________________
૪
પ્રબુદ્ધ જીવન
પગારમાંથી ચાલી રહે એમ હતું. એટલે પાઠક સાહેબની બધી રકમ સાહિત્યના કાર્યો માટે વાપરવાનો નિર્ણય કર્યો.
ઈ. સ. ૧૯૬૦ની આસપાસ હીરાબહેને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં એમ. એ.ના ગુજરાતી વિષયના એક્સર્ટનલ લેકચરર તરીકે મારા નામની ભલામણ કરી, દર અઠવાડિયે બે થી ત્રણ લેકચર યુનિવર્સિટીમાં લેવાનું મારે નક્કી થયું. એને લીધે એ યુનીવર્સિટીનાં સ્ટાફના સભ્યો સાથે મારે વધુ પરિચયમાં આવવાનું બન્યું. જ્યારે પણ લેકચર લેવા જાઉં ત્યારે પ્રિન્સિપલ ફાટકને બે ચાર મિનિટ માટે પણ મળવા જવાનું રહેતું હતું. સુંદરજીબાઇ બેટાઇ પણ ત્યારે ત્યાં બેઠેલા હોય. આ રીતે પ્રિન્સિપલ ફાટક સાથે મારે ગાઢ સંબંધ થયો અને પ્રતિવર્ષ એમ.એ.ના લેકચર માટે તેઓ મને નિમંત્રણ મોકલતા રહ્યા. આઠેક વર્ષ એ રીતે એ યુનિવર્સિટી સાથે એમ.એ.ના લેકચર્સને નિમિત્તે હું સલગ્ન રહ્યો. દરમિયાન એમ.એ.ના પરીક્ષક તરીકે પણ એ યુનિવર્સિટીમાં મારી નિમણૂંક થવા લાગી અને ગુજરાતી બોર્ડના સભ્ય
પાઠક સાહેબના અવસાન પછી હીરાબહેને સાહિત્યના ક્ષેત્રે કવિતા, વિવેચન લેખો, સંશોધન ઇત્યાદિ પ્રકારની લેખન પ્રવૃત્તિ ઠીક
ઠીક કરી લીધી હતી. તેમને રણજિતરાય સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, તરીકે પણ મને નિયુક્ત કરવામાં આવ્યો. શ્રીમતી શારદાબહેન દીવાન
ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક વગેરે પ્રાપ્ત કર્યાં હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના વિભાગીય પ્રમુખ તરીકે પણ તેમની વરણી થઇ હતી અને પરિષદના ઉપ-પ્રમુખ તરીકે પણ તેમણે કેટલાંક વર્ષ માટે સારી સેવા આપી હતી. એ દિવસોમાં હીરાબહેન સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેતાં. ઉપ-પ્રમુખ અને વિભાગીય પ્રમુખનું સ્થાન પ્રાપ્ત કર્યાં પછી હીરાબહેનને એવી આશા હતી કે આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ દરમિયાન કોઇ મહિલા સાહિત્યકારને સાહિત્ય પરિષદના પ્રમુખનું સ્થાન મળવું જોઇએ. એમ જો થાય તો પોતે એને માટે યોગ્ય ઉમેદવાર છે એમ એમને લાગતું, પરંતુ સાહિત્ય પરિષદમાં તો પ્રમુખ ચૂંટણી માટે જે નિયમો છે તે જોતાં હીરાબહેન તેમાં ફાવી શકે નિહ. એટલે એમણે એ દિશામાં પ્રયાસ ક૨વાનું માંડી વાળ્યું.
ત્યારે રજિસ્ટ્રાર હતા. અને ઇશ્વરભાઇ કાજી ડેપ્યુટી રજિસ્ટ્રાર હતા. ઇશ્વરભાઇ કાજીને મારે વારંવાર મળવાનું થતું. તેઓએ હીરાબહેનની ભલામણથી તે વખતે મને એ યુનિવર્સિટીમાં કોઇકનું ગુજરાતીમાં લખેલું પુસ્તક ભાષાની દૃષ્ટિએ સુધારવા માટે આપ્યું. એ પુસ્તક તે બીજા કોઇકના પુસ્તકમાંથી કરેલી સીધી ઉઠાંતરી છે એવું મેં જ્યારે ઇશ્વરભાઇ કાજીને બતાવ્યું ત્યારે તેઓ આશ્ચર્યચક્તિ થઇ ગયા હતા. પુસ્તક સુધારવાનું આ કામ મને સોંપ્યું તે બદલ તેઓ રાજી થયા અને તે લખનાર લેખકને બોલાવીને તેમણે આ ઊઠાંતરી બતાવી અને આખોય ગ્રંથ ફરીથી નવેસરથી લખાવ્યો. આથી કાજી સાહેબ સાથે પણ મારે ગાઢ પરિચય થયો. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં હું ગયો હોઉં ત્યારે કાજી સાહેબને નમસ્તે કર્યા વિના પાછો ફરું તો તેમને માઠું લાગતું.
