________________
શ્રી બપ્પભટ્ટસૂરિ
પહોંચતાં પોતાના પુત્ર દુંદુકને રાજ્યના ઉત્તરાધિકારી બનાવી રાજા પ્રજાને છેલ્લી શીખામણ દઈને તેણે ગંગાને કાંઠે આવેલ માગધતીર્થ તરફ પ્રયાણ કર્યું, અને નાવમાં બેસીને બપ્પભટ્ટની સાથે આમ આગળ જતો હતો તેટલામાં તેને ગંગામાંથી ધૂમાડો નીકળતો જણાયો. પાસેનું સ્થાન કર્યું છે તે પૂછતાં જણાયું કે તે મગટોડા નામનું ગામ છે. પ્રથમથી જ આમનું મરણ મગટોડા પાસે થવાનું છે, એ વાત તેને રાજગિરિમાં યક્ષે કહેલ હોવાથી તેને પોતાના મરણનો નિશ્ચય થઈ ગયો. બપ્પભટ્ટિએ આમને તે વખતે જૈન ધર્મનાં સ્વીકારની પ્રેરણા કરી અને તેણે પણ તેનો સ્વીકાર કરી મનમાં નમસ્કાર મંત્રનો જાપ કરવા માંડ્યો, અને સં. ૮૯૦ના ભાદરવા સુદિ ૫ શુક્રવાર અને ચિત્રા નક્ષત્રમાં દિવસના ચોથા પહોરમાં શાંતિપૂર્વક આયુષ્ય પૂર્ણ કર્યું. આમનું મૃત્યુકાર્ય તેના જાતિભાઈઓ પાસે કરાવીને બપ્પભટ્ટ પાછા કનોજ આવ્યા.
દુન્દુક રાજાનું વર્તન સારું ન હતું, તે કંટી નામની એક વેશ્યાના મોહમાં ફસાઈ ગયો હતો. દરેક કાર્ય વેશ્યાની સલાહ પ્રમાણે થવા લાગ્યું, અને એટલા સુધી મામલો બગડી ગયો કે તેના પુત્ર ભોજકુમારના ખૂનનાં કાવતરાંની વાતો થવા માંડી. દુંદુકની રાણીએ આ આન્તરિક ખટપટોની ખબર પોતાના ભાઈઓને આપી જે ઉપરથી પુત્રજન્મના ઉત્સવના બહાને તેઓ ભોજરાજને પોતાને ત્યાં પાટલીપુત્ર લઈ ગયા. ભોજ ગયો પણ પાછો આવ્યો નહિ, આથી દુદકે બપ્પભટ્ટિને તકાદો આપવા માંડ્યો કે તેઓ કોઈ રીતે ભોજને બોલાવી -લાવે. આચાર્ય તેને ભલતા ઉત્તરો આપીને લગભગ ૫ વર્ષ કાઢી નાખ્યાં પણ દુંદુકે તેનો કેડો છોડ્યો નહિ અને વધારે દબાણ કર્યું. આ ઉપરથી બપ્પભટ્ટિ પણ અનશન કરીને સં. ૮૯૫ ના શ્રાવણ સુદિ ૮ અને સ્વાતિ નક્ષત્રને દિવસે ૯૫ વર્ષની અવસ્થામાં સ્વર્ગવાસી થયા.
એકવાર ભોજકુમાર અણચિન્તવ્યો પોતાના મામાઓ સાથે કનોજ ગયો, અને માળીએ ભેટ આપેલ ત્રણ બીજોરાનાં ફળો લઈને તે મહેલમાં ગયો. અંદર જતાં જ કંટિકાની પાસે બેઠેલ દુંદુકની છાતીમાં ફળોના પ્રહારો કરીને તેનું ખૂન કર્યું, અને કનોજનું રાજયાસન પોતાના અધિકારમાં લીધું.
ભોજ રાજ્યગાદી હાથ કર્યા પછી એક દિવસ આમવિહાર નામના જૈન ચૈત્યમાં દર્શનાર્થે ગયો, ત્યાં બપ્પભટ્ટિના બે શિષ્યો રહેલ હતા જેમણે વિદ્યાવ્યાપથી રાજાનો ઉચિત આદર ન કર્યો, એથી રાજાએ
રાતમાંથી નગ્નસૂરિ અને ગોવિન્દરિને ત્યાં બોલાવીને બપ્પભટ્ટિની પાટે બેસાડ્યા અને તે પછી નન્નસૂરિને મોઢેરે મોકલ્યા અને ગોવિન્દસૂરિને પોતાની પાસે કનોજમાં રાખ્યા.
પ્રબંધકાર લખે છે કે આમના પૌત્ર આ ભોજરાજે આમથી પણ વધારે જૈન ધર્મની વૃદ્ધિ અને ઉન્નતિ કરી હતી.
આચાર્ય બપ્પભષ્ટિ કે જે ભદ્રકીર્તિ વાદિકુંજરકેસરી, બ્રહ્મચારી, ગજવર, રાજપૂજિત ઈત્યાદિ અનેક નામો અને બિરુદોથી પ્રસિદ્ધ હતા. જૈનશાસન-ક્ષીરસમુદ્રમાં કૌસ્તુભ મણિ સમાન પાક્યા.
પ્રસ્તુત બપ્પભટ્ટિ પ્રબન્ધની મુખ્ય મુખ્ય ઐતિહાસિક ઘટનાઓનું સંક્ષિપ્ત વર્ણન ઉપર પ્રમાણે છે. આમાંની કેટલીયે ઘટનાઓ ઈતિહાસમાં નવાં પ્રકરણો ઉમેરનારી છે અને એ જ હેતુથી અમોએ આ સ્થળે તેનો સંક્ષેપ સાર જણાવ્યો છે, જો ઇતિહાસ સંશોધકો આ વિષયમાં પોતાના અનુસંધાનો લંબાવશે તો તેમને કેટલુંયે નવું જાણવાનું મળશે.