Book Title: Prabuddha Jivan 1995 Year 06 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 130
________________ ૪૫૧૪ વાત્ત નાકારાના આ નાળા છાત વાર વસતિ છ, કમ કે ધર્મ તો માત્ર કર્તવ્યોનો પ્રહરી છે, ઘર્મમાં અધિકારની કોઇ વાત જ નથી હોતી. એક સાચો જૈન આવા અધિકારોનો આગ્રહ ક્યારેય કરે નહીં. (૮) આંદોલનકારી એવું સમજે છે કે જૈન ધર્મ ઉપર વાણિયાઓનો જ એકાધિ કાર છે. પરંતુ બહુસંખ્યક અથવા અલ્પસંખ્યક કોઇપણ કોમ, જાતિ અથવ જમાતમાં જન્મેલો માણસ જૈન થઇ શકે છે. કોઇપણ પ્રકારના ભેદભાવ વિના પૂર્ણ રીતે જૈન ધર્મનું પાલન કરી શકે છે. જૈન ધર્મના દરવાજા કોઇ! માટે ક્યારેય બંધ કરવામાં આવ્યા નથી. બીજી બધી વાતો તો દૂર રહી, પરંતુ જૈનનું ચિન્હ કે લિંગ ધારણ કરવું પણ અનિવાર્ય નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં આંકડા આપ્યા છે કે, સાચા તત્ત્વમાં શુદ્ધ શ્રદ્ધા ન રાખનારા પરલિંગીઓની મોક્ષ નિર્વાણ અથવા સિદ્ધિ પ્રાપ્ત કરવાવાળાઓની સંખ્યા ઘણી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે કેટલાક શતકો પૂર્વ જૈન ધર્મમાં બ્રાહ્મણોની એક સશક્ત લોબી હતી. જ્યારથી બ્રાહ્મણોનો પ્રભાવ ઓછો થવો શરૂ થયો ત્યારથી જૈનો માટે ખરેખર ખરાબ દિવસો સિદ્ધ થયા છે. (૯) આ આંદોલન શરૂ કરવાની ભયંકર ભૂલ માટે ચેતવણી આપવી તે એક જૈન હોવાને નાતે મારું પુનિત કર્તવ્ય સમજું છું. મારી ધારણા પ્રમાણે તો સ્વયં કુહાડીથી પોતાના જ પગને કાપી નાંખવા જેવી આ આત્મઘાતી માંગણી છે. કદાચ આ આંદોલન સફળ થઇ જાય અને જૈનોની આ માંગણી મંજૂર પણ થઇ જાય અને તેમને સામાન્ય જનતાથી અલગ કરી એક અલ્પસંખ્યકનો દરજ્જો મળી જાય તો પણ તેના પરિણામો ખૂબ જ ઘાતક પુરવાર થશે. તમે નિશ્ચિંત સમજજો કે ત્યારબાદ જૈનોના અસ્તિત્વના દિવસો ઘણાં ઓછા રહેશે. જેવી રીતે ભૂતકાળમાં બૌદ્ધોનું થયું તેવી જ રીતે જૈનોની પણ આ દેશમાંથી સમાપ્તિ થઇ જશે. ચાલુ હાલતમાં આંખો બંધ કરીને માત્ર નિશ્ચય ન્યાયની લકીર દોરવાથી કોઇ બચાવ થવાનો નથી. પાકિસ્તાનના અનુભવોથી શીખો કે, ત્યાંથી આપણા દેખતાં જ જૈનધર્મ લુપ્ત થઇ ગયો છે. જો કે જૂના સમયમાં તે સમસ્ત પ્રદેશ જૈન ધર્મનો એક મજબૂત ગઢ ગણાતો પરંતુ થોડાક જ વર્ષોમાં જૈનોનું ત્યાં નામોનિશાન રહ્યું નથી. ખરી રીતે તો હિન્દુ શબ્દ ધાર્મિક