________________
૬
પ્રબુદ્ધ જીવન
વિનંતી કરવા આવ્યો. પણ હવે ચાલવાની અશક્તિ વરતાતી હતી. સંઘે પાલખીમાં લઇ જવાની વિનંતી કરી. પણ ગુરુ પરંપરાએ એ વિહારની સાચી રીતિ નથી એમ જણાવી ઉનામાં જ ચાતુર્માસ રહ્યા. એમના શિષ્ય વિજયસેનસૂરિ ત્યારે લાહોર હતા. એમને સંદેશો મોકલ્યો કે અકબરશાહની રજા માંગી કાગળ મળતાં જ ચાલી નીકળજો. શાહે દિલગીરી પ્રગટ કરી અને એક માસની અમારિનું ફરમાન વિદાયની સુખડી તરીકે આપ્યું. છ વિગયના ત્યાગનો અભિગ્રહ લઇ વિજયસેનસૂરિ હીરવિજયસૂરિને મળવા ચાલી નીકળ્યા. દરમ્યાનમાં પર્યુષણ પર્વ આવ્યાં. હીરવિજયસૂરિએ અમદાવાદથી ઉપાધ્યાય કલ્યાણવિજયને બોલાવ્યા.
આટલી વિગત સંક્ષેપમાં નોંધી કવિ હીરવિજયસૂરિના સ્વર્ગવાસના આગલા દિવસની ઘટના ઉપર આવી પહોંચે છે.
પર્યુષણ પૂરાં થયાં છે. ભાદરવા સુદ ૧૦ની મધરાતે હીરવિજયસૂરિ સૌ સાધુવૃંદને જગાડે છે.
વિમલહર્ષ અને સોમવિજયવાચકને પાસે બોલાવી અનશન લેવાની એમણે જાહેરાત કરી, સોમવિજયે વજ્રઘાતની જેમ આ વચનો સાંભળ્યા. વલોપાત અને વિનંતી કરવા લાગ્યા. કહ્યું કે ‘વિજયસેનસૂરિ આવી પહોંચે ત્યાં સુધી અનશન ન લો'. હીરવિજયસૂરિ કહે છે કે વિજયસેનસૂરિને મેં ગચ્છનાયક સ્થાપી આપ્યા છે. એટલે તેઓ ન આવે તો ચિંતા નથી. આમ કહી અનશનનો આરંભ કર્યો, પ્રાતઃકાળે સઘળો સંઘ મળ્યો ને રાતનો સૂરિજીનો નિર્ણય જાણ્યો. સંઘે અંગપૂજન કર્યું. તપગચ્છનાયકે સંધ્યા-પ્રતિક્રમણ સંઘને સંભળાવ્યું અને પછી ધ્યાનમાં સરી ગયા. ભાદરવા સુદ ૧૧ને દિને શ્રવણ નક્ષત્રે પાંચમી નવકારવાળીએ હીરવિજયસૂરિ નિર્વાણ પામ્યા.
દેવવિમાન આવ્યાં. આકાશવાણી થઇ. નિર્વાણમહોત્સવ થયો. કક્ષમાના વસ્ત્રની માંડવી તૈયાર કરાવાઇ. ચાર ઘડી રાત બાકી હતી ને
ઘંટાનાદ થયો. જે વાડીમાં એમનો અગ્નિસંસ્કાર થયો ત્યાં આંબા મહોરી ઊઠ્યા. મેઘજી પારેખે ત્યાં સ્તૂપ કરાવ્યો. ત્યાં રાત્રે દેવતાઓ આવી નાટારંભ અને વાજિંત્રગાન કરતા. વિજયસેનસૂરિને હીરવિજયસૂરિના નિર્વાણના સમાચાર અધવાટે મળ્યા. તેઓ વિલાપ કરવા લાગ્યા. સંઘે એમને ગચ્છનાયક બનવા વિનંતી કરી.
આખી કૃતિને સમગ્રતયા તપાસતાં ખાસ કોઇ વિશેષ કાવ્યચમત્કૃતિ વાળી બની નથી. છતાં કાવ્યત્વની દષ્ટિએ ધ્યાન ખેંચનારાં જે
જે સ્થાનો કે અંશો છે તેના પર એક ઊડતી નજર નાખી લઇએઃ
કવચિત જ પ્રસંગ નિરૂપણ આલંકારિક બન્યું છે
દીવનો સંઘ હીરવિજયસૂરિને ચાતુર્માસ માટે વિનંતી કરતા કહે છેઃ પ્રભુ દુઃપ્રાપ અશ્મે લહિઉ, મરુધર અમૃત-વેલિ'
અભિપ્રેત એ છે કે ગુજરાતમાં તો તમે ઘણું રહ્યા પણ અમારે ત્યાં તમારું આગમન એ તો મરુભૂમિમાં દુષ્પ્રાપ્ય એવી અમૃતવેલિ સમાન હશે.
“સંઘ પાટણનઉં સામટઉં, અમદાવાદી અતિ ઊલટયઉં, Ëસટયઉં ધીંગ ખંભાયતનો, વલીએ.’
