેણે હજુ હમણાં જ મારું બહુમાન કર્યું છે અને હું ઘણા બધા લોકોના સુવર્ણ જેવા કિંમતી અભિપ્રાયોને પાત્ર બન્યો છું, એ અભિપ્રાયોને અપાત્ર ઠરું એવું મારે કંઇ ન કરવું જોઇએ.’ ‘તો પછી,’ લેડી મેકબેથ તિરસ્કારપૂર્વક કટાક્ષમાં તેને કહે છે, ‘તમે જે આશા સેવી હતી તે માત્ર દારૂની ઉત્તેજનાનું જ પરિણામ હતી ? અને હવે તમે જેની . સ્વેચ્છાએ વાત કરી હતી તેના વિચાર કરતાં આમ કોઇ પીધેલાની જેમ પીળા પડી ગયા છો. હવે પછી હું પ્રેમનું પણ એવું જ મૂલ્ય આંકીશ. (એટલે કે કાયરના પ્રેમ જેવું.) તારી ઇચ્છામાં તું જેવો શૂરવીર છે તેવો તારા કૃત્યમાં થતાં તને ભય લાગે છે ? તું જેને જીવનનો અલંકાર માને છે તે તારે મેળવવું છે, અને છતાં માછલી મેળવવા ઈચ્છતી પણ એમ કરતાં પોતાનો પંજો ભીનો થાય એવા ભયથી અટકતી કહેવતની પેલી બિલાડીની જેમ તું ‘મારે આ મેળવવું છે, પણ તે મેળવવાની મારામાં હિંમત નથી,' એમ કહીને તારે તારી પોતાની દૃષ્ટિમાં કાયર થઇને જીવવું છે?' લેડી મેકબેથના આ કટાક્ષનો ઉત્તર આપતાં મેકબેથ કહે છે, ‘બસ, હવે વધુ ન બોલ. માણસને શોભે એવું બધું કરવાની મારામાં હિંમત છે. તેનાથી વધારે કરે એ માણસ ન ગણાય.’ મેકબેથના આ ઉત્તરથી આવેશમાં આવી જઇ લેડી મેકબેથ કહે છેઃ ‘તો પછી કયા પશુની પ્રેરણાથી તમે સાહસ કરવાની વાત મને જણાવી હતી ? તમે,એ વાત કહી ત્યારે સંયોગો અનુકૂળ નહોતા, ( એટલે કે મેકબેથ ડંકનની હત્યા કરીને રાજા બનવાની પોતાની ઇચ્છા લેડી, મેકબેથને નાટક શરૂ થાય છે તે પહેલાં જણાવી હોવી જોઇએ), અને હવે સંયોગો અનુકૂળ થયા છે ત્યારે એ અનુકૂળ સંયોગોએ જ તમને કાયર એ બનાવી મૂકયા છે. મેં સ્તનપાન કરાવ્યું છે અને સ્તનપાન કરાવતી માતાને સ્તનપાન કરતા બાળક માટે સ્નેહનો જે કોમળ ભાવ થાય તેનો મને અનુભવ છે, છતાં તમે ડંકનની હત્યા કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમ મેં સ્તનપાન કરતાં મારી સામે જોઇને હસતા એ બાળકના બોખા મોંમાંથી મારા સ્તનની દીંટી બળપૂર્વક ખેંચી લઈ તેને ભીંત સાથે અફાળી તેના મગજના ચૂરેચૂરા કરી નાખવાનો સંકલ્પ કર્યો તો મેં એમ કર્યું જ હોત.’ આ છેલ્લું વાક્ય લેડી મેકબેથ જાણે કે પોતાના અંતરમાં સળવળતા કોઇ પ્રબળ વિરોધના સૂરને બળપૂર્વક રૂંધી નાંખવાનો પ્રયત્ન કરતી હોય અને એમ કરતાં તેને વાઇ આવતી હોય તેમ આવેશપૂર્વક ચીસ પાડીને બોલતી લાગે છે. કહેવાય છે કે લંડનમાં ૧૭૮૨ના અરસામાં ભજવાયેલા ‘મેકબેથ’ નાટકમાં લેડી મેકબેથનો પાઠ ભજવતી શ્રીમતી સરસિડન્સ નામની એક અભિનેત્રીએ આ છેલ્લા વાક્યનું એવી રીતે ચીસ પાડીને જ ઉચ્ચારણ કર્યું હતું. લેડી મેકબેથના આવા આવેશભર્યા આક્રમણથી ડગ્યા વિના મેકબેથ માણસને શોભે તેનાથી વધારે કરનાર માણસ ન ગણાય એ પોતાના પહેલા પ્રતિભાવને વળગી રહ્યો હોત તો તેના એવા દઢ નિશ્ચયની સામે લેડી મેકબેથ નિરુત્તર થઇ જાત. પણ તેના દુર્ભાગ્યે તે લેડી મેકબેથના આપણને આસુરી લાગે એવા નિશ્ચયબળથી પ્રભાવિત થઇ ગયો. વળી પોતે ડંકનની હત્યા કરવામાં નિષ્ફળ જાય એવા તેના ભયનું પણ લેડી મેકબેથે ડંકનની સાથે ઊંઘતા બે અંગરક્ષકોને (Chamberlains) પોતે દારૂ પાઇને બેશુદ્ધ કરી દેશે તે પછી અરક્ષિત એવા ડંકનની હત્યા કરી શકાશે અને એ હત્યા બે અંગરક્ષકોએ જ કરી

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138