________________
તા. ૧૬-૨૯૫
પ્રબુદ્ધ જીવન
તેમના અવાજમાં ઉગ્રતાં આવી જતી અને ત્યારે તેઓ મારો હાથ જોરથી દબાવીને વાત કરતા. કોઇ વખત બહુ આવેગમાં આવીને ટીપોઇ ઉપર જોરથી હાથ પછાડતાં. તેઓ કલાકને બદલે ચારેક કલાક મારા ઘરે બેઠાં એથી જ મને કંઇક વિચિત્ર લાગ્યું. તેમાં વળી એમનો અવાજ અને ઉશ્કેરાટ પણ અસ્વાભાવિક લાગ્યાં. અલબત્ત તેમના વિચારોમાં કે અભિવ્યક્તિમાં અસંબંદ્ધતા નહોતી. ચારેક વાગ્યે તેઓ ઊભા થયા. ત્યારે મને કંઇક રાહત લાગી પણ ત્યાં તો તેમણે મને કહ્યું, ‘રમણભાઇ, તમે તૈયાર થઇ જાવ. આપણે અહીંથી ભારતીય વિદ્યાભવનમાં જવું છે. ત્યાં નવનીત સમર્પણના તંત્રી ઘનશ્યામ દેસાઇને મળવું છે.’ હું તૈયાર થઇ ગયો અને ભારતીય વિદ્યાભવનમાં પહોંચ્યા. ડૉ. સાંડેસરાને આવેલા જોઇને શ્રી ઘનશ્યામ દેસાઇ માનપૂર્વક ઊભા થઇ ગયા. અને સરસ આવકાર આપ્યો. અમે બેઠા. ડૉ. સાંડેસરાએ માંડીને વાત કરી. તેઓ સતત બોલતા જ રહ્યાં, પરંતુ તેમાં એક મુખ્ય વાત હતી. તેમને ઘનશ્યામ દેસાઇને કહ્યું કે ‘પ્રાચ્ય વિદ્યા મંદિરમાં મારા નામે આવતું નવનીત-સમર્પણ હું ઘરે લઇ ગયો છું અને તેના જૂના અંકો મેં પસ્તીમાં વેચી નાખ્યા છે આવો આરોપ મારા ઉપર કરવામાં આવ્યો છે. પરંતુ તમે મને નવનીત સમર્પણના અંકો જે મોકલતા હતા તે તો મારા અંગત સંબંધને કારણે મોકલતા હતા, નહિ કે પ્રાચ્ય વિદ્યા મંદિરને માટે, અંકના રેપર ઉપર મારું જ નામ લખાતું. છતાં આવો આક્ષેપ થયો છે તો મારે એ લોકો આગળ સાબિતી રજૂ કરવી છે કે આ અંક મને અંગત રીતે ભેટ તરીકે મળતો હતો. તો તમે તમારા નવનીત સમર્પણના લેટર પેડ ઉપર આવું સર્ટિફિકેટ મને લખી આપો.' આવા ક્ષુલ્લક આક્ષેપની વાત સાંભળીને ઘનશ્યામ દેસાઇને પણ બહુ આશ્ચર્ય થયું. આવા મૌખિક આક્ષેપોને ગણકારવાના ન હોય કે તેનો જવાબ આપવાનો ન હોય.
પરંતુ ડૉ. સાંડેસરાને આવા આક્ષેપની માનસિક ચોટ લાગી ગઇ હતી. ‘હું કંઇ ચોર નથી.’ એવું તેઓ વારંવાર બોલતા હતા એ ઉપરથી પણ અમને લાગ્યું કે ડૉ. સાંડેસરાએ આવા આઘાતના કારણે માનસિક સ્વસ્થતા ગુમાવી દીધી છે. તેઓ ઘનશ્યામ દેસાઇનો હાથ પણ વારંવાર જોરથી દબાવીને ખૂબ ઊંચા અવાજે બોલતા. એમની વાતમાં અલ્પવિરામ આવતો નહિ અને અમે વચ્ચે કંઇ બોલીએ તો તે સાંભળતા પણ નહિ. આટલી વાત કરતાં કરતાં તો ભારતીય વિદ્યા ભવનમાં ત્રણ કલાક વીતી ગયા અને છતાં ડૉ. સાંડેસરા શાંત થયાં નહોતા. ઓફિસ બંધ કરવાનો વખત થયો એટલે ભારતીય વિદ્યાભવનમાંથી અમે નીચે ઊતર્યાં, ડૉ. સાંડેસરા સામેની ગલીને છેડે ગંગાદાસ વાડીમાં પોતાના સગાને ત્યાં ઊતર્યાં હતા. ડૉ. સાંડેસરા આગ્રહ કરીને અમને તેમની સાથે ત્યાં લઇ ગયા. તેઓ અમારો હાથ એવી રીતે પકડી રાખે કે ખસાય પણ નહિ. અમે એમની સાથે ઉપર ગયા અને ત્યાં બેઠાં. ડૉ. સાંડેસરાનું બોલવાનું હજુ ચાલુ જ હતું. એમ કરતાં કરતાં તો રાતના અગિયાર વાગી ગયા. જેમ તેમ કરીને અમે એમનાથી છૂટા પડ્યા. પણ નીચે ઊતરતાં મને અને ઘનશ્યામ દેસાઇને તરત જ લાગ્યું કે સાંડેસરાને એવો આઘાત લાગ્યો છે કે જેથી એમણે માનસિક સ્વસ્થતા ગુમાવી દીધી છે.
