________________
૧૦
પ્રબુદ્ધ જીવન
પ્રદેશી રાજા પૂર્વવયમાં બધી રીતે વ્યસની તથા નાસ્તિક હતો, કેશી ગણધરથી પ્રતિબોધિત થઇ ધર્મ આરાધનામાં ગરકાવ થયો. રોષે ભરાયેલી સૂરિકાન્તા રાણી તેમને પૌષધમાં હોવા છતાં દ્વેષથી ઝેર આપ્યું એટલું જ નહીં; પરંતુ પ્રેમ પ્રગટ કરતી હોય તેવો ડોળ કરી પોતાનો કેશકલાપ તેના ગળાની આસપાસ એવી રીતે વિંટાળી દીધો કે ગળે ટૂંપો દઇ મૃત્યુ લાવી દીધું. તેણે આ બધું પ્રતિકાર વગર સમતા ભાવે સહી લીધું જેથી મૃત્યુ બાદ સૂર્યાભદેવ થયા. વિવેકહીન રાજા સમતા સાગરમાં ! અને પ્રાણપ્રિય પતિને મારનારી વિવેકશૂન્ય પત્ની ! પ્રવરદેવ નામના ભિખારીને કોઢ થયો. મુનિ પાસે અવિરતીનું પાપ દૂર કરવા કટિબદ્ધ થયો.જબ્બર તપ કર્યું. એક વિગઇ, એક શાક, એક વસ્તુ ભોજનમાં લેવાનું વ્રત કર્યું, તેના પ્રતાપે કરોડપતિ થયો; છતાં પણ આ નિયમ તથા ઉષ્ણ અચિત જળપાન ચાલુ રાખ્યું. તેના પ્રતાપે બાર વર્ષના દુકાળની ઐમિત્તકની ભવિષ્યવાણી ખોટી પાડી, ધોધમાર વરસાદ વરસ્યો. તપ શું નથી કરી શકતું ? શ્રદ્ધાપૂર્વકનો તપ ચમત્કાર સર્જી શકે છે. રસના લોલુપતા દૂર થતાં કોઢ ગાયબ.
મેતાર્યનો જન્મ ચાંડળકુળમાં થયો હતો. એક પ્રસંગે શેઠાણી ચાંડાલણીના સંતાનોની અદલાબદલી કરાય છે. મેતાર્ય શેઠાણીને ત્યાં ઉછરે છે. તેનો મિત્ર જે દેવ થયો છે તે લગ્નમાં ભંગ પડાવે છે. મિત્ર દેવને ગયેલી આબરૂ પાછી મેળવ્યા પછી તેના કહેવા મુજબ કરવાનું વચન આપે છે. દેવની મદદથી ત્રણ વસ્તુ સિદ્ધ કરી આપવાથી મગધપતિ શ્રેણિકની પુત્રીને પણ પરણે છે. બાર વર્ષ પછી મિત્ર દેવ ફરી યાદ દેવડાવે છે. મુનિ થાય છે. સોનીને ત્યાં ભિક્ષા માટે જાય છે. પંખી જવાળા ચણી ગયું. જીવ હિંસા ન થાય તેથી તેના પરનો આરોપ સંહન કરે છે. સોનીએ માથે મૂકેલા દેવતા સમતાથી સહન કરે છે. આત્મકલ્યાણ સાધે છે. જૈન દર્શનમાં મેતાર્ય જેવી નીચ ચંડાળની કુખે જન્મેલો પણ સમતાપૂર્વક દુઃખ સહન કરે તો કલ્યાણ સાધી શકે છે તથા સંયમના દ્વાર સર્વને માટે ખુલ્લા છે એવો ઉદાર દષ્ટિવાળો જૈનધર્મ છે.
મગધદેશના નાસ્તિક અધિપતિ રાજા શ્રેણિક ભગવાન મહાવીરની સુશ્રાવિકા ચેઘણાના કુશળ પ્રયત્નવશાત્ જ્ઞાયિક સમક્તિી બન્યા. તે પૂર્વે મહામિથ્યાત્વી હતા; ત્યારે હરણીના શિકારમાં અત્યંત આનંદ વ્યક્ત કર્યો જેથી પ્રથમ નરકે ગયા. સમક્તિ પ્રાપ્ત કર્યા પછી પતનમાંથી ઉન્નતિ સાધી પુણ્યાનુબંધી પુણ્યના પ્રતાપે પ્રથમ તીર્થંકર નામે પદ્મનાભ આવતી ચોવીસીમાં થશે.
