________________
h-2-h-4 *P
પ્રબુદ્ધ જીવન
પાછા આવી ગયા. તેમને માથેથી એક ઘાત ગઇ. હરીન્દ્રભાઇએ અમૃતસરથી પાછા ફરતાં ટ્રેનમાં પોતાના અકાળ અવસાનની જે આગાહી કરી હતી તે આ કારણે જ કરી હતી તેની હવે મને ખાત્રી થઇ ગઇ હતી.
હરીન્દ્રભાઇના જીવનમાં એમના દામ્પત્ય જીવનના વિસંવાદે ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. કેટલીક વ્યક્તિઓના જીવનમાં મોહનીય કર્મના પ્રબળ ઉદયને કારણે આવો વિસંવાદ સર્જાય છે ત્યારે જીવનમાં ઘણો ખળભળાટ મચી જાય છે. એક બાજુ પત્ની અને સંતાનો અને બીજી બાજુ અન્ય સ્ત્રી સાથેના સ્નેહનું ખેંચાણ. ચાહીશ તો બન્નેયને હું' એવી કવિ કલાપીની મનોદશા જેવી સ્થિતિ સર્જાઇ હતી. ડૉ. ભારતી શેઠ સાથેનો સ્નેહ સંબંધ વધતાં જતાં હરીન્દ્રભાઇના જીવનમાં ઘણી વિષમ પળો આવી હતી. કોઇ કોઇ વખત ચોપાટી પર તેઓ ત્રણે સાથે ફ૨વા નીકળતાં ત્યારે અમને મળતાં: હરીન્દ્રભાઇ પોતે પોતાના આ અંગત જીવનની મનોવ્યથા કોઇ કોઇ વખત મને કહેતા. અમારે એ દિવસોમાં એટલું નિયમિત મળવાનું થતું નહિ પરંતુ પોતાની મનોવ્યથા અંગત રીતે વ્યક્ત કરવા માટે તેઓ મને મળવા આવતા. મારી યુનિવર્સિટી અને જનશક્તિની ઓફિસ વચ્ચે પાંચ મિનિટનું પણ અંતર નહિ, પરંતુ એકાંતમાં દોઢ-બે કલાક બેસીને વાત કરી શકાય. એટલા માટે અમે નજીકમાં આવેલી ખૈબર નામની રેસ્ટોરામાં બપોરના ત્રણ ચાર વાગ્યા પછી મળતા. તે વખતે રેસ્ટોરામાં લોકોની ખાસ અવરજવર ન હોય. બે સ્ત્રીઓ પ્રત્યેના પ્રેમની વ્યથાને કારણે ધર છોડીને પોતાને ક્યાંક ભાગી જવાની અને સંન્યાસી થઇ જવાની ઇચ્છા થાય છે એવું તેઓ કહેતા. એક વખત એમણે મને કહ્યું, ‘મેં જયાને ચોખ્ખું કહી દીધું છે કે તારી સાથેના જીવનનો અંત આણવા માટે મેં આપઘાત કર્યો, પરંતુ ભગવાનની મરજીથી હું બચી ગયો છું. એટલે મારા જીવન ઉપર હવે તારો અધિકાર રહેતો નથી. ભગવાને જ મને ભારતી માટે બચાવી લીધો છે. મારું શેષ જીવન હવે ભારતી માટે છે.' આ પરિસ્થિતમાંથી કોઇ રસ્તો નીકળી શકે કે કેમ અને તેમાં હું મદદરૂપ થઇ શકું કે કેમ તે વિશે મેં પૂછ્યું હતું, પરંતુ એમણે કહ્યું કે, ‘રમણભાઇ, પરિસ્થિતિ હવે એવા વળાંક ઉ૫૨ છે કે બીજો કોઇ રસ્તો નીકળી શકે એમ નથી.'
.
