________________
ઈ. સ. ૨૦૦૧ના વાર્તાલાપો
તા. ૧૧-૪-૨૦૦૧
પૂ. દાદાને મેં એમના જન્મદિવસના સંદર્ભે પૂછ્યું :
પ્રશ્ન : જન્મદિવસની ઉજવણી તેઓ કઈ રીતે કરે છે ? પૂ. દાદા : મરણની સામે જવાનું હોય તેની ઉજવણી કે તેની યાદ શાની ? - પ્રશ્ન : તમારો જન્મદિવસ ક્યારે ? ૫. દાદા : હાલ ૮૪ વર્ષ થયાં છે. વિ. સં. ૧૯૭૩ના આસો સુદ ૧૫ (શરદપૂર્ણિમા)
મંગળવારનો જન્મ. જન્મસમય છે રાતના ૧ વાગે ને ૧૯ મિનિટે, તારીખ
આવે છે ૩૦ ઓક્ટોબર, ૧૯૧૭. દાદા આવા મિતભાષી. ખપ પૂરતું જ બોલે. વધારાનો એક શબ્દ પણ બોલે નહિ.
છેલ્લા એક વર્ષથી હું થોડા થોડા સમયને અંતરે દાદા પાસે જતી. દાદા મને મહાવરા માટે પ્રતો આપતા. આ બધી પ્રતોની પ્રતિલિપિ પ્રગટ થયેલી હતી. દાદા મારું કામ ચકાસતા. શબ્દ ઉકેલવાની ભૂલ થઈ હોય તો તેમાં લહિયાનો તે અક્ષરનો મરોડ ધ્યાનમાં રાખવાનું સમજાવતા અને લહિયાનો તે મરોડ પોતે લખીને બતાવતા અને તેવો મરોડ કેવી રીતે મને ઉકેલવામાં ગફલત કરાવી ગયો તે સમજાવતા. આ કારણે મરોડ પ્રત્યે ધ્યાન દેવાની મારી દૃષ્ટિ વિકસી.
આવું કામ કરી રહી હતી તે દરમિયાન જ દાદાએ એક દિવસે તારીખ મેં નોંધી નથી) પોતાના કબાટમાંથી એક ફાઈલ કાઢી અને મને બતાવી. મેં ખોલી તો તેમાં દાદાના હસ્તાક્ષરમાં થયેલું લીટી છોડીને કરેલું લિખંતર હતું. ત્રીસેક પાનાં ભરેલ આ લિવ્યંતરનાં પૃષ્ઠો મેં ફેરવ્યાં. દાદા બોલ્યા : “આ “શત્રુંજયની ચૈત્યપરિપાટી’ છે. મેં આ કામ હાથ પર લીધેલું પણ પ્રતનાં આ ૧૧ પૃષ્ઠો કર્યા પછી પડી રહ્યું છે. હવે મારાથી આગળ થશે નહિ એમ લાગે છે. આટલું કર્યું પણ ઘણાં વર્ષો થઈ ગયાં છે. તમારે કરવું છે ?'
મેં પૂછ્યું: કેટલાં પાનાં છે ?” એમણે ઝેરોક્ષ પ્રતો કાઢી. જોઈને કહ્યું : “૧૦૩ પૃષ્ઠો છે.' બહુ મોટી કહેવાય.’ હું બોલી.
તો શું થયું? હવે તમે કરી શકશો. તમારા સમયે કરવાની છે. ઉતાવળ ક્યાં છે ? થઈ જશે એટલે છપાવશું ક્યાંક.'
‘દાદા જ્યારે મારામાં આટલો વિશ્વાસ મૂકે છે ત્યારે મારે ના પાડવાનો સવાલ ઉપસ્થિત થતો ન હતો. વળી, હું આ કામથી ચોક્કસ સમયમર્યાદામાં બંધાતી ન હતી. મારા અવકાશે થોડે તેવું કામ છે.” - આમ વિચારી મેં હા ભણી.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org