________________ પ્રકરણ 1 લું : : નારીની વ્યથા ! સારમાં છએ ઋતુઓ પિતાને પ્રભાવ દર્શાવતી જ હોય બહાર સમગ્ર વિશ્વને વિવિધ રંગે વડે ભીંજવતી રહે છે. વસંતની બહાર ખીલી ઊઠી હતી. વને, ઉપવને અટવીઓ, નદીતટો, પર્વત, વગેરે પ્રકૃતિનાં સઘળાં અંગે માત્ર ખુશનુમા નહેતાં બન્યાં, પરંતુ સાથોસાથ મસ્તીભર્યા પણ બન્યાં હતાં. અને જીવનની વસંતના દ્વાર પાસે ઊભેલાં નરનાર કે જીવનની વસંત વટાવી ચૂકેલાં નરનાર જાણે પ્રત્યેક માણસ અનોખી પ્રસન્નતા વડે છલકાઈ રહ્યું હતું. જેમ નવયૌવનાનાં નયનકિનારે કસુંબલ રંગની રેખાઓ કવિતા બની જતી, તેમ ઉત્તરાવસ્થા તરફ જઈ રહેલાં નરનારને પણ વીતી વસંતનાં મધુર સ્મરણ મસ્તભરી કવિતા સમાં બની ગયાં હતાં. - ઠંડી જ્યારે આવે છે ત્યારે રણચંડીનું રૂપ ધારણ કરી લેતી હોય છે, અને જ્યારે વિદાય લે છે ત્યારે કોઈ પ્રૌઢા પિતાના પિયર તરફ જતી હોય તેવી લાગે છે. યુદ્ધ કરીને થાકી ગયેલા કેઈ યુદ્ધવીર સમી ઠંડી વિદાય લઈ ચૂકી હતી. કેઈ તમતમતાં તીર જેવી જે સમીર લહરીઓ હાડકાંને ચૂમી રહી હતી, તે જ સમીર લહેરીએ દક્ષિણની માધુરી સાથે જાણે સમગ્ર વિશ્વને પિતાના પ્રસન્ન ઉરભાવનું ગીત સંભળાવી રહી હતી. નિ-૧ .