હરીન્દ્રભાઇ જનશક્તિમાં તંત્રી તરીકે હતા ત્યારે એક દિવસ મને મળવા આવ્યા હતા. મને કહે કે ‘તમારું ખાસ કામ છે. ‘જન્મભૂમિ' માંથી મનુભાઇ મહેતા તંત્રી તરીકે નિવૃત્ત થયા છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહની ઇચ્છા છે કે હું જન્મભૂમિના તંત્રી તરીકે જોડાઉં, પણ તેઓ મારી નિમણૂંક કરે તે પહેલાં મારે એમની સાથે ખુલાસો કરી લેવો જોઇએ કે મારે ભારતી શેઠ સાથે સંબંધ છે. હું ‘જનશક્તિ’ છોડી ‘જન્મભૂમિ'માં તંત્રી તરીકે જોડાઉં અને પછી એમને મારી આ વાતની ખબર પડે અને કોઇક સંજોગોમાં તેઓ મને છૂટા થવાનું કહે તો તે સારું કહેવાય નહિ.' હરીન્દ્રભાઇની વાત સાચી હતી. અમે બંને સમય નક્કી કરીને ચીમનલાલ ચકુભાઇના ઘરે રાત્રે મળવા ગયા. એ વખતે કંઇક સંકોચ સાથે પણ હરીન્દ્રભાઇએ પોતાના આ અંગત જીવનનો ખુલાસો કર્યો. ચીમનભાઇએ કહ્યું કે ‘હા, આવી ઊડતી વાત મેં પણ સાંભળી હતી, પણ એ વખતે મેં એ વાતને માની નહોતી.' હરીન્દ્રભાઇએ ચીમનભાઇને આગ્રહ કર્યો કે તમારા બોર્ડમાં નિમણૂંક અંગે વિચારણા થાય ત્યારે તમે બધા જ ટ્રસ્ટીઓને મારી આ વાત અગાઉથી જણાવશો કે જેથી પાછળથી કોઇપણ ટ્રસ્ટીને મારા આ અંગત જીવન વિશે કંઇ કંહેવાપણું રહેવા ન પામે.’
હરીન્દ્રભાઇની જન્મભૂમિ અને પ્રવાસીના તંત્રી તરીકે નિમણૂંક થઇ. હરીન્દ્રભાઇને પોતાને પણ એમ લાગ્યું કે ભારતીબહેન સાથેના પોતાના સ્નેહ સંબંધને જાહેર કરી દેવો જોઇએ અને તે અનુસાર તેમણે જગન્નાથપુરીમાં ભગવાનની સાક્ષીએ લગ્ન કરી લીધાં અને ત્યાર પછી પ્રમુખસ્વામી અને બીજા સંતોના આશીર્વાદ સાથે પોતાનું નવું ામ્પત્યે જીવન જાહેર રીતે શરૂ કરી દીધું. જીવનનો જાણે આ એક બીજો જ તબક્કો હોય તેવું બંનેના જીવનમાં બન્યું હતું.
હરીન્દ્રભાઇએ ભારતીબહેન સાથે જુદા રહેવાનું ચાલુ કર્યું. ત્રણ સંતાનની માતા એવાં ભારતીબહેન માટે પણ જીવનનો આ નવો વળાંક
૩
હતો. એમના પતિ અનિલભાઇ શેઠ રાજીખુશીથી છૂટા થઇ ગયા હતા. (અનિલભાઇ શેઠ ઝેવિયર્સ કોલેજમાં મારા વિદ્યાર્થી હતા અને જે દિવસે એમની સગાઇ થઇ તે દિવસે એમણે મને સ્ટાફ રૂમમાં આવીને એ ખુશ ખબર આપ્યા હતા. એનું સ્મરણ આજે પણ તાજું છે.)
હરીન્દ્રભાઇ જન્મભૂમિમાં તંત્રી તરીકે જોડાયા તે પછી કોલમ લખવા માટેના પોતાના નિયંત્રણની મને યાદ અપાવી. અમે જન્મભૂમિમાં મળ્યા. અને મેં એમના નિયંત્રણનો સ્વીકાર કર્યો. દર પંદ૨ દિવસે એક લેખ લખવો એવું વિચાર્યું હતું, પરંતુ તે દરમિયાન ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રીપદની જવાબદારી મારે સ્વીકારવાની આવી. વળી એક પછી એક એવા સંજોગો ઊભા થતા ગયા કે છેવટે હું તે કોલમ લખી શક્યો નહિ. આમ છતાં હરીન્દ્રભાઇનું નિમંત્રણ કાયમ માટે ઊભું જ હતું. ‘પ્રબુદ્ધ જીવન’માં લખાયેલા મારા લેખો તેઓ અવારનવાર જન્મભૂમિમાં પુર્ન પ્રકાશિત કરતા રહ્યા હતા.