ત્યારપછી તો વડોદરાથી પણ ખબર મળી કે આ વાત સાચી છે અને એમના દીકરાએ એ માટે તરત જ દાક્તરી ઉપચાર ચાલુ કરી દીધા છે અને થોડાં વખતમાં જ ડૉ. સાંડેસરા પહેલા હતા તેવા સ્વસ્થ થઇ ગયા.
ડૉ. સાંડેસરાનું સ્મરણ થતાં શ્વેત કફની, ધોતિયું અને શ્વેત ટોપીવાળી વ્યક્તિનું જીવંત ચિત્ર નજર સામે તરવરે છે અને કેટલાંયે પ્રસંગો સાંભરે છે.
દિવંગત ડૉ. સાંડેસરાને મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી છું. રમણલાલ ચી. શાહ
✰✰✰
સંઘની નવી કાર્યવાહક સમિતિ (૧૯૯૪-૧૯૯૫)
શ્રી મુંબઇ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા ગુરુવાર, તા . ૧૨-૧-૧૯૯૫ના રોજ ૪-૩૦ કલાકે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળી હતી. સંઘના હિસાબો, સરવૈયું અને નવા વર્ષના અંદાજપત્રો રજૂ થયા બાદ અને તે મંજૂર થયા બાદ નીચે પ્રમાણે પદાધિકારીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પદાધિકારીઓ
(૧) ડૉ. રમણલાલ ચી. શાહ-પ્રમુખ (૨) શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહ- ઉપ-પ્રમુખ (૩) શ્રીમતી નિરુબેન એસ. શાહ- મંત્રી (૪) શ્રી પ્રવીણચંદ્ર કે. શાહ- મંત્રી (૫) શ્રી પન્નાલાલ ૨. શાહ- કોષાધ્યક્ષ C કાર્યવાહક સમિતિ :
સંઘની કાર્યવાહક સમિતિના સભ્યોની ચૂંટણી નીચે મુજબ કરવામાં આવી હતી ઃ (૧) શ્રી ચીમનલાલ જે. શાહ (૨) શ્રી તારાબહેન ૨. શાહ (૩) શ્રી સુબોધભાઇ એમ. શાહ (૪) શ્રી મફતલાલ ભીખાચંદ શાહ (૫) શ્રી રસિકલાલ લહેરચંદ શાહ (૬) શ્રી કે.પી. શાહ (૭) શ્રી . ઉષાબહેન મહેતા (૮) શ્રી વસુમતીબહેન ભણસાલી (૯) શ્રી પુષ્પાબહેન સી. પરીખ (૧૦) શ્રી શૈલેશભાઇ હિંમતલાલ કોઠારી (૧૧) શ્રી ધીરજલાલ ફૂલચંદ શાહ (૧૨) શ્રી નેમચંદ ગાલા (૧૩) શ્રી જ્યંતીલાલ પી. શાહ (૧૪) શ્રી જયાબહેન વીરા (૧૫) શ્રી મીનાબહેન
એન. શાહ.
C કો-ઓપ્ટ સભ્યો
(૧) શ્રી કુસુમબહેન એન. ભાઉ (૨) શ્રી રમાબહેન વી. મહેતા (૩) શ્રી દિલીપભાઇ એમ. શાહ (૪) શ્રી વી. આર. ઘેલાણી અને (૫) શ્રી ગુણવંતલાલ અ. શાહ.
Q નિમંત્રિત સભ્યો :
(૧) શ્રી વસનજી લખમશી શાહ (૨) શ્રી બિપિનભાઇ જૈન (૩) '. શ્રી પ્રવીણભાઇ મંગળદાસ શાહ (૪) શ્રી યશોમતીબહેન શાહ (૫) શ્રી રમાબહેન વોરા (૬) શ્રી કલાબહેન શાંતિલાલ મહેતા (૭) શ્રી નટુભાઇ પટેલ (૮) શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ (૯) શ્રી જયંતીલાલ ફત્તેહચંદ શાહ (૧૦) શ્રી ચંદ્રાબહેન હરસુખભાઇ શાહ (૧૧) શ્રી મહાસુખભાઇ કામદાર (૧૨) શ્રી ભૂપેન્દ્રભાઈ ડાહ્યાભાઈ ઝવેરી (૧૩) શ્રી જયવદનભાઇ મુખત્યાર (૧૪) શ્રી ધીરુભાઇ દોશી (૧૫) શ્રી બચુભાઇ દોશી (૧૬) શ્રી અરવિંદભાઇ આર.શાહ (૧૭) શ્રી વસંતલાલ નરસિંહપુરા (૧૮) શ્રી રમેશભાઇ સંઘવી (૧૯) શ્રી ચંપકલાલ અજમેરા. (૨૦) શ્રી મહેન્દ્રભાઈ આર. શાહ (કોલસાવાળા).
શ્રી મ મો. શાહ સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલય સમિતિઃ ટ્રસ્ટીઓ ઃ (૧) ડૉ. રમણલાલ ચી. શાહ (૨) શ્રી ચીમનલાલ જે. શાહ (૩) શ્રી સુબોધભાઇ એસ. શાહ (૪) શ્રી કે. પી. શાહ અને (૫) શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ.
લાયબ્રેરી સમિતિ ઃ (૧) શ્રી નેમચંદ એમ. ગાલા (કન્વિનર) (૨) શ્રી તારાબહેન ૨. શાહ (૩) નિરુબહેન એસ. શાહ (૪) શ્રી ઉષાબહેન મહેતા (૫) શ્રી વસુમતીબહેન ભણસાલી (૬) શ્રી કુસુમબહેન એન. ભાઉ (૭) શ્રી પુષ્પાબહેન સી. પરીખ અને (૮) શ્રી જયવદનભાઇ મુખત્યાર.
✰✰✰