________________
૨
પ્રબુદ્ધ જીવન
વધતો ગયો એને લીધે ડૉ. સાંડેસરાને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રસ પડવા લાગ્યો અને પંદરેક વર્ષની કિશોર વયે તેઓ મુનિશ્રી પુણ્યવિજયજીએ આપેલી તાલીમને લીધે હસ્તપ્રતો પણ વાંચતા થઇ ગયા હતા. ત્યાર પછી પુણ્યવિજયજી મહારાજના માર્ગદર્શન હેઠળ એમણે મધ્યકાલીન કવિ માધવ કૃત ‘રૂપસુંદર કથા’ નામની કૃતિનું સંપાદનકાર્ય ચાલુ કર્યું. અઢારેક વર્ષની ઉંમરે તેમણે તૈયાર કરેલું આ શાસ્ત્રીય સંપાદન એટલું સરસ હતું કે મુંબઇની ફાર્બસ ગુજરાતી સભાએ એ છાપવા માટે સ્વીકાર્યું. આ કૃતિ પ્રગટ થતાં ડૉ. સાંડેસરાને ગુજરાતી વિદ્વંદ્ જગતમાં સારી ખ્યાતિ મળી. અને એ પુસ્તક યુનિવર્સિટીના એમ. એ.ના પાઠ્યક્રમમાં મૂકવામાં આવ્યું. ડૉ. સાંડેસરા તો ત્યારે હજુ મેટ્રિક પણ થયા નહોતા. મેટ્રિક પાસ થયા પછી ૧૯૪૩માં જ્યારે તેઓ એમ. એ.નો અભ્યાસ કરવા લાગ્યા ત્યારે એમ.એ.ના પાઠ્ય પુસ્તકોમાં એક પુસ્તક-‘રૂપસુંદર કથા’ હતું. પોતાનું જ સંપાદિત કરેલું પુસ્તક પોતાના અભ્યાસક્રમમાં હોય આ કંઇ જેવી તેવી સિદ્ધિ ન કહેવાય..
ડૉ. સાંડેસરાને મુનિશ્રી પુણ્યવિજયજી પાસેથી અને મુનિશ્રી જિનવિજયજી પાસેથી પ્રાચીન ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત સાહિત્યના અભ્યાસની દીક્ષા મળી. એ બંને મુનિવરો હયાત હતા ત્યાં સુધી તેમને એમની પાસે જવાનું નિયમિત રહેતું. મુનિશ્રી જિનવિજયજીના સ્વર્ગવાસ પછી ડૉ. સાંડેસરાએ એમનું જીવનચરિત્ર પણ લખ્યું હતું.
તા. ૧૬-૨-૯૫
વિકાસકાર્યમાં તેઓ સતત રસ લેતા રહેતા હતા. એ દિવસોમાં ભારતમાં છસો કરતાં વધુ દેશી રાજ્યોમાં આંગળીના વેઢે ગણી શકાય એવા વિકાસશીલ રાજ્ય તરીકે વડોદરા રાજ્યની ગણના થતી હતી. સયાજીરાવનું એ સ્વપ્ર હતું કે પોતાના રાજ્યમાં એક યુનિવર્સિટીની સ્થાપના થાય. એમણે આજથી સીત્તેર વર્ષ પહેલાં એક કરોડ રૂપિયા જેટલી મોટી રકમ યુનિવર્સિટીની સ્થાપના માટે અનામત ફાળવી રાખી હતી, પરંતુ અંગ્રેજ શાસનકાળ દરમિયાન એ યુનિવર્સિટી થઇ શકી નહિ. ભારતને આઝાદી મળ્યા પછી વડોદરા શહેરની જુદી સ્વતંત્ર ‘મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી'ની સ્થાપના થઇ. અને એમના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે શ્રીમતી હંસાબેન જીવરાજ મહેતાની નિયુક્તિ થઇ હતી. ત્યારપછી મુંબઇ અને ગુજરાતની યુનિવર્સિટીમાં યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અનુસાર ગુજરાતી વિષયના પ્રોફેસ૨નો હોદ્દો સર્વ પ્રથમ સયાજીરાવ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો. પગાર તથા ગૌરવની દષ્ટિએ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયનો આ સર્વોચ્ચ હોદ્દો હતો. એ માટે કોની નિમણુંક થાય છે તે જાણવા ગુજરાતનું સાહિત્યજગત અને અધ્યાપકજગત ઉત્સુક હતું. સૌને એમ હતું કે આવું ઊંચું પદ શ્રી ઉમાશંકર જોશીને મળી શકે, પરંતુ એ દિવસોમાં કલમને આધારે જીવનારા કવિ ઉમાશંકર જોશીએ એવો આગ્રહ રાખ્યો હતો કે પોતે યુનિવર્સિટીમાં અરજી નહિ કરે, પરંતુ યુનિવર્સિટી જો સામેથી નિમંત્રણ આપે તો પોતે જોડાવા તૈયાર છે.
૧૯૫૦માં વડોદરામાં લેખક મિલનનું આયોજન થયું હતું. અને તેમાં ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, જયંતી દલાલ વગેરે નામાંકિત સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રસિદ્ધ નવલકથાકાર અને વડોદરા રાજ્યના માજી સૂબા શ્રી રમણલાલ વસંતલાલ દેસાઇ યજમાન સમિતિના અધ્યક્ષ હતા. વડોદરાના લેખક મિલન પછી ડભોઇમાં દયારામ જયંતીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને ત્યારપછી ચાણોદ-કરનાળી તીર્થની યાત્રાનો કાર્યક્રમ પણ ગોઠવાયો હતો. એમ, એ.ની પરીક્ષા આપીને હું એ કાર્યક્રમમાં જોડાયો હતો. ડભોઇના કાર્યક્રમમાં રમણલાલ દેસાઇએ સભાને સંબોધતા વચ્ચે એવું કહ્યું કે કવિ ઉમાશંકર જોશી એક સાધુ પુરુષ જેવા છે. એમણે આવો ઉલ્લેખ કેમ કર્યો હશે તેની સાહિત્યકારોમાં પછી ચર્ચા ચાલી અને જાણવા મળ્યું કે રમણલાલ દેસાઇએ ઉમાશંકરને વડોદરા યુનિવર્સિટીમાં પ્રોફેસરના હોદ્દા માટે અરજી કરવા ઘણો આગ્રહ કર્યો. તેઓ હંસાબહેનની સાથે પસંદગી સમિતિમાં હતા. પરંતુ ઉમાશંકરે એ દરખાસ્તનો અસ્વીકાર કર્યો. યુનિવર્સિટી ગ્રાંટ કમિશનના નિયમ અનુસાર ઉમેદવારે અવશ્ય અરજી કરવી જ જોઇએ. અને ઉમાશંકર અરજી કરવા ઇચ્છતા નહોતા. (જો કે પછી ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના પ્રોફેસરનો હોદ્દો કરવામાં આવ્યો ત્યારે ઉમાશંકરને એ હોદ્દા માટે ન છૂટકે અરજી કરવી પડી હતી.)
ડૉ. સાંડેસરાના મધ્યકાલીન સાહિત્યના રસ અને રુચિને બીજી એક રીતે પણ પોષણ મળતું રહ્યું હતું. પાટણની હાઇસ્કૂલમાં એ વખતે ત્યાંના જાણીતા સંશોધક વિદ્વાન શ્રી રામલાલ મોદી એક શિક્ષક તરીકે નોકરી કરતા હતા. આ રામલાલ મોદીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસમાં ઘણો રસ હતો. તેઓ એક સ્કોલર હતા. પાટણના કવિ ભાલણ વિશે તેમણે ઘણું સંશોધન કાર્ય કર્યું હતું. વિદ્યાર્થી તરીકે ડૉ. સાંડેસરા પોતાના એ શિક્ષકના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા હતા. અને એને લીધે સાહિત્યના સંશોધનના ક્ષેત્રમાં એમને રસ પડ્યો હતો. શ્રી રામલાલ મોદી ઉપરાંત પાટણ હાઇસ્કૂલના હેડમાસ્તર શ્રી કલ્યાણરાય જોશી પણ સાહિત્યના સંશોધનમાં રસ ધરાવતા હતા અને એમની પાસેથી પણ ડૉ. સાંડેસરાને પ્રેરણા અને માર્ગદર્શન મળતાં રહ્યાં હતાં. આમ શાળામાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન મધ્યકાલીન સાહિત્યના સંશોધનના વિષયમાં વધુ રસ લેવાને કારણે શાળામાં અભ્યાસમાં ડૉ. સાંડેસરાના બીજા કેટલાક વિષયો કાચા રહી ગયા હતા, જેમાં ગણિતનો વિષય મુખ્ય હતો.
કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ડૉ. સાંડેસરા આજીવિકા અર્થે સાથે સાથે નોકરી પણ કરતા હતા. તેઓ ‘પ્રજાબંધુ' સાપ્તાહિકમાં જોડાયા હતા. અને ગુજરાત સમાચારના તંત્રી વિભાગમાં પણ કામ કરવા લાગ્યા હતા. એ સમયમાં તેઓ ‘પ્રજાબંધુ' ના તંત્રી, પીઢ પત્રકાર અને નવલકથાકાર શ્રી ચુનીલાલ વર્ધમાન શાહના ગાઢ પરિચયમાં આવ્યા હતા. એમ. એ. થયા પછી ડૉ. સાંડેસરા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યા સભા) માં અનુસ્તાક વિભાગમાં જોડાયા હતા અને એના નિયામક ડૉ. રસિકલાલ પરીખના સંપર્કમાં તેઓ આવ્યા હતા. એમના માર્ગદર્શન હેઠળ એમણે ‘મહાઅમાત્ય વસ્તુપાળનું સાહિત્ય મંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેમનો ફાળો' એ વિષય પર શોધ પ્રબંધ લખીને તેમણે પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તદુપરાંત ગુજરાત વિદ્યાસભામાં શ્રી ઉમાશંકર જોશીએ ‘પુરાણોમાં ગુજરાત ' એ વિષય પર જેમ સંશોધન ગ્રંથ તૈયાર કર્યો તેમ ડાઁ. સાંડેસરાએ જૈન આગમોમાં ગુજરાત' એ વિષય ૫૨ સંશોધન ગ્રંથ તૈયાર કર્યો હતો.
સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રોફેસરના હોદ્દા માટે સ્થાનિક અધ્યાપકો શ્રી ચતુરભાઇ પટેલ અને શ્રી મંજુલાલ મજમુદાર સહિત ગુજરાતના તે વખતના નામાંકિત અધ્યાપકોએ આ હોદ્દા માટે અરજી કરી હતી. પરંતુ તેમાં વરણી યુવાન અધ્યાપક ડૉ. ભોગીલાલ સાંડેસરાની થઇ હતી. આ એક જ ઘટનાએ ડૉ. સાંડેસરાને ઘણી ખ્યાતિ અપાવી, વળી સયાજીરાવ યુનિવર્સિટી સ્થાનિક યુનિવર્સિટી હતી. એટલે આંતર યુનિવર્સિટી ક્ષેત્રે પણ ડૉ. સાંડેસરાને આ સ્થાન દ્વારા ઘણી તક મળી. ગુજરાતી ઉપરાંત પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના ક્ષેત્રે જ્યાં જ્યાં કાર્યક્રમો થતાં ત્યાં ત્યાં ડૉ. સાંડેસરાને અવશ્ય નિયંત્રણ મળતું, કેટલીયે યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના પરીક્ષક તરીકે તેમની પસંદગી થતી. ઓરિએન્ટલ કોન્ફરન્સમાં પણ તેમને માનભર્યું સ્થાન મળતું અને
`
જૂના વડોદરા રાજ્યના રાજા સયાજીરાવ ગાયકવાડ સુશિક્ષિત, બાહોશ, પ્રજાવત્સલ અને દીર્ઘ દ્રષ્ટિવાળા રાજા હતા. પોતાના રાજ્યના