મુંબઇમાં પોતાને ઘરે ફોન મેળવવો એ ઘણી તકલીફની વાત રહી છે. હીરાબહેનના ઘરે જ્યારે ફોન આવ્યો ત્યારે તેમને ખૂબ આનંદ થયો. ફોનથી તરત સંપર્ક થઇ શકે. કેટલેય ઠેકાણે જાતે જવું ન પડે અને કેટલાય કામ ઝડપથી કરી શકાય. હીરાબહેનના ઘરે આ ફોન આવ્યો એ એમને માટે ઉત્સવ જેવી ઘટના હતી, કારણ કે એથી ઘરમાં એકલતા લાગતી
નહિ.
હીરાબહેનનો આ નિર્ણય ઘણો જ ઉદાર અને ઉદાત્ત હતો. પોતે કરકસરથી રહેતા, પણ પાઠક સાહેબની રકમ પોતાના માટે વાપરતાએ નહિ. પાઠક સાહેબની રકમમાંથી તેઓ ખાનગીમાં કેટલાંક સાહિત્યકારને આર્થિક સહાય કરતા. કેટલાંકને ગ્રંથ પ્રકાશન માટે મદદ કરતા અને છતાં એ બધી વાતોની કશી પ્રસિદ્ધિ ન થાય તેની ખેવના રાખતા. ગુજરાતી સાહિત્ય પરિષદને પણ આ રીતે એમણે પાઠક સાહેબના નામની જમા થયેલી રકમમમાંથી માતબર રકમનું દાન આપ્યું હતું.
પોતાના ઘરે ફોન આવ્યા પછી હીરાબહેનના સંપર્કો ઘણાં વધી ગયા હતા. મુંબઇ અને ગુજરાતના સાહિત્ય જગતની પ્રવૃત્તિઓના વિવિધ પ્રવાહોથી ફોન દ્વારા તેઓ સતત પરિચયમાં રહેતાં. એને લીધે હીરાબહેનનો ફોન સતત રોકાયેલો રહેતો. માંડીને વાત કરવાની એમની પ્રકૃતિને લીધે પણ તેમની સાથેનો ફોન ઠીક ઠીક સમય સુધી ચાલતો. એમનો ફોન આવે અને છે...તે' શબ્દથી તેઓ કેટલીકવાર શરૂઆત કરતા અને વચ્ચે વચ્ચે પણ ‘છે...તે’, ‘છે....તે' ‘એમ...કે' બોલવાની પણ તેમને આદત હતી. એમના ઉચ્ચારનો જુદો જ લહેકો હતો. બધા દાંત પડાવ્યા પછી બત્રીશી આવી તે પછી હીરાબહેનના લહેકામાં થોડોક ફરક પડ્યો હતો, પરંતુ એમની ચેતનાની ઉષ્મા તો એવી જ અનુભવાતી. હીરાબહેનનો ફોન કોઇ કોઇ વાર તો કલાકનો સમય વટાવી જતો. અને એથી જ કંઇક કામ પ્રસંગે હીરાબહેનને ફોન કરવાનો હોય અને ઉતાવળમાં હોઇએ તો મનમાં એમ થાય કે ‘હમણાં ફોન કરવો નથી; વાત કરવાની મજા નહિ આવે.’