સંજ્ઞા નથી, તે તો મૂળ ભારતવાસીઓનો ઘોતક છે. વિદેશીઓના આગમનથી સિંધુનું અપભ્રંશ થઇ હિન્દુ બન્યું છે. અલબત્ત તે પરંપરામાં આ દેશમાં આર્ય અને અનાર્ય એવા બે જાતીય વિભાગો હતા. તથા બહારથી આવેલા લોકો યવનો અને મ્લેચ્છો જેની સંસ્કૃતિ અભારતીય હતી તે જેને અનાર્યો કહેવામાં આવતાં. એ વાત નિર્વિવાદ છે કે ભારત વર્ષ જ જૈનોની માતૃભૂમિ છે. જૈન ધર્મ ક્યાંય બહારથી તે આવ્યો નથી. આર્યોના અનેક ભેદ પ્રવર્તે છે, તેમાં જૈનોનો સમાવેશ થાય છે અને તેમણે પણ ગર્વથી કહેવું જોઇએ કે અમે હિન્દી છીએ. લગભગ હજાર વર્ષના મુસ્લિમ આક્રમણના ઇતિહાસમાં જૈનો પણ આતંકથી જરાય પણ બચવા પામ્યા નથી પરંતુ બધાની સાથે એકમેક થઇને તેમણે પણ આ સંકટનો સામનો કર્યો છે. માટે દોઢ ચોખાની ખીચડી અલગ પકાવવા કરતાં આપણું કલ્યાણ તેમાં જ છે કે અંદર અંદરના સાંપ્રદાયિક ઝઘડાઓને છોડીને પોતાની શક્તિનો ઉપયોગ કરવો. (૧૦) આંદોલકોએ પોતાના અભિયાનના સમર્થનમાં એક બીજો પણ તર્ક આપ્યો છે કે જો આવું નહીં થાય તો રાષ્ટ્રીય અલ્પસંખ્યક વિકાસ માટે નાણા સંસ્થા દ્વારા આપવામાં આવતી મદદ તથા તે માટે મળતી આયકર (Income tax) રાહતોથી જૈનો તથા તેની સંસ્થાઓ વંચિત રહેશે, પરંતુ જૈનો માટે અલ્પસંખ્યક થઇ આ યોગ્યતા મિટાવવી દશમા જના પણ સહાયતા લેવા લાયક છે તો ધનવાન કહેવાવાળા કોણ બચશે. કોઇ નવી જ પરિભાષા આપણે ઘડવી પડશે. લેવાને બદલે જૈનોએ આજ સુધી બધાને આપ્યા જ કર્યું છે. આપીને ખુશ થનાર જગડુશાહ અને ભામાશાહના વર્તમાન વંશજ શું એટલા બધા નિર્ધન અને નિર્બળ થઇ ચૂક્યા છે કે તેઓ પોતાના સ્તરે પણ સાધર્મિક ભાઇઓના સ્વાભિમાનની રક્ષા નથી કરી શકતા ? અને તેમને સરકારના આશ્રિત બનવું પડે ? (૧૧) આ દૂરંદેશીતા રહિત માંગણીના વિરુદ્ધમાં છેલ્લો પરંતુ બધાથી મૂળભૂત મુદ્દો એ છે કે આ અભિયાન કરવાવાળા માણસો વિશ્વભરમાં થઇ રહેલ જૈનદર્શનના પ્રચારનો ખ્યાલ કરતા નથી. ઉદાહરણ રૂપે અહિંસા હવે માત્ર જૈનધર્મની અધિકાર સીમાનો સિદ્ધાંત રહ્યો નથી. પરંતુ તેને પાર કરીને સંપૂર્ણ સામાજિક જીવનની આધારશિલા બની ચૂક્યો છે. તેવી જ રીતે મૂડીવાદ, રાષ્ટ્રીયકરણવાદ, ભૌતિકવાદ, સામ્યવાદ આ બધાની ઘોર અસફળતા પછી આધુનિક ચિંતકોના મનમાં અપરિગ્રહનો સિદ્ધાંત સ્થાયી વિકલ્પના રૂપમાં સ્થિર થયો છે અને બહુ ઝડપથી આખી દુનિયામાં લાગુ થશે. તેવી જ રીતે અનેકાન્ત અને અનુશાસનના પ્રસાર માટે ભૂમિકા તૈયાર થઇ ચૂકી છે. અને તેની મહત્તા અને ઉપયોગિતાની બધે જ પ્રશંસા થઇ રહી છે. આ બધા સિદ્ધાન્તો જૈન ધર્મના મર્મ સ્વરૂપે છે. તેથી મારી જૈનોને એ સલાહ છે કે આપણે નામ અથવા લેબલમાં રુચિ ન રાખવી જોઇએ જ્યારે આપણા ધાર્મિક સિદ્ધાન્ત સમસ્ત સંસાર દ્વારા માન્ય થઇ જીવનમાં તારવામાં આવી રહ્યા છે. જૈન ધર્મના રક્ષણ અને વિકાસ માટે આપણે આ ધર્મના મૂળ સિદ્ધાન્તોનો આશરો લેવો જોઇએ, નહીં કે શાસકીય છત્રછાયાનો. ખરેખર તો સત્યમેવ જયતે નાનૃતમ્. (૧૨) અંતમાં ઉપરોક્ત મહામંડળના પદાધિકારીઓને મારી વિનમ્ર પ્રાર્થના છે કે, તેઓ પોતાના અભિયાનને ગતિશીલ કરવાને બદલે ઝડપથી સમેટી લે અથવા ઓછામાં ઓછા જૈન સંઘના બધા જ અગ્રણી નેતાઓની સર્વ સંમતિ અને માર્ગદર્શન પ્રાપ્ત કરી પછી જ આગળ કાર્યવાહી કરે. કેમકે આ બાબત કેવળ શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘને સ્પર્શતી નથી પરંતુ સમગ્ર જૈન સંઘને સ્પર્શે છે માટે શ્રેષ્ઠ માર્ગ તો એ જ ગણાશે કે શ્વેતામ્બર અને દિગમ્બર બન્ને આમ્નાયોના એક એક ફિરકા, ગચ્છ અને સંપ્રદાયના પ્રતિનિધિઓને આમંત્રિત કરી બહુમતિ જ નહીં પરંતુ સર્વસંમતિ મેળવીને જ પ્રયાસ કરવામાં આવે. ✰✰✰ ક્ષમાયાચના હીરાબહેન પાઠક વિશેના મારા લેખમાં સ્મૃતિદોષને કારણે શરતચૂકથી ‘પ્રબુદ્ધ જીવન'ના તા. ૧૬મી ઓક્ટોબર, ૧૯૯૫ના અંકમાં સ્વ. કેટલોક વિગતદોષ રહી ગયો છે તે પ્રત્યે મારું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. પ્રો. રણજિતભાઇ પટેલ-‘અનામી’એ જણાવ્યું છે કે સ્વ. પીતાંબર પટેલ રામનારાયણ પાઠકના અમદાવાદમાં વિદ્યાર્થી હતા એ ખરું પરંતુ તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં નહિ પરંતુ એસ. એલ. ડી. આર્ટસ કોલેજના એમ. એ. ના વિદ્યાર્થી હતા. શ્રીમતી ગીતાબહેન પરીખે જણાવ્યું છે, કે મેનાબહેન અને અજિતભાઇ વચ્ચે ઉંમરનો તફાવત ૨૫ વર્ષનો નહિ પરંતુ પાંચ વર્ષનો હતો. એમનાં લગ્ન સર્વ સંમતિથી થયાં હતાં અને એ આંતરજ્ઞાતીય લગ્ન સુધારાવાદી પરમાનંદભાઇએ સારી રીતે બિરદાવેલા હતા. આ સ્મૃતિદોષ માટે ક્ષમા ચાહું છું અને તે પ્રત્યે ધ્યાન ખેંચનાર આ બંનેનો હૃદયપૂર્વક આભાર માનું છું. ] તંત્રી

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138