શ્રી શત્રુંજય ગિરિવાટ એ, હીરજી અતિ ગહગાટ એ ઘાટ એ મુગત્તા કીધા ગચ્છધણીએ,’
h-2-6-6] *19
‘દીવ તણઉં પુણ્ય પાધરું, આવ્યઉ આવ્યઉ રે તપગછાય’ વૂઠઉં વૂઠઉ રે અમૃત-મેહ, તું મનમોહન હીરજી, શ્રાવક-મોર અતિ ગહગહ્યા, અતિ નાચઇ રે મદમાચઇ રે’
આ પંક્તિઓમાં હીરવિજયસૂરિના આગમનને અમૃતવૃષ્ટિ, ગહેકાટ કહ્યો છે. શ્રાવક સમુદાયને મયુરવૃંદ અને એમના આનંદને વૃષ્ટિથી થતો મયૂરનો
ગુરુજીનો વજ્રધાત સમો નિર્ણય જાણીને શિષ્ય સોમવિજય વલોપાત કરતાં કહે છેઃ
કોઇ વારો રે, હીરજીનઈ અણસણ કરતાં વારો, કોઈ ધ્યાઉ રે, ભવસમુદ્ર જહાજ, અણસણ કરતા વારો’ ‘સંઘ ચતુરવિધ નયણડાં કિમ ઠ૨સઇ વિણ પ્રભુચંદો રે, ✰✰✰
તુઝ વિણ કુણ પ્રતિબોધસઈ સાહ અકબર સરીખો નરીદી રે, કોઇ વારો રે'
હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિને ગુરુજીના નિર્વાણની અધવાટે જાણ થાય છે ત્યારે અંતકાળે ગુરુને ન મળી શકાયાની વેદના રજૂ કરતાં કહે છેઃ
‘અંત્ય સમય જિહાં મુઝ સંભારિઉ, ધન્ય હીરજી ગુરુ રાજોજી પણિ મઈ ચ૨ણ તે નવિ ભેટી શક્યાં, એ કોઇ મુઝ અંતરાયોજી’ કવિએ ક્યાંક ગુજરાતી સાથે હિંદીની છાંટ દ્વારા ઝમક આણવા પ્રયાસ કર્યો જણાય છે. ગુજરાતનો સંઘ વિનંતી કરતાં કહે છેઃ
પરપીડન કે ભંજન હીરજી હો, સુણી બીનતી કહા ઇસઈ ચૂપ
રહો?’
‘તુમ દેખનકું મન મોહી રહે, જિઉં અંતરતાપ ન થઇ કિંમેં”. ગુરુજીનું તેડું આવતાં વિજયસેનસૂરિ અકબરની વિદાય લે છે તે વખતનો સંવાદ અને પ્રસંગચિત્રણ પણ આવી મિશ્ર-ભાષામાં થયો છે: ‘લેખ દેખત હીરજીના વિજયસેન સુરિંદ,
સાહી અકબ્બરકું કહઇ અમેં દઉં બિદા નહિંદ. હીરવિજય સુરિંદકું કબહુ હઈ દરદ ટુંક ગૂઢ,
સુણિ શાહિ ‘હઇ, ક્યા ખુદા’ કહઈ, ભએ અતિ દિગ્મૂઢ’ અહીં અકબરશાહે ‘હઇ ક્યા ખુદા' કહી જે નીસાસો નાખ્યો અને દિગ્મૂઢ બન્યા એની એક ચિત્રલકીર ભાવપૂર્ણ રીતે ઊપસી આવી છે.
ગુરુજી છેલ્લું પ્રતિક્રમણ કરી ઘ્યાનમાં બેઠા ને પાંચમી નવકારવાળીએ અંતિમ ઉપદેશ સંભળાવ્યોઃ
આરંભની કડીઓમાં કવિએ જાળવેલા આંતરપ્રાસ ધ્યાન ખેંચે છેઃ ફારસી શબ્દપ્રયોગો જોઇ શકાશે.
‘અહમઇ પરભવિ પંથી હવા, તુહમે હુયો વિ ધર્મધોરી, જિનશાસન દી(પા) વયો રે સાધયો ઇહ-પરલોક'
હીરવિજયસૂરિના નિર્વાણ પછી એમની અંતિમ સંસ્કારવિધિ, ઉછામણી, નિર્વાણ સ્થળે દેવતાઓનું આગમન અને ગાનવાદન વગેરેનું ચિત્ર સંક્ષિપ્ત વર્ણન દ્વારા કવિએ ઊભું કર્યું છે.
અહીં પેસકસી, ફકીર, મહુર, ખેરાત, ફરમાઉં જેવા અરબી
આમ, આચાર્યશ્રીના નિર્વાણ પ્રસંગને કેટલીક પૂર્વાપર ઘટનાઓ સાથે સાંકળી લઇ કવિ વિવેકહર્ષે ઘણુંખરું વૃત્તાંત કથન, કેટલુંક વર્ણન અને કવચિત ભાવનિરૂપણ દ્વારા આ નાનકડા નિર્વાણ-રાસની રચના કરી છે.
૨. હંસરાજકૃત ‘હીરવિજયસૂરિ ચતુર્માસ લાભપ્રવહણ સાય’ હીરવિજયસૂરિ વિશેની બીજી એક પ્રસંગલક્ષી કાવ્યકૃતિ છે
અહીં ગેય દેશી ઢાળોમાં કેટલાંક ગીતો આવે છે, જેમાં પાત્રોના
હૃદયભાવોની અભિવ્યક્તિ છે તો કેટલાંક ગીતો વર્ણનપ્રધાન બન્યાં છે. હીરવિજયસૂરિ ચતુર્માસ લાભપ્રવહણ સજ્ઝાય.'
હીરવિજયસૂરિ દીવ પધારે છે તે વખતનાં આનંદ-ઊલટ આ ગીતમાં રજૂ થાય છેઃ
આ કૃતિ કવિ હંસરાજે રચી છે. કૃતિનું રચ્યા વર્ષ મળતું નથી. પણ એની પ્રત સંવત ૧૬૮૫માં લખાઇ છે. (આ કૃતિની પ્રત જે વર્ષમાં