________________
૦ વર્ષ : (૫૦) + ૬ ૦ અંકઃ ૬
તા. ૧૬-૬-૯૫૭ ♦ Regd. No. MH. By. / South 54. Licence 37 શ્રી મુંબઇ.જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
પ્રબુદ્ધ થવા
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૭ ૭ ૭ વાર્ષિક લવાજમ રૂા. ૩૦ તંત્રી : રમણલાલ ચી. શાહ ભારતનાં કતલખાનાં
થોડાં વખત પહેલાં દિવાળીબહેન મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના મુ. શ્રી મફતલાલ મહેતા સાથે ખ્યાતનામ પત્રકાર શ્રી પ્રીતીશ નાન્દીને મળવાનું થયું હતું. એ વખતે જીવદયાના ક્ષેત્રે શ્રીમતી મેનકા ગાંધી કેવું મહત્ત્વનું કાર્ય કરી રહ્યાં છે તેની વાત નીકળી હતી. શ્રીમતી મેનકા ગાંધીએ ભારતનાં કતલખાનાંઓ સામે એક મોટી ઝેહાદ ઉપાડી છે. એમણે તાજેત૨માં હૈદ્રાબાદના અલ કબીર નામના કતલખાના વિશે લખેલી એક અભ્યાસપૂર્ણ લેખમાળા એક અંગ્રેજી દૈનિકમાં છપાઈ છે. શ્રીમતી મેનકા ગાંધીએ સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓના અધિકૃત આંકડાઓ આપીને બતાવ્યું છે કે અલ કબીરનું કતલખાનું ભારત માટે અને વિશેષતઃ આંધ્રપ્રદેશ માટે કેટલું બધું હાનિકારક છે.
શ્રીમતી મેનકા ગાંધીએ પંજાબમાં હરિયાણાની સરહદ ઉપર આવેલા બસે ડેરા નામના ગામમાં સ્થાપવામાં આવેલા કતલખાના સામે ઝેહાદ ઉપાડી હતી. અન્ય કેટલીક સંસ્થાઓએ પણ તેનો વિરોધ કર્યો. હતો. સ્થાનિક લોકોએ પણ ઘણો બધો ઉહાપોહ કર્યો હતો. છેવટે પંજાબની સરકારને એ કતલખાનું બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો. હતો. એ કતલખાનાની યંત્ર સામગ્રીનું શુદ્ધિકરણ કરી એનો ઉપયોગ હવે શાકભાજી અને ફળ-ફળાદિ માટે કરવામાં આવશે એવી જાહેરાત પંજાબની સરકારે કરી છે.
પંજાબની જેમ આંધ્ર પ્રદેશની સરકાર માટે પણ અલ કબીરનું કતલખાનું એક સમસ્યારૂપ બની રહ્યું છે. અલ કબીરનું કતલખાનું • ખાનગી માલિકીનું છે, પરંતુ તેમાં સરકારે પણ મૂડી રોકાણ કર્યું છે. ભારતમાં દીર્ઘદષ્ટિથી વિચાર કર્યા વિના, લોકોની લાગણીને સમજ્યા વિના, ભારતીય અર્થતંત્રનો સમગ્રપણે ઊંડાણથી પરામર્શ કર્યા વિના જે કેટલાંક ઉતાવળિયાં સાહસો આધુનિકતાને નામે વિશાળ પાયા ઉપર થાય છે તે સરવાળે કેવાં નુકસાનભરેલાં છે તે પાછળથી સમજાય છે.
આંધ્ર પ્રદેશમાં હૈદ્રાબાદમાં કેટલાક સમય પહેલાં સ્થપાયેલા અલ કબીર નામના જંગી કતલખાના માટે આરંભથી જ ઘણો વિરોધ થતો રહ્યો છે. હૈદ્રાબાદના ચાતુર્માસ દરમિયાન પૂ. કલાપ્રભસાગરસૂરિએ ઉપવાસ પણ કરેલા. આ કતલખાનું રાજ્યની માલિકીનું નથી, પરંતુ અંગત માલિકીથી તે સ્થાપવા માટે સરકારે પરવાનગી આપેલી છે. અલ કબીરના કતલખાના માટે જોઇતો પશુઓનો પુરવઠો હવે પૂરતા પ્રમાણમાં મળી રહેતો નથી અને તેથી આર્થિક દૃષ્ટિએ તેને ધારેલી સફળતા મળી નથી. આવું મોટું કતલખાનું દેશના હિતમાં નથી એ વાત
સમજાય એવી છે. એથી ઘણા સમાજ હિતચિંતકોએ તેનો પ્રખર વિરોધ કર્યો છે.
