________________
શ્રી પ્રભાવકચરિત્ર
ઉપયોગ કરતા હતા. એમ પ્રબન્ધમાં બતાવેલા અનેક પ્રસંગ ઉપરથી જણાઈ આવે છે. છતાં એમણે રાજાને પક્ષમાં રાખીને જૈન સમાજનો જે ઉપકાર કર્યો છે. તે ખરેખર અનુમોદનીય છે. બપ્પભટ્ટિના આમાં જણાવેલ ચરિત્ર ઉપરથી જણાય છે કે તેમણે પોતાનું જીવન રાજાઓની સોબતમાં જ ગાળ્યું હતું અને એ જ કારણે એમનું “રાજપૂજિત’ એવું ઉપનામ પડ્યું હતું.
બપ્પભટ્ટએ સાહિત્ય નિર્માણમાં પણ પોતાનો સારો ફાળો આપ્યો હતો, એમ પ્રબન્ધ ઉપરથી જણાય છે, તેમણે સાહિત્ય વિષયક બાવન પ્રબન્ધો બનાવ્યાનો પ્રબન્ધમાં ઉલ્લેખ છે, તેમાં મુખ્ય પ્રબન્ધ ‘તારાગણ' નામનો હતો. પ્રસિદ્ધ જૈન કવિ ધનપાલે તિલકમંજરીમાં જે ભદ્રકીર્તિના ‘તારાગણ' નામના ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે, તે આજ બપ્પભકિત “તારાગણ” સમજવાનો છે, કેમકે ભદ્રકીર્તિ એ બપ્પભટ્ટિનું જ ગુરૂદત્ત નામ હતું આમ આપણે પ્રબન્ધમાં જોયું છે. પણ આજે બપ્પભટ્ટિકૃત “ચતુર્વિશતિજિન સ્તુતિ' અને એક સરસ્વતી સ્તોત્ર સિવાય બીજો એક પણ પ્રબન્ધ ઉપલબ્ધ થતો નથી.
બપ્પભટ્ટિના ગુરૂભ્રાતા નન્નસૂરિએ આદિજિનનો જીવન પ્રસંગ લઈને સંધિબબ્ધ બનાવેલ નાટકનો પ્રબન્ધમાં ઉલ્લેખ છે, પણ આ વિદ્વાનની કોઈપણ કૃતિ આજે જૈન ભંડારોમાં અસ્તિત્વ ધરાવતી હોય એમ જણાતું નથી. પણ આ ઉપરથી એટલું તો નિશ્ચિત થાય છે કે પૂર્વે જૈનમંદિરોમાં ધાર્મિક નાટકો ખેલવાનો સાધારણ રિવાજ હતો. આ જ કારણે જૈન મંદિરોના અગ્રમંડપો, હજી પણ રંગમર્ડપ, ખેલામણ્ડપ અને પ્રેક્ષામડુપ વગેરે નામોથી પ્રસિદ્ધ છે.
૧૨. શ્રી માનતુંગસૂરિ ની
માનતુંગ બનારસ નિવાસી ધનદેવ શેઠના પુત્ર હતા, એમણે પ્રથમ ચારૂકીર્તિ નામના દિગંબર મુનિ પાસે ' દીક્ષા લીધી હતી, અને તે વખતે એમનું નામ “મહાકીર્તિ રાખવામાં આવ્યું હતું, પણ પાછળથી એમણે પોતાની બહેનના કહેવાથી જિનસિંહસૂરિ પાસે શ્વેતામ્બર મતની દીક્ષા ધારણ કરી હતી.
આ વખતે બનારસમાં હર્ષદેવ નામનો બ્રહ્મક્ષત્રિય જાતિનો રાજા રાજય કરતો હતો, અને એ જ રાજા હર્ષના માનીતા મયૂર અને બાણ નામના ત્યાં બે બ્રાહ્મણ પંડિતો રહેતા હતા. આ બંને પંડિતોએ પોતાની વિદ્યા અને કલાથી રાજા હર્ષદેવનું મન પોતાની તરફ અતિશય આકર્ષિત કર્યું હતું.
એકવાર રાજાએ કહ્યું કે “આજ કાલ બ્રાહ્મણોમાં જેટલી શક્તિ છે તેટલી શક્તિ બીજા દર્શનોના વિદ્વાનોમાં જોવામાં આવતી નથી.”
આ સાંભળીને રાજાના મંત્રીએ કહ્યું–સ્વામી જે કહે છે તે ખરું જ હશે, પણ આજકાલ આપના જ નગરમાં માનતુંગસૂરિ નામના એક જૈન આચાર્ય વસે છે તે પણ સારા વિદ્વાન અને સમાગમ કરવા યોગ્ય છે, જો આપની ઈચ્છા હોય તો તેમને બોલાવીએ.