________________
પરિશિષ્ટ - ૪
અનુમાનિત વર્ષ નક્કી કરવા અંગેના તારવેલા વિશિષ્ટ મુદ્દાઓ ૧૦મા સૈકાની શિરોરેખા ત્રિકોણવાળી હોય છે. * તાડપત્રો ૧૫૦૪ સુધી લખાયેલા છે.
તાડપત્રોમાં વચ્ચે “I” આવું ચિહ્ન કરવામાં આવતું હતું. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ બાદ 10 વર્ષે લેખન-કાર્ય શરૂ થયું. અવગ્રહનું ચિહ્ન સાતમા સૈકાથી જોવા મળે છે. હસ્તપ્રતો લખવાની શરૂઆત બારમા-તેરમા સૈકાથી થઈ છે.
ચૌદમા સૈકામાં હસ્તપ્રતો વધારે લખવામાં આવી છે. કે તેરમા તથા ચૌદમા સૈકામાં હસ્તપ્રતોને વચ્ચે કાણું પાડી તેમાં દોરી પરોવવામાં આવતી હતી.
પંદરમા સૈકામાં નાનું છિદ્ર જોવામાં આવે છે. - પંદરમા સૈકા સુધી અંકો અક્ષરોમાં લખવામાં આવતા હતા.
