________________
શ્રી માનતુંગસૂરિ
રાજાએ આજ્ઞા આપી એટલે મંત્રી પ્રાર્થના કરીને માનતુંગસૂરિને રાજસભામાં લઈ ગયો. રાજાએ આચાર્યને ઉદ્દેશીને કહ્યું – “આજના વખતમાં બ્રાહ્મણો જે શક્તિ ધરાવે છે તે બીજે ક્યાંય છે? મયૂર પણ્ડિતે સૂર્યને પ્રસન્ન કરીને પોતાનો કોઢ રોગ મટાડ્યો અને બાણ કવિએ ચડીને પ્રસન્ન કરીને પોતાના હાથ-પગ નવા પ્રાપ્ત કર્યા ! શું આવી શક્તિ બીજે ક્યાંય છે? જો તમો પણ કંઈ જાણતા હો તો બતાવો. રાજાનાં આવાં વચન સાંભળીને આચાર્યે કહ્યું–રાજનું ! અમો ગૃહસ્થ નથી કે વિદ્યા અને ગુણનું પ્રદર્શન કરીને રાજાઓની પાસેથી ધન પ્રાપ્ત કરીએ, અમો જે કંઈ કરીએ તે કેવળ ધર્મને માટે જ, આચાર્યનાં આવાં નિરીહ વચનો સાંભળીને રાજાએ સેવકોને આજ્ઞા કરી–“આમને સાંકળોથી બાંધીને અંધારી કોટડીમાં પૂરી ઘો.” સેવકોએ રાજાજ્ઞાનું પાલન કરીને માનતુંગને અંધારી કોટડીમાં કેદ કર્યા, પણ માનતુંગસૂરિએ ત્યાં જ પોતાના પૂજયદેવ આદિનાથની ‘ભક્તામરઆ શબ્દોથી શરૂ થતા સ્તોત્રથી સ્તવના કરી અને પોતે બંધન અને કેદમાંથી સ્વયં છૂટીને રાજાને જઈને મળ્યા. રાજા આચાર્યની આ અદૂભુત શક્તિથી ઘણો પ્રસન્ન થયો, અને તે જ સમયથી તે જૈન ધર્મ અને જૈન સાધુઓનો ભક્ત થયો.
એકવાર માનતુંગને માનસિક રોગ થયો, તેથી તે અનશન ગ્રહણ કરવાને તૈયાર થયા; પણ ધરણેન્દ્ર નાગરાજે આપેલ ૧૮ અક્ષરના મંત્રાસ્નાયના પ્રયોગથી તે નિરોગી થયા અને તેથી તેમણે તે ૧૮ અક્ષરોથી ગર્ભિત ભયહર (નિમિઉણ) સ્તોત્રની રચના કરી કે જે હજી પણ સ્મરણ કરનારના ભયને હરે છે. માનતુંગસૂરિ પોતાની પાટે ગુણાકરસૂરિને સ્થાપીને સ્વર્ગવાસી થયા.
માનતુંગસૂરિને પોતાની સભામાં બોલાવનાર રાજા હર્ષને બનારસનો બ્રહ્મક્ષત્રિય રાજા હોવાનું પ્રબન્ધમાં સૂચવાયેલ છે અને એની સભાના પંડિતો મયૂર અને બાણને પણ બનારસના જણાવ્યા છે, પણ આ વાત તો સુપ્રસિદ્ધ છે કે બાણ-મયૂર જેની સભામાં હતા તે શ્રીહર્ષ થાણેશ્વરનો વૈસવંશી રાજા હતો. પ્રસ્તુત પ્રબન્ધમાં શ્રી હર્ષને બનારસનો રાજા લખ્યો છે, એનો અર્થ એમ હોઈ શકે કે માનતુંગસૂરિની સાથે આ રાજાએ બનારસમાં મુલાકાત કરી હોય, કેમકે બનારસમાં પણ તેનું જ રાજ્ય હતું. માનતુંગના સમકાલીન મયૂર અને બાણકવિ બનારસ નિવાસી હોય તો પણ આશ્ચર્ય જેવું નથી. ગમે તેમ હોય પણ માનતુંગનો સહવાસી રાજા શ્રીહર્ષ તે બીજો કોઈ નહિ પણ શીલાદિત્યનો સમકાલીન કનોજના રાજા તરીકે પ્રસિદ્ધ થાણેશ્વરનો શ્રીહર્ષ જ હતો. આ રાજા બૌદ્ધધર્મી હોવા છતાં બ્રાહ્મણો અને જૈનશ્રમણોનો ઘણો સત્કાર કરતો હતો; એમ ચીનપરિવ્રાજક હુએનત્સાંગના લખેલા વિવરણ ઉપરથી જણાઈ આવે છે.
પ્રબન્ધમાં માનતુંગસૂરિના સમયનો નિર્દેશ કર્યો નથી, પણ માનતુંગસૂરિના પ્રશંસક રાજા શ્રીહર્ષનો રાજત્વ સમય વિ. સંવત ૬૬૩ થી વિ. સં. ૭૦૪ સુધીમાં ગણાય છે. તેથી માનતુંગસૂરિનો સમય પણ વિક્રમની સાતમી સદીના ઉત્તરાર્ધ ભાગ હોવો જોઈએ.
પટ્ટાવલિઓમાં ભક્તામર સ્તોત્રના કર્તા આ માનતુંગસૂરિને ઉજ્જયિનીના વૃદ્ધ ભોજના સમાનકાલીન જણાવ્યા છે, અને કર્નલ ટોડના લખવા પ્રમાણે વૃદ્ધ ભોજનો સમય પણ વિક્રમનો સાતમો સૈકો (સં. ૬૩૧) છે, એટલે માનતુંગસૂરિ સાતમી સદીના આચાર્ય હોવાનો જ વિશેષ સંભવ છે.
પણ વર્તમાન જૈન ગચ્છોની પટ્ટાવલિઓના લેખ પ્રમાણે એ આચાર્ય વધારે પ્રાચીન હોય તેમ જણાય છે, કેમકે પટ્ટાવલીમાં આમને ૨૧મા પટ્ટધર આચાર્ય તરીકે વર્ણવ્યા છે. એટલું જ નહિ પણ એમને વીર સંવત