________________
તા. ૧૬-૨-૯૫
પ્રબુદ્ધ જીવન
પહેલું કામ તો લિયરના ૧૦૦સૈનિકવીરોમાંથી ૫૦ને તેને પૂછ્યા વિના રજા આપવાનું કર્યું અને પછી તેના ઓવલ્ડ નામના એક દુષ્ટ બુદ્ધિના અનુચરને લિયર શિકાર કરવા ગયો હતો ત્યાંથી પાછો આવે ત્યારે તેની સેવા ક૨વામાં શિથિલ થઇ જવાની સૂચના આપી. ગોનરિલની એવી સૂચનાને અનુસરીને ઓવલ્ડ શિકાર કરીને પાછા આવેલા લિયરે તેને ગોનરિલ ક્યાં છે એમ પૂછ્યું તેનો કંઇ ઉત્તર આપ્યા વિના જતો રહ્યો. લિયરે પોતાના અનુચરને મોકલીને તેને પાછો બોલાવ્યો અને ‘તું જાણે છે હું કોણ છું ?' એમ તેને પૂછ્યું ત્યારે ‘આપ નામદાર રાજા’ એમ કહેવાને બદલે ‘મારી સ્વામિનીના પિતા' એવો ઉત્તર આપ્યો. તેના એવા ઉદ્ધૃત ઉત્તરથી ઉત્તેજિત થઇ લિયર તેને તમાચો મારે છે, અને ઓવલ્ડ તેનો વિરોધ કરે છે ત્યારે કેન્ટ તેના પગની પાનીને લાત મારી તેને ઊંધો પાડી નાખે છે.
આમ ચડભડ થઇ રહી હતી ત્યાં ગોનરિલ તેના ખંડમાંથી મોં ચઢાવીને આવી અને લિયરના વિદૂષકની અને તેના સૈનિકવીરોની વિરુદ્ધ જાતજાતની ફરિયાદો કરવા લાગી, અને તેય લિયરને અપમાનજનક લાગે એવી ભાષામાં. તેથી ક્રોધે ભરાઇ (રમણલાલ શાહે ‘પ્રબુદ્ધ જીવન’ના તા. ૧૬-૪-૧૯૯૪ના અંકમાં લિયરના ઉદ્ગારોની જે પાંચ પંક્તિઓ ટાંકી છે તેમાંની) ‘Ingratitude..the Sea Monster' એ ત્રણ પંક્તિઓ આક્રોશપૂર્વક ઉચ્ચારે છે અને પછી ક્રોધથી આંધળો બનેલો લિયર કોઇ પિતાએ પોતાની પુત્રીને ન આપવો ઘટે એવો શાપ આપે છે. તે કહે છે. ‘દુષ્ટ સમડી, તું જુઠું બોલે છે, અરેરે કોર્ડીલિયનો નાનો સરખો દોષ મને કેવો મોટો લાગ્યો હતો ! પ્રકૃતિની દેવી ! (Nagative), સાંભળ, તેં આ પ્રાણીમાં (in this creature) સંતાન ઉત્પન્ન કરવાનો ઇરાદો રાખ્યો હોય તો તે પડતો મૂક, સંતાન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતાં તેના શરીરનાં અંગો સૂકવી નાખ, તેના નીચ શરીરમાંથી તેને માન આપે એવું કોઇ બાળક ન જન્મે, એમ કર, પણ જો તેને બાળક થાય જ તો એ બાળક એવા વિકૃત માનસનું થાય અને તેનેએવો અસહ્ય ત્રાસ આપે કે તેના આ યુવાન મોં ઉપર કરચલીઓ પડી જાય અને તેની આંખોમાંથી એવાં ઊનાંઊનાં આંસુ વરસે કે તેના બેય ગાલમાં ચીરા પડે, મા બનીને તેણે એ બાળક માટે જે કંઇ દુઃખ સહન કર્યું હોય અથવા તેના ઉપર જે ઉપકારો કર્યા હોય તે બધાંની એ બાળક મશ્કરી અને તિરસ્કાર કરે, કે જેથી તે સમજે કે પોતાનું બાળક કૃતઘ્ન હોવાનો ડંખ કોઇ સર્પના ડંખ કરતાં ય કેટલો વધુ તીક્ષ્ણ હોય છે !' આમ કહી લિયર બહાર જાય છે, પણ ગોનરિલે પોતાના પચાસ સૈનિકવીરોને રજા આપી છે. જાણીને પાછો આવે છે અને વળી પાછો ગોનરિલને શાપ આપે છેઃ ‘એક પિતાને રુઝાઇ નહિ એવા લાગેલા ઘાનો શાપ તારી એકેએક ઇન્દ્રિયને વીંધી નાખે, મારે હજુ બીજી એક પુત્રી છે. તે આ બધું સાંભળશે ત્યારે તે તેના જન્મથી તારા વરુ જેવા ચહેરાને ચામડી ઉતારી નાખશે. તું માને છે કે મેં મારી બધી રાજા તરીકેની સત્તાનો ત્યાગ કર્યો છે, પણ ના તું જોશે કે હું એ બધી સત્તા પાછી લઇ લઇશ, જરુર લઇ લઇશ.' એમ કહીને િલયર કેન્ટ વિદૂષક અને તેના અનુચરો સાથે ગોરિલનો મહેલ છોડીને રીંગન સાથે રહેવા જતો રહે છે.
