________________
૧૮]
પાંડવ ચરિત્ર મહાકાવ્ય સત્યવતીને માતા ગંગા કરતાં પણ અધિક માનીશ, તેને પુત્ર થશે ત્યારે મારું અહોભાગ્ય માનીશ, તે સમય પણ શ્રેષ્ઠ છે કે જ્યારે ભાઈનું મિલન થાય છે. આપની પુત્રી પુત્રનું સુખ પ્રથમ મારા વડે જ અનુભવશે, ત્યારબાદ પિતાના પુત્ર વડે અનુભવશે, મારે બીજો ભાઈ નહિ હોવાથી પિતાજી ખૂબજ દુઃખી થાય છે. એક રથને જેમ બે પિડાં હોય છે. તેમ રાજ્યલક્ષ્મી સંભાળવા માટે પણ બે પુત્રે જોઈએ. હું મારે હાથ ઉંચો કરીને પ્રતિજ્ઞા કરું છું કે “સત્યવતીને પુત્ર જ રાજા થશે. હું તે તેની ઉપર આવનાર વિદનને દૂર કરીશ, સત્યવતીને પત્ની બનાવી, મારા પિતાને આનંદ થાય છે તે મને પણ રાજ્યત્યાગ કરવામાં આનંદ છે. ગાંગેયની પ્રતિજ્ઞા સાંભળીને વિદ્યાધરોના વિમાનો પણ આકાશમાં થંભી ગયા, સત્યવતીના પિતાએ આશ્ચર્ય પામી ગાંગેયની ખૂબ જ પ્રશંસા કરી. - નાવિકે કહ્યું હે કુમાર! આપને પુત્ર પરાક્રમથી રાજ્યને પડાવી લે, તે પણ મારો દોહીત્ર દુઃખી થઈ જાય, નાવિકના આ પ્રમાણે કહેવાથી ગાંગેયે કહ્યું કે હે માતામહ ! હમણાં જ આપની ચિંતા પણ હું દૂર કરૂં છું. એ પ્રમાણે કહીને ગાંગેય બોલ્યો કે :--
તમે પણ સાંભળો અને આકાશમાં રહેલા સિદ્ધ ગાન્ધર્વ વિદ્યાધર પણ સાંભળે, “હું આજથી બ્રહ્મચર્યવ્રત લઈ રહ્યો છું. જેનું ફલ સ્વર્ગ અને અહીંયા પણ