________________
શ્રી બપ્પભફિસૂરિ
45
યશોવર્માએ ધર્મને યુદ્ધમાં મારીને વાપતિને કેદ કર્યો હતો જેથી યશોવર્માની પ્રશંસામાં ‘ગઉડવો' કાવ્ય બનાવીને વાકપતિએ પોતાનો પિંડ છોડાવ્યો હતો અને તે પછી તે કનોજમાં આવીને આમની સભામાં રહ્યો હતો.
આજની માન્યતા પ્રમાણે તો વાપતિરાજ વિ. સં. ૭૯૭માં કાશમીરના લલિતાદિત્યના હાથે મરનાર યશોવર્માનો આશ્રિત કવિ હોય તો . ૮૦)માં જન્મેલ આચાર્ય બપ્પભટ્ટ અને તેમના મિત્ર આમરાજનો સમકાલીન થઈ શકે કે કેમ ? એ વિચારણીય છે. યશોવર્માએ ધર્મ ઉપર ચઢાઈ કરવાનો અને વાક્પતિને કેદ કરવાનો પ્રસંગ બપ્પભટ્ટિ અને આમની ઉત્તર જીન્દગીમાં બનેલો પ્રસંગ હોય એમ પ્રબન્ધ ઉપરથી જણાય છે, આથી વાપતિરાજ જો આમની સભામાં આશ્રય લેનાર વિદ્વાન હોય તો આનો પ્રથમ આશ્રયદાતા ધર્મ અને એને કેદ કરનાર યશોવર્મા એ બંને પુરૂષો પ્રસિદ્ધ ધર્મપાલ અને મૌખરી યશોવર્માથી જુદા જ હોવા જોઈએ.
પણ પ્રબન્ધ ઉપરથી જણાય છે કે ધર્મને લડાઈમાં મારીને વાપતિને કેદ કરનાર યશોવર્મા આમરાજાનો સમકાલીન હતો. હવે એ જોવાનું છે કે આમનો પિતા મૌર્ય યશોવર્મા તે પૂર્વે કાલ કરી ગયો હતો અને મૌખરી યશોવર્મા તેની પણ પૂર્વે મરણ પામ્યો હતો તો પછી ધર્મની ઉપર ચઢાઈ કરીને વાપતિને કેદ કરનાર આ યશોવર્મા કયો ? એ વિચારણીય વાત છે, જો ખરેખર આ યશોવર્માને જુદા જ માની લેવામાં આવે તો મૌખરી યશોવર્માના સમયમાં ગૌડવોના કવિ વાક્પતિના અસ્તિત્વ વિષયક હકીકત ખોટી માનવી પડશે. અને જો વાકપતિ મૌખરી યશોવર્માનો જ આશ્રિત વિક્રમની આઠમી સદીનો પંડિત હતો એમ નિશ્ચિત માની લેવામાં આવે તો બપ્પભટ્ટિ અને આમરાજના સમયમાં વાપતિની હયાતી સૂચક હકીકત કલ્પિત અથવા ભળતી છે એમ માનવું જોઈએ. ગમે તેમ હો પણ એ વિષય સંશોધકોએ વિચારવો જોઈએ છે. ..
આમરાજે કનોજમાં અને ગવાલિયરમાં જૈન મંદિરો બંધાવ્યાં હતાં, વળી ધર્મ પોતાના પંડિતની સાથે શાસ્ત્રાર્થ કરાવવા માટે ગવાલિયર પાસે આવ્યો હતો અને આમ પણ બપ્પભટ્ટિસૂરિની સાથે એ જ સ્થળે આવ્યો હતો અને આ સ્થાનને આમના રાજ્યની સરહદ હોવાનું પણ ત્યાં જણાવ્યું હતું. આ ઉપરથી જણાય છે કે ગવાલિયર સુધી આમનું રાજય હતું. આમનું બીજું નામ નાગાવલોક હતું. પણ ઈતિહાસમાં એના વિષે કંઈ પણ હકીકત મળતી નથી. આમના વિરોધી ધર્મને લખનઉની આસપાસના પ્રદેશનો રાજા માનીને લખનઉને તેની રાજધાની ક્ષણાવતી માની લેવાની કલ્પના કરીએ તો કંઈક બંધબેસે ખરી પણ ધર્મને ગૌડ દેશનો રાજા લખેલ હોવાથી આ કલ્પના કરતાં કંઈક સંકોચ થાય છે.
આમે રાજગિરિના રાજા સમુદ્રસેન ઉપર ચઢાઈ કરવા અને રાજગિરિનો કિલ્લો સર કરવાનું વર્ણન પ્રબન્ધમાં જણાવ્યું છે, પણ ઈતિહાસમાં આ સમુદ્રસેનનો કંઈ પત્તો નથી. આમના પુત્ર દુન્દુક અને પૌત્ર ભોજ વિષે પણ ઈતિહાસમાં કંઈ પણ ઉલ્લેખ જોવાતો નથી.
ભોજનું મોસાલ પાટલીપુરમાં હોવાનું પ્રબન્ધ ઉપરથી જણાય છે, પણ પાટલીપુત્રમાં તે વખતે કોનું રાજય હતું તે જણાયું નથી.
બપ્પભટ્ટના હરીફ અને પછીથી મિત્ર બનેલ બૌદ્ધાચાર્ય વર્ધ્વનકુંજરનો પણ ઈતિહાસમાં ક્યાંય પરિચય મળતો નથી.
બપ્પભટ્ટિનો સમય શિથિલાચારનો હતો, અને બપ્પભટ્ટ તેમજ એમના ગુરૂભાઈઓ પ્રાયઃ સવારીનો