એમં લિયર ગોનરિલનો મહેલ છોડીને રીગન સાથે રહેવા જતો રહ્યો તે પછી તરત ગોનરિલે જે કંઇ બન્યુ હતું તેની માહિતી આપતો રીગન ઉપર પત્ર લખીને ઓવલ્ડ સાથે મોકલ્યો અને લિયરે પણ પોતે તેની સાથે રહેવા આવે છે એ મતલબનો રીગન ઉપર પત્ર લખીને તે કેન્ટ સાથે મોકલ્યો. રીગનને લિયરનો પત્ર મળે તે પહેલાં તેને ગોનરિલનો પત્ર મળી ગયો અને તેથી લિયરને પોતાની સાથે રાખવાનું ટાળવા રીગન અને કોર્નવિલ તેમનો મહેલ છોડી ગ્લોસ્ટરના ગઢમાં રહેવા જતાં રહ્યાં. કેન્ટ લિયરનો પત્ર લઇને પહેલાં રીગનના મહેલે
૭
પહોંચ્યો, અને ત્યાં રીંગન ન મળતાં તેણે પણ બીજા દિવસના પરોઢે ગ્લોસ્ટરના ગઢની પાસે આવી પહોચ્યો. રીગનના મહેલમાં તેને ગોનરિલનો પત્ર આપીને ઓવલ્ડ પણ રીંગન અને કોર્નવલની પાછળ પાછળ કેન્ટ આવ્યો તે જ સમયે ગ્લોસ્ટરના ગઢ પાસે આવી પહોંચ્યો. તેને જોતાં જ કેન્ટે તેના ઉપર અપમાનોનો વરસાદ વરસાવ્યો. અને તેની ઉપર તલવાર ઉગામી. એ બેની બોલાચાલી સાંભળી કોર્નવલ અને રીંગન તેમના ખંડમાંથી બહાર આવ્યાં અને કોર્નવલે કેન્ટના પગ લાકડાના ચોકઠામાં બંધાવી તેને એ સ્થિતિમાં ગઢની બહાર પરોઢથી સાંજ સુધી બેસી રહેવાની સજા કરી. ગોનરિલના મહેલમાંથી નીકળેલો લિયર પણ પહેલાં રીંગનના મહેલે ગયો અને રીગન તથા કોર્નવલ ત્યાંથી નીકળીને ગ્લોસ્ટરના ગઢમાં રહેવા ગયાં છે એમ સાંભળીવિદૂષક અને પોતાના સૈનિકવીરો સાથે ત્યાં આવી પહોંચ્યો. કેન્ટને ગઢની બહાર બંધાયેલાં પગે લાકડાના ચોકઠામાં બેઠેલો જોઇ તે એવો અસ્વસ્થ થઇ ગયો કે તેને વાઇ આવવા જેવું થયું, પણ તેણે મહામહેનતે પોતાના ક્રોધના આવેગને સંયમમાં રાખ્યો અને રીગન તથા કોર્નવલને મળવા ગઢમાં ગયો. પણએ બેયે પોતે આખી રાતનો પ્રવાસ કરીને થાકી ગયો હોઇ અસ્વસ્થ છે તેથી લિયરને મળી શકે એવી સ્થિતિમાં નથી એવી મતલબનો ગ્લોસ્ટર સાથે સંદેશ મોકલ્યો. લિયરે પહેલાં તો આ વાત સાચી માની પણ પછી તેની દ્રષ્ટિ કેન્ટ ઉપર પડતાં તેને લાગ્યું કે રીગન અને કોર્નવલ પ્રવાસ કરીને થાકી ગયાં છે એ વાત પોતાને ન મળવાનું બહાનું જ છે. અને તે વળી પાછો ઉત્તેજિત થઇ ગયો. તેને શાંત પાડવા ગ્લોસ્ટર રીગન અને કોર્નવલના ખંડમાં જઇ તેમને બહાર બોલાવી લાવ્યો. બહાર આવીને રીગને લિયરને કહ્યું : ‘આપ નામદારને જોઇને મને આનંદ થયો છે.' રીંગનના પક્ષે આ તો માત્ર બતાવવાનો જ વિવેક હતો, પણ તેના ઉત્તરમાં લિયર વળી પાછો કોઇ પિતાને ન શોભે એવા શબ્દો બોલ્યો. તેણે કહ્યું, ‘હા. હું જાણું છું, કે તને આનંદ થયો છે, અને તને આનંદ થવાનું શું કારણ છે તેય હું જાણું છું. તને આનંદ ન થયો હોત તો હું તારી માની કબરમાં એક વ્યભિચારિણી સૂતી છે એમ માનીને તે કબરને છૂટાછેડા આપત. આમ કહી લિયર ગોનરિલ વિરૂદ્ધ કડવી ફરિયાદો કરવા માંડે છે. રીંગન એ ફરિયાદો સાચી હોવાનું માનવાનો ઇન્કાર કરે છે અને લિયરને ગોનરિલ પાસે જઇ પોતે તેને અન્યાય કર્યો
છે એમ કબુલ કરવાની સલાહ આપે છે. ઉત્તરમાં વળી પાછો લિયર ગોનરિલને કોઇ પિતા માટે અક્ષમ્ય ગણાય એવો શાપ આપે છે. તે કહે છે, ‘ઓ ઝેરી વાયુઓ, તેના ગર્ભમાં રહેલા બાળકને એવો ઝપાટો લગાવો કે તે લંગડું થઇને જન્મે.' હવે ગોનરિલ પણ ગ્લોસ્ટરના ગઢમાં આવી પહોંચે છે અને રીગન લિયરને પાછા ગોનરિલ સાથે રહેવા જઇ ત્યાં એક માસ પૂરો કરી પોતાની પાસે આવવાનું કહે છે. ઉત્તરમાં લિયર કહે છે કે એમ કરવા કરતાં પોતે ફ્રાન્સના રાજાને પગે પડીને વર્ષાસન માગવાનું અથવા નીચ ઓડ્વલ્ડના ગુલામ થવાનું પસંદ કરે. દાઝેલાને ડામ દેતી હોય તેમ નિષ્ઠુર ગોનરિલ કહે છે, ‘જેવી તમારી ઇચ્છા.!' ગોનરિલનો આવો અધમ ઉત્તર લિય૨ને સત્યની કંઇક ઝાંખી કરાવે છે અને ગોનરિલની દુષ્ટતા પોતે જ તેને વારસામાં આપી હોવાનું સમજ્યો હોય એમ તે કહે છેઃ ‘પુત્રી, હું તને વિનંતી કરું છું, મને ગાંડો ન બનાવી દે, હું હવે તને ભારરૂપ નહિ થાઉં, આપણે નહિ મળીએ, પણ ના, તું મારી પુત્રી છે, તું મારા જ માંસ અને રુધિરમાંથી બનેલી છે, અથવા કહે કે, તું મારા જ માંસમાં રહેલા વિકારનું મૂર્તિમંત રૂપ છે, મારા વિકારી લોહીમાંથી થયેલું ગુમડું, ઝેરી ચાંદુ અથવા સૂઝેલું પાડું છે. તારે સુધરવું હોય ત્યારે સુધ૨જે. હું મારા ૧૦૦ સૈનિકવીરો સાથે રીગનની સાથે રહી શકીશ.'
પણ રીગનને તો લિયરને પોતાની સાથે રાખવો જ નથી, તેથી તે કહે છે, ‘તમે મારી સાથે રહેવા આવો તો હું તમને વિનંતી કરું છું કે