સુકુમાલિકા રાજકુમારી બે મુનિબંધના ઉપદેશથી સાધ્વી થઈ. પોતાના સુંદર રૂપને કારણે પોતાનું શીલવ્રત ભયમાં ન મૂકાઇ જાય તે ભયથી આજીવન અનશન ધારણ કરે છે. ભૂલથી મહાપાર વિઠાવણી ક્રિયા કરાઇ. તેમાં મૃત્યુ પામેલાને વનમાં મૂકી દેવામાં આવે છે. ઠંડા પવનથી તે મૃત્યુ પામી છે તેમ માની વનમાં મૂકી દેવાઇ હતી. તેના શરીરમાં ઠંડા પવનથી ચૈતન્ય ઝબક્યું. કોઇ સાર્થવાહ ઘેર લઇ ગયો. નિર્દોષ સ્નેહથી સેવા કરે છે. નિર્દોષમાંથી સદોષ થઇ ગયું. તેની પત્ની બની. શુભ નસીબે બંધુમુનિઓ ભિક્ષાર્થે ત્યાં આવી પહોંચ્યાં. ઘટસ્ફોટ થતાં પાપનો ઘોર પશ્ચાતાપ કરી તેણે ફરી દીક્ષા લઇ ઉત્થાન આત્મસાત્ કર્યું. તેથી કરેલા પાપ પ્રત્યે ધૃણા, ગર્હણા, ભર્ત્યના, આલોચનાદિથી પાપી પણ ધર્મી બને છે. સાધ્વીમાંથી ગૃહિણી બનવાનો અવિવેક હતો
ને!
તા. ૧૬-૨-૯૫ મૃત્યુના સમાચારથી, ભાઇ દ્વારા થયેલા વધનાં કારણ જાણી મળતા મંત્રીપદને તિલાંજલિ આપી આલોચના કરતાં કરતાં લોચ કરી એવી ‘દુષ્કર દુષ્કર' ચારિત્ર વિષયક કરણી કરી કે જેથી ચોર્યાશી ચોવીસી સુધી પોતાનું નામ અમર કરી ગયો. કેવું ચારિત્ર્યભ્રષ્ટ જીવન અને કેવું ઉન્નતિને શિખરે પહોંચાડે તેવું આચરણ ! અવિવેકમાંથી વિવેક.
ગુર્જરેશ્વર કુમારપાળ પછી ત્રણ વર્ષ સુધી શાસન કરનાર અજયપાળે કાળો કેર વર્તાવ્યો. અનેક જિનાલયો તોડી નંખાવ્યા, સાધુઓને ખૂબ સતાવ્યા. ચોકીદારની માતા સુહાગદેવી સાથે સંભોગ, પકડાઇ જતાં ધાંધાએ પોતાની માતાને વિકટાવસ્થામાં જોઇ ગુસ્સે થઇ અજયપાળને માથામાં મોટો પત્થર મારી માથું ફાડી નંખાવ્યું. ક્યાં એક શાસન કરતો વિષયલંપટ, નાસ્તિક રાજા અને ક્યાં નીચ કાર્ય કરનારી તેની તે જ વ્યક્તિ ! વિવિકભ્રષ્ટ થયો માટે ને ?
જે નગરીના મધ્યભાગમાં દેવો વડે રત્નમય શિખરોથી યુક્ત જિનેશ્વર ભગવંતોના સ્તૂપોનું નિર્માણ થયેલ છે, અને જેનો પ્રભાવ સર્વ દિશામાં પ્રસરેલો છે; એવા મથુરામાં યમુન નામે રાજા હતો. નગરની યમુના નદી નજીક દંડ નામે અણગાર આતાપના લઇ રહ્યા હતા. રાજાએ તેમને જોયા, કિલષ્ટ કર્મોના ઉદયથી તેના પર કોપ થયો. તેના મસ્તકનો છેદ કર્યો. તેને અનુસરીને સેવકોએ ઇંટો-ઢેખારાનો વરસાદ વરસાવ્યો. સાધુ સમતાપૂર્વક સહન કરતાં મારાં પૂર્વકૃત કર્મ ઉદયમાં આવ્યા છે, કોઇનો અપરાધ નથી. આવું શુકલધ્યાન ઉલ્લસિત થતાં કેવળજ્ઞાન પામ્યાં. અંતકૃતકેવળી થઇ સિદ્ધિપદ પામ્યા.