તા. ૧-૧-૧
એક દિવસ હીરાબહેને પોતાની ચિંતા વ્યક્તિ કરતાં અમને કહ્યું કે થોડા દિવસથી કોઇકનો રોજ રાતના બેથી ત્રણ વાગ્યાની વચ્ચે ફોન આવે છે. હું ઊઠીને લઉં છું પણ સામેથી કોઇ બોલતું નથી. કોઇક સતાવતું લાગે છે.’ મેં કહ્યું. ‘તમે એક નુસખો અજમાવી જુઓ. રાત્રે દસેક વાગે સૂઇ જાવ ત્યારે રિસીવર નીચે મૂકીને સૂઇ જાવ. અને સવારે છ વાગે ઊઠો ત્યારે રિસીવર પાછું મૂકી દો.' હીરાબહેને એકાદ મહિનો એ પ્રમાણે કરતાં અડધી રાતે આવતો ફોન બંધ થઇ ગયો હતો. પછીથી તો હીરાબહેને એવી ટેવ રાખી હતી કે કોઇનો પણ ફોન આવે કે તરત બોલતાં નહિ. સામેનો પરિચિત અવાજ હોય તો જ બોલવાનું ચાલુ કરે.
યુનિવર્સિટી ગ્રાંટ કમિશને મુંબઇ યુનિવર્સિટી અને એસ.એન.ડી. ટી. યુનિવર્સિટી માટે ગુજરાતી વિષયમાં પ્રોફેસરની પોસ્ટની મંજૂરી આપી, પરંતુ સરકારી કાર્યવાહીના કારણે તેનો અમલ થતાં તો પાંચેક વર્ષ નીકળી ગયાં. પરિણામે એ સ્થાનની ઉત્સુકતાપૂર્વક રાહ જોનાર એવા મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઇ વગેરે કેટલાક ધુરંધર પ્રાધ્યાપકો નિવૃત્તિવય વટાવી ચૂક્યા. એ સ્થાન તેમને મળ્યું નહિ. ગુજરાત યુનિવર્સિટીમાં ઉમાંશંકર જોશીને પ્રોફેસરનું સ્થાન મળ્યું હતું. એટલે પ્રોફેસરના પદ માટેના ઉમેદવાર ઉમાશંકરની કક્ષાના હોવા જોઇએ એવી મોટી અપેક્ષા ત્યારે બંધાઇ હતી. એટલે આવું માનભર્યું પદ સહેલાઇથી કોઇના હાથમાં ન જવા દેવું એવી લાગણી વડીલ અધ્યાપકોમાં પ્રવર્તતી હતી. ત્રીસેક વર્ષ પહેલાંની એ પરિસ્થિતિ ઉપર આજના પ્રોફેસરોની કક્ષાના સંદર્ભમાં જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે એ વખતે આપણાં વડીલ અધ્યાપકોએ કેવો અન્યાય ગુજરાતી ભાષાને અને સાથે સાથે આપણાં સમર્થ અધ્યાપકોને કર્યો હતો તે સમજાય છે.
૧૯૬૭/૬૮માં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં પ્રોફેસરોની પોસ્ટ માટે યુ.જી.સી.ની મંજૂરી મળી હતી. એ પોસ્ટની જાહેરાત થતાં હીરાબહેન તો એ માટે અરજી કરવાનાં જ હતા, પરંતુ પ્રિન્સિપાલ ફાટકના આગ્રહથી મારે પણ એ પોસ્ટ માટે અરજી કરવાનું પ્રાપ્ત થયું હતું. મારી બહું ઇચ્છા નહોતી. પરંતુ સંજોગો એવા ઊભા થયા હતા કે
અરજી કરવી પડે તેમ હતી. એ માટે ઝાલા સાહેબની તથા હીરાબહેનની સંમતિ પછી જ મેં અરજી કરી હતી, એ દિવસોમાં હીરાબહેન માટે એક પ્રશ્ન એ ઊભો થયો હતો કે એમણે પોતાના શોધ નિબંધ પછી નવું કંઇ સંશોધન કાર્ય કર્યું ન હતું. પ્રોફેસરની પોસ્ટ પ્રાપ્ત કરવા માટે આવું કંઇક સંપાદન-સંશોધન કરવું આવશ્યક હતું. હીરાબહેને એ વિશે મને વાત કરી. ચંદ્ર-ચંદ્રાવતીની વાર્તાનું સંપાદન ઇન્ટરવ્યૂ પહેલાં પ્રકાશિત કરવાની તેમની ઇચ્છા હતી. એ માટે તેમણે મારી સહાય માગી. ભારતીય વિદ્યા ભવનમાં બેસીને આ સંપાદન તૈયાર કરવામાં મેં તેમને સહાય કરી, એ વખતે હીરાબહેન પાસે નિખાલસતાથી એક વાત મેં રજૂ કરી કે, ‘હીરાબહેન, પ્રોફેસરની પોસ્ટ માટે હું પણ અરજી કરવાનો છું.