ભારતમાં મૂડી રોકણને માટે વિદેશમાં વસતા ભારતીય (NRI) નાગરિકોને માટે સરકારે જે વિવિધ આકર્ષક યોજનાઓ કરી છે એના અન્વયે આ અલ કબીરનું કતલખાનું સ્થપાયું છે. મધ્ય પૂર્વના દેશોને માંસ પૂરું પાડીને કરોડો રૂપિયાનું હુંડિયામણ ભારતને કમાવી આપવાના આશયથી આ કતલખાનું ચાલુ કરવામાં આવ્યું છે. પાંચ વર્ષના ગાળામાં આ કતલખાનામાં ૩૭ લાખ ઢોરની કતલ થઇ ચૂકી છે. પરંતુ તેની સામે વિદેશી હુંડિયામણ વર્ષે આશરે વીસ કરોડ રૂપિયા જેટલું રહ્યું છે. સરકારને એટલી આવક નથી થઇ, માત્ર હુંડિયામણ મળ્યું છે. આવકવેરા રૂપે સરકારને ઓછી રકમ મળે છે, કારણ કે એન. આર. આઈ. ને ઘણા લાભ મળે છે. આમ, થોડીક વ્યક્તિઓના લાભાર્થે દેશનું પશુધન વેડફી નાંખવામાં કોઇ દૃષ્ટિ રહેલી જણાતી નથી.
છેલ્લાં ત્રણેક દાયકામાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં અર્થતંત્રની દૃષ્ટિએ જે કેટલાંક મોટા ફેરફારો થયા છે એમાંનો એક તે મધ્ય પૂર્વ (Middle-East)ના દેશોની આર્થિક સમૃદ્ધિ છે. તેલ, પેટ્રોલ, ગેસ વગેરેના મોટા પાયા ઉપર થયેલા ઉત્પાદનને કારણે સાઉદી અરબીયા, ઇરાન, ઇરાક, કુવૈત, ઇજિપ્ત વગેરે દેશો આર્થિક દૃષ્ટિએ થોડા વખતમાં ઘણાં સમૃદ્ધ બની ગયાં. મધ્યપૂર્વના ઘણા ખરા દેશોમાં રણ વિસ્તાર ઘણો હોવાને લીધે, અસહ્ય ગરમીના કારણે પશુધન ઘણું જ ઓછું છે અને સમગ્ર પ્રજા માંસાહારી છે. વળી હુંડિયામણની પ્રાપ્તિને લીધે આ દેશોની સારી જાતના વિવિધ પ્રકારના માંસાહાર માટેની ભૂખ ઘણી ઊંઘડી છે. પોતાને ત્યાં પશુધન ઓછું હોવાને લીધે તેઓ બીજા દેશોમાંથી માંસની આયાત કરવા લાગ્યા છે. તેલની અઢળક કમાણીને લીધે ગમે તે મોંઘો ભાવ પણ તેઓને પરવડવા લાગ્યો છે. ત્યાંના શ્રીમંત વર્ગોમાં અને મોટી મોટી હોટલોમાં માંસાહારના જાત જાતના શોખ વધવા લાગ્યા છે. તેમને પુષ્કળ પ્રમાણમાં માંસ પૂરું પાડનારા દેશોમાં ભારત મુખ્ય છે. વિદેશી ચલણ કમાવાની ઘેલછામાં ભારતે પણ એ દિશામાં આંધળી દોટ મૂકી છે. ભારતમાંથી લાખો ટન માંસની નિકાસ મધ્ય-પૂર્વના દેશોમાં થઇ રહી છે.
મધ્ય પૂર્વના આરબ લોકોને માંસાહાર પૂરો પાડવા જતાં ‘ ઘરના છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો' જેવી સ્થિતિ આંધ્ર પ્રદેશમાં સર્જાઈ છે. આમ પણ આંધ્ર પ્રદેશમાં બીજા રાજ્યો કરતાં બેકારી અને ગરીબીનું પ્રમાણ ઘણું વધુ છે. તેમાં પણ આ કતલખાનામાટેઢોરો લેવાઇ