૧૯૮૪માં હરીન્દ્રભાઇને માંદગીને લીધે હરકીશન હોસ્પિટલમાં ઘણા દિવસ રહેવું પડ્યું હતું. પેટમાં અસહ્ય દુઃખાવો થતો. પણ દુખાવાનું કારણ પકડાતું નહોતું. સારું થયું એટલે ઘરે આવ્યા. પણ કોઇ કોઇ વખત દુખાવો થઇ આવતો. ત્યારે તો એવું જ લાગતું કે તેઓ આ માંદગીમાંથી બેઠા થઇ શકશે કે કેમ ? એ દિવસોમાં હું રાત્રે હરીન્દ્રભાઇ પાસે જતો અને એમને કેટલાંક જૈન સ્તોત્રો અને મંત્રો સંભળાવતો. (હરીન્દ્રભાઇએ જન્મભૂમિમાં મારે વિશે લેખ લખેલો તેમાં આ વાતનો નિર્દેશ કર્યો હતો.) એથી એમની પ્રસન્નતા વધતી જતી હતી. પેટનો દુખાવો જ્યારે ઊપડતો ત્યારે તે એટલો અસહ્ય રહેતો કે ઘેનનું ઇન્જેક્શન આપવા માટે તેઓ ભારતીબહેનને કહેતા, પણ ભારતીબહેન કહેતા કે એમ વારંવાર એવું ઇન્જેક્શન લેવું સારું નહિ, હરીન્દ્રભાઇની તબિયત ક્રમે ક્રમે સુધરતી ગઇ અને તેઓ ફરી પાછા જન્મભૂમિમાં તંત્રી તરીકે સક્રિય બન્યા. ૧૯૮૪થી ૧૯૯૪ના દાયકામાં એમણે સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે ઘણું કામ કર્યું. અનેક જાહેર સમારંભોમાં તેમણે ભાગ લીધો. રાજીવ ગાંધી સાથે પત્રકાર તરીકે કેટલીક વિદેશયાત્રાઓ પણ કરી. એમના જીવનનો આ છેલ્લો દાયકો ખૂબ ઝળહળતો રહ્યો.
કેટલાક સમય પહેલાં સૌરાષ્ટ્રમાં મોરબીની રોટરી કલબ તરફથી મને અને હરીન્દ્રભાઇને વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ મળેલું. સામાન્ય રીતે રોટરી કલબમાં વ્યાખ્યાન વીસ મિનિટનું રહે છે અને આગળ પાછળની ઔપચારિક વિધિ ઘણી થાય છે. એટલે મારી મોરબી જવાની ઇચ્છા ન હતી, પરંતુ હરીન્દ્રભાઇનો ફોન આવ્યો કે મોરબીના સુખલાલભાઇ મહેતા સાથે એ બાબતનો મેં ખુલાસો કરી લીધો છે અને તેઓ કલબની ઔપચારિકતામાં સમય ન લેવાના હોય અને વ્યાખ્યાન માટે પૂરતો સમય આપવાના હોય તો જ નિયંત્રણ સ્વીકારીશું. એ ખુલાસો થતાં અને હરીન્દ્રભાઇનો આગ્રહ થતાં મેં પણ મોરબીના એ નિમંત્રણનો સ્વીકાર કર્યો હતો : મુંબઇથી અમે સાથે વિમાનમાં રાજકોટ ગયા હતા. ત્યાં મોરબીથી રોટેરિયન ભાઇઓ ગાડી લઇને તેડવા આવ્યાં હતા. આ રીતે મોરબીમાં અમને બે દિવસ સાથે રહેવા મળ્યું હતું.ને વ્યાખ્યાનોના કાર્યક્રમમાં અન્ય ઔપચારિકતા ન હોવાને લીધે તથા કાર્યક્રમ રોટેરિયન ઉપરાંત અન્ય રસિક વર્ગને માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો એથી કાર્યક્રમ સારી રીતે યોજી શકાયો હતો. આ બે દિવસ હું અને હરીન્દ્રભાઇ સાથે હોટલમાં એક જ રૂમમાં હતા.સાથે રહેવા મળ્યું એને લીધે ઘણી અંગત વાતો થઇ હતી. હરીન્દ્રભાઇના અંગત જીવનની ઘણી વાતોથી હું માહિતગાર હતો એટલે એ રીતે પણ દિલ ખોલીને વાત કરવાની અનુકૂળતા હતી.
હરીન્દ્રભાઇની વિદાયથી મેં એક અંગત સ્વજન ગુમાવ્યા જેવું દુઃખ અનુભવ્યું છે. જાહેર જીવનની સિદ્ધિ પ્રસિદ્ધિ અને અંગત કૌટુંબિક જીવનની મનોવ્યથાઓ એ બે વચ્ચે સમતુલા જાળવવાનું સરળ નથી. તેઓ સ્વસ્થતાપૂર્વક સતત લખતા રહ્યા હતા. ક્યારેક એમની મનોવ્યથા હરીન્દ્રભાઇએ પોતાની વેદનાને અંતરમાં સમાવી દીધી હતી. એથી જ એમની નવલકથાનાં પાત્રો દ્વારા વ્યક્ત થતી, પરંતુ તેમાં પણ તેઓ
સૌમ્યતા જાળવતા.
હરીન્દ્રભાઇના પુણ્યાત્માને અંતરથી શ્રદ્ધાંજલિ અર્પે છું . રમણલાલ ચી. શાહ