________________ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ 8 પદાર્થસંગ્રહ અહીં 6 ધાર છે. તે આ પ્રમાણે - (1) લક્ષણ - જે વીર્યવિશેષથી જીવ ઉદયાવલિકા ઉપરની સ્થિતિમાં રહેલા કર્મદલિકોને ખેંચીને ઉદયાવલિકામાં નાંખે તે ઉદીરણાકરણ કહેવાય છે. (2) ભેદ - ઉદીરણાના ચાર ભેદ છે - પ્રકૃતિ ઉદીરણા, સ્થિતિઉદીરણા, રસઉદીરણા અને પ્રદેશઉદીરણા. આ દરેકના 2-2 ભેદ છે - મૂળપ્રકૃતિવિષયક ઉદીરણા અને ઉત્તરપ્રકૃતિવિષયક ઉદીરણા. મૂળપ્રકૃતિવિષયક ઉદીરણાના 8 ભેદ છે અને ઉત્તરપ્રકૃતિવિષયક ઉદીરણાના 158 ભેદ છે. પ્રકૃતિઉદીરણા (3) સાધાદિ પ્રરૂપણા - મૂળપ્રવૃતિઓમાં પ્રકૃતિ ઉદીરણાના સાધાદિ ભાંગા :1. કર્મપ્રકૃતિ ઉદીરણાકરણ ગાથા 1 ની ચૂણિમાં પાના નં. 1 ઉપર કહ્યું છે કે, “જે વીર્યવિશેષથી જીવ ઉદયાવલિકા ઉપરની સ્થિતિમાં રહેલા કર્મલિકોને ખેંચીને ઉદયસમયમાં નાંખે તે ઉદીરણાકરણ કહેવાય છે.' પંચસંગ્રહ ઉદીરણાકરણ ગાથા 1 ની સ્વોપજ્ઞ ટીકામાં પાના નં. 109 ઉપર કહ્યું છે કે, “જે વીર્યવિશેષથી જીવ ઉદયાવલિકા ઉપરની સ્થિતિમાં રહેલા કર્મલિકોને ખેંચીને ઉદયપ્રાપ્તસ્થિતિમાં નાંખે તે ઉદીરાકરણ કહેવાય છે.”