________________
42
શ્રી પ્રભાવકચરિત્ર
કરીને અનશન ધારણ કર્યું અને નમસ્કાર મંત્રનું ધ્યાન કરતાં ૧૮ દિવસે આયુષ્ય પૂર્ણ કરીને તે સ્વર્ગવાસી થયો.
બપ્પભઢિએ ત્યાં તીર્થકરને નમસ્કાર કર્યા પછી “જયતિ જગદ્રક્ષાકર” ઈત્યાદિ પડ્યોથી શાન્તિદેવતાની સ્તુતિ કરી, જે સ્તવ હજી પણ વિદ્યમાન છે.
વાપતિને પ્રતિબોધ કરીને બપ્પભક્ટિ પાછા કનોજ ગયા. આમે પોતે આ આશ્ચર્યકારક બનાવથી તેમની ઘણી પ્રશંસા કરી, જે ઉપરથી આચાર્યે કહ્યું–“જયાં સુધી તમને પ્રતિબોધ ન થાય ત્યાં સુધી અમારી શક્તિની પ્રશંસા કેવી ?” આમે કહ્યું-હું બોધ પામ્યો છું કે તમારો ધર્મ સત્ય છે, છતાં મને શિવધર્મનો ત્યાગ કરતાં અકથ્ય દુ:ખ થાય છે; માટે તેને મૂકી શકતો નથી.
એક દિવસે એક ચિત્રકાર રાજાનું ચિત્ર, પટ ઉપર ચિતરીને સભામાં આવ્યો; પણ રાજાએ તેની કદર ન કરી, ત્યારે બપ્પભષ્ટિએ તેની કળાની પ્રશંસા કરીને રાજા પાસેથી લાખ ટકાનું ઈનામ અપાવ્યું. પ્રસન્ન થયેલ ચિત્રકારે મહાવીરની મૂર્તિવાળા ૪ ચિત્રપટો તૈયાર કરીને બપ્પભટ્ટિને અર્પણ કર્યા. બપ્પભટ્ટિએ પણ તે પટોની પ્રતિષ્ઠા કરીને તેમાંથી એક કનોજના જૈન મંદિરમાં, એક મથુરામાં, એક અણહિલપાટણમાં અને એક સતારકપુરમાં મૂક્યો, તેમાં પાટણમાં મુકેલો પટ મુસલમાનોએ પાટણનો ભંગ કર્યો ત્યાં સુધી ત્યાંના મોઢગચ્છના જૈન ચૈત્યમાં વિદ્યમાન હતો. બપ્પભષ્ટિએ વિદ્યાર્થીઓ અને કવિઓના હિતાર્થે ‘તારાગણ' આદિ બાવન પ્રબન્ધોની રચના કરી હતી.
એકવાર આમરાજે સમુદ્રપાલના રાજગિરિના કિલ્લા ઉપર ચઢાઈ કરી અને વર્ષો સુધી ઘેરો રાખ્યો, છતાં કિલ્લા ઉપર તેનો અધિકાર ન થયો. છેવટે બપ્પભટ્ટિની સલાહથી આમના પુત્ર હૃદુકકુમારના બાલપુત્ર ભોજને આગળ કરીને લડાઈ કરતાં કિલ્લાના દરવાજા તુટ્યા અને આમનો રાજગિરિ ઉપર કબજો થયો અને સમુદ્રસેન ધર્મના દ્વારથી બહાર નીકળ્યો.
એ પછી આમ શત્રુંજય, ગિરનાર આદિ તીર્થોની યાત્રા કરવાને નીકળ્યો, તીર્થોમાં ફરતો તે ગિરનારની તલાટીમાં આવ્યો, તો ત્યાં પૂર્વે આવીને પડાવ નાંખી રહેલા ૧૧ રાજાઓને ૧0000 ઘોડાઓની સેના સહિત જોયા, એમની સાથે ૧૧ દિગમ્બરાચાર્યો હતા. આ લોકોએ પોતે પ્રથમ આવ્યા હોવાથી અને તીર્થની માલિકી દિગમ્બરોની છે એમ જણાવીને આમરાજને પ્રથમ ઉપર ચઢતાં રોકવાની ચેષ્ટા કરી જેથી અમે તે સર્વને લડાઈને માટે તૈયાર થવા જણાવ્યું, પણ બપ્પભષ્ટિએ ધર્મનિમિત્તે આવી સંહારક લડાઈઓથી દૂર રહેવા જણાવ્યું; અને શ્વેતામ્બર-દિગમ્બર આચાર્યોએ જ આ ઝઘડાનો નિવેડો લાવવાનો નિશ્ચય કર્યો. અને તે પછી બપ્પભટ્ટસૂરિ અને દિગમ્બરાચાર્યો વચ્ચે એ તીર્થ સંબન્ધી શાસ્ત્રાર્થ થયો, અને બપ્પભટ્ટિનો પક્ષ પ્રબળ ઠરતાં આમનો શ્વેતામ્બર જૈન સંઘ પ્રથમ ઉપર ચઢ્યો અને ત્યાં નેમિનાથની તથા પિંડતારકમાં, માધવદેવમાં અને શંખોદ્વારમાં દામોદર હરિની પૂજા કરી.
ગિરનારથી ઉતરીને આમ દ્વારકા થઈને સોમેશ્વર (પ્રભાસ) પાટણ ગયો અને ત્યાં સુવર્ણપૂજા પૂર્વક અનર્ગલ દાન કર્યું.
આ તીર્થોમાં ફરીને આમ પાછો પોતાના નગરમાં ગયો, અનેક ધર્મસ્થાન કરાવ્યાં અને છેવટે વૃદ્ધાવસ્થાએ