ત્યારપછી ઇન્દ્રે પુષ્પાદિથી તેમની પૂજા કરી. યમુન રાજાને તેના કાર્ય બદલ લજ્જા થઇ. ધિક્કાર થાઓ એમ વિચારી વધ કરવા તૈયાર થયા. ઇન્દ્રે કહ્યું અપરાધની શુદ્ધિ થાય તેવું પ્રાયશ્ચિત કરો. આલોચનાથી માંડી પારાંચિત સુધીના પ્રાયશ્ચિતો પૂછ્યાં. શુદ્ધ ચારિત્ર્ય એ પ્રાયશ્ચિત છે. તેમણે અભિગ્રહ ધારણ કર્યો કે ભોજન પહેલાં, કે તે દરમ્યાન જો આ પાપ યાદ આવે તો મારે ભોજન કરવું નહીં. તે પ્રમાણે તેમણે એક પણ દિવસ ભોજન લઇ ન શક્યા. ફરી વ્રતો ઉચ્ચારી, પંડિત મરણની સાધના કરી, કાળ કરી તેઓ દેવલોકમાં ઉત્પન્ન થયા. અહીં અવનતિ અને ઉન્નતિ બંને જોવા મળે છે. મુનિને કદર્થના ક૨વાની વિવેકશૂન્યતા હતી તેથી ને ?
સુમેરપ્રભ નામનો હાથી જંગલમાં દાવાનલ વખતે ઉંચા કરેલા પગ નીચેના સસલાને બચાવવા અઢી દિવસ પગ ઉંચો રાખે છે. મૃત્યુ બાદ શ્રેણિકના પુત્ર મેઘકુમાર થાય છે. દીક્ષા પછી પ્રથમ રાતે અગવડ સહન થવાથી દીક્ષા ત્યજવા તૈયાર થાય છે. મહાવીરસ્વામી પાસે પૂર્વ ભવ જાણી દીક્ષા ન ત્યજતાં મેઘકુમાર ચારિત્ર ચમકાવી કલ્યાણના પંથે વિચરે છે. અહીં પરીષહ ન સહન કરવાનો અવિવેક હતો !
સ્થૂલીભદ્ર રૂપાકોશાથી આકર્ષિત થઇ માતા-પિતાની અવજ્ઞા કરી બાર વર્ષ સુધી ત્યાં અમનચમનાદિ કાર્યોમાં રસમગ્ન રહ્યો. પિતાના
પત્નીની આંખો સજળ થયેલી જોઇ, જેને લીધે આ ઉમળકો ઊભરાઇ આવ્યો છે તે વ્યક્તિ તેનો જાર હોવો જોઇએ તેવા મિથ્યા દુરાગ્રહને લીધે; ઝાંઝરિયા મુનિનો ઘાતક રાજા પશ્ચાતાપના પાવન અત્રિમાં પોતાના ધનધાતી કર્મોને સળગાવી નાંખવામાં સફળ બન્યો છે. દષ્ટાંતમાં પતનમાંથી ઉત્થાન થયું છે. મુનિને મારી નાંખવાનો અવિનય હતો.
વિશાળ સાધ્વી સમુદાયના ગુરુણી અજજા સાધ્વી અચેતજળના સેવનથી કોઢ થયો તેવી ઉત્સૂત્ર પ્રરૂપણાથી જીવન હારી ગયા.
રહ્યા સાધ્વીએ ચકલા-ચકલીનું મૈથુન જોઇ; તીર્થંકર આ બાબતમાં શું જાણે તેમ માની માનસિક પતન થતાં કપટપૂર્વક પચાસ વર્ષો સુધી તીવ્ર તપશ્ચર્યા જેવી કે ઉપવાસ, આયંબિલ કર્યાં; પરંતુ કપટશલ્ય દૂર ન થતાં ૮૦ ચોવીસી સુધી રખડતાં થઇ ગયાં, પોતાની શોક્યોને નજિનપૂજામાં પારંગત બનાવનારી રાજરાણી કુંતલા ઇર્ષ્યાથી બળી મર્યા પછી કુતરી થઇ. ઇર્ષ્યા પતન કરાવનારું કારણ થયું.
૫૦૦ શિષ્યોના અગ્રણી આચાર્ય અંગારમર્દક કોલસી પર પગ ચાંપતા ‘કેવાં જીવો મસળાઇ રહ્યાં છે' તેવો પાપી વિચાર કરનારી વ્યક્તિ અભવ્ય છે તેની ખાતરી થઇ, સમ્યક્ત્વ વી નાંખે છે; તિર્યંચ ગતિમાં ચાલ્યા જાય છે.
સ્ત્રી દ્વારા તારું પતન થશે તે ગુરુની શંકાને નિર્મૂળ કરવા કોઇ પણ પ્રકારની સ્ત્રીથી બચવા જેણે દૂરવાસ સ્વીકાર્યો, નદીના વહેણને વાળી દીધું; તેથી તે તપસ્વીનું નામ કુલવાલક પડ્યું. જેણે તીવ્ર તપશ્ચર્યા કરી છે તે માગધીકા વેશ્યાના સંપર્કમાં આવ્યા પછી મુનિસુવ્રતસ્વામીનો