________________
૧૬ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
મારા પિતાજીની આજ્ઞાથી હું નાવ ચલાવું છું. રાજા તે નાવિક પુત્રીની માંગણી કરવા તેના પિતાની પાસે ગયા. નાવિકે રાજાનું સ્વાગત કરીને આગમનનું કારણ પૂછ્યું. રાજાએ કહ્યું કે હું આપની પુત્રી સત્યવતીની સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખું છું. વિનયથી નમ્રતાપૂર્વક નાવિકે કહ્યું કે પ્રબળ પુણ્યથી જ આપના જેવા મહાન યાચક મારા ઘેર આવે, પરંતુ મારી પુત્રીનું લગ્ન આપની સાથે કરવાની ઇચ્છા નથી, કારણ કે આપના પુત્ર ગાંગેય મહા બલવાન છે. તેની હાજરીમાં સત્યવતીના પુત્રને ગાદી મલવાની નથી, જે સ્રીના પુત્ર રાજ્યગાદી મેળવી શકે તેમ ન હેાય તેવી સ્રીને માટે અંતઃપુર કારાગાર સમાન છે. માટે આપ કૃપા કરીને બીજે કયાંય સ્ત્રીને માટે તપાસ કરે. આપને દરેક જગ્યાએ સ્ત્રીની પ્રાપ્તિ થશે. . રાજા નિરાશ થઈને પાછા ફર્યાં, રાજા મનમાં વિચારે છે કે નાવિકની વાત સાચી છે, કારણ કે તેના દૌહિત્ર રાજા ન અને તેા મને જમાઈ બનાવવામાં તેને લાભ પણ શું ? ગાંગેય સિવાય રાજ્યને કાઈ સંભાળી શકે તેમ નથી. જેમ સૂર્ય સિવાય આકાશને દેદીપ્યમાન બનાવવાની શક્તિ કોઈનામાં નથી. તેવી જ રીતે હું ગાંગેય સિવાય કાઈ ને પણ રાજ્ય આપી શકુ તેમ પણ નથી. સમુદ્રે પણ અમૃત ચન્દ્રમાને જ આપ્યુ છે, મારા અંતરને સત્યવતી ખેંચી રહી છે. હું મંદભાગ્ય અને દુઃખમાં જ સખડી રહ્યો છું. આ પ્રમાણે દુ:ખી હૃદયે રાજા હસ્તિનાપુરમાં આવ્યા, અને મુખ્યમંત્રીને વાત કરી, તે