________________
ઈ. સ. ૨૦૦૫ના વાર્તાલાપો
તા. ૨૧-૧-૨૦૦૫
દાદા હવે રોજ ઈન્ડોલોજીમાં આવતા હતા. “મહાજન'માં પણ જતા હતા. પૂર્વવતુ જ કામ શરૂ થયેલું. પરંતુ, લાંબા સમય સુધી હું મારાં અંગત કારણોસર (દીકરો પોતાના પરિવાર સાથે વિદેશથી આવેલો તેથી) હું દાદાને મળી શકી નહિ. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ઈન્ડોલૉજીમાં ફોન કરતાં સમાચાર મળ્યા કે દાદા હવે રોજ આવતા નથી. ફોન કરીને આવવાની સૂચના પ્રીતિબહેને આપી. વચમાં એ રીતે એક-બે વાર ગઈ ત્યારે મેં જોયું કે એ ખૂબ જ વ્યસ્ત રહે છે. કાર્યભાર સુપરત કરવાનું ચાલે છે. મારી કૃતિનું કામ બહુ થોડું જ રહેલું એ બેઠકમાં પૂરું થયેલું. ત્યારે મેં પૂછ્યું: “દાદા, હવે કઈ કૃતિ કરું? બીજી શોધી આપો ને.”
કહે : શ્રીપાળનો રાસ થયો ?”
મેં જણાવ્યું. “ના. થોડુંક જ કામ થયું છે. હાથ પર લેવાયું નથી. મારે હવે એકથી વધુ કૃતિઓનું સંપાદન કરતાં શીખવું પડશે. મારી પાસે આ કૃતિની બે નકલો છે તેથી. બહુ વર્ષો પહેલાં શ્રી કનુભાઈ શેઠની પાસે મેં ‘દશાર્ણભદ્ર' સક્ઝાયની ચાર પ્રતોનું સંપાદન કરેલું પણ એ વાતને ખાસ્સાં ૨૫ વર્ષ થયાં હશે ?
દાદા “ગુર્જર કવિઓ' ગ્રંથ જોવા લાગ્યા. એકદમ “શુકરાજરાસ' પર નજર પડી, જ્યારે આ કૃતિ આપી હતી ત્યારે પાછળના ભાગે પ્રકાશિત છે તેમ લખ્યું ન હતું તેથી આપેલી. આજે જોયું કે કૃતિના નામ પાસે ફુદડી છે. મતલબ પ્રકાશિત કૃતિ છે, થોડી જ વાર અમે બન્ને disturb રહ્યાં. મેં તરત જ જણાવ્યું : કાંઈ વાંધો નહિ. હવે મારે એકથી વધુ કૃતિઓના સંપાદનના કામમાં લાગવાનું હશે.
આ પહેલાં એક વાર ત્રણેક હરિયાળીનું કામ કરેલું તો એ પણ પ્રકાશિત થયેલી નીકળી હતી. આમ થાય ત્યારે નવું શીખવાનો લાભ મળે છે તે ભૂલી જવાનું હોતું નથી.
વળી, તા. ૨૧ના રોજ ન મળી ત્યાં સુધી ફોન દ્વારા ખબર જાણતી રહી. દાદાને દુખાવો છે. બોલી શકાતું નથી. આવતા નથી – આવા આવા સમાચાર મળતા રહેતા. આજે ઈદ હતી તેથી તેઓને ઘેર જ ગઈ. | સગુણાબહેન સાથે દાદાની તબિયત વિશે વિસ્તારથી વાતો થઈ. એ જે ડાયરીમાં લખીને વાતો કરતા તે ડાયરી વાંચી.
ડાયરીની કેટલીક નોંધોમાંનું કેટલુંક મને ટપકાવવા જેવું લાગે છે.
તા. ૧૭-૧-૨૦૦૫
દેહનું વિસર્જન જલદી થાય તેવી દવા બતાવો.
તા. ૧૮-૧-૨૦૦૫
સિવિલમાં શેક લેવા જવાની કે (ડૉ.ની) દવા લેવાની ઈચ્છા થતી નથી.
૧૪૦
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org