________________ (i) પ્રકૃતિઉદીરણા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, નામ, ગોત્ર, અંતરાય = 5 :જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયની ઉદીરણા ૧૨મા ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધી બધા જીવોને થાય છે. નામ, ગોત્રની ઉદીરણા ૧૩માં ગુણઠાણાના ચરમ સમય સુધી બધા જીવોને થાય છે. તેથી આ પાંચ પ્રકૃતિઓની ઉદીરણા અનાદિ છે. અભવ્યને આ પાંચ પ્રકૃતિઓની ઉદીરણા ધ્રુવ છે. ભવ્યને આ પાંચ પ્રકૃતિઓનો ઉદીરણાવિચ્છેદ થાય ત્યારે તેમની ઉદીરણા અધ્રુવ છે. (i) વેદનીય :- વેદનીયની ઉદીરણા દઢા ગુણઠાણા સુધી થાય છે, ત્યાર પછી થતી નથી. ૭મા વગેરે ગુણઠાણાથી પડેલાને વેદનીયની ઉદીરણા સાદિ છે. પૂર્વે ૭મું ગુણઠાણ નહીં પામેલાને વેદનીયની ઉદીરણા અનાદિ છે. અભવ્યને વેદનીયની ઉદીરણા ધ્રુવ છે. ભવ્યને વેદનીયનો ઉદીરણાવિચ્છેદ થાય ત્યારે તેની ઉદીરણા અધ્રુવ છે. (ii) મોહનીય :- મોહનીયની ઉદીરણા ૧૦મા ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધી થાય છે, ત્યાર પછી થતી નથી. ઉદીરણાવિચ્છેદ થયા પછી પડેલાને મોહનીયની ઉદીરણા સાદિ છે. પૂર્વે તે સ્થાન નહીં પામેલાને મોહનીયની ઉદીરણા અનાદિ છે. અભવ્યને મોહનીયની ઉદીરણા ધ્રુવ છે. ભવ્યને મોહનીયનો ઉદીરણાવિચ્છેદ થાય ત્યારે તેની ઉદીરણા અધ્રુવ છે. (iv) આયુષ્ય :- આયુષ્યની ચરમાવલિકામાં તેની ઉદીરણા થતી નથી. વળી પરભવના ઉત્પત્તિસમયથી આયુષ્યની ઉદીરણા થાય છે. તેથી આયુષ્યની ઉદીરણા સાદિ અને અધ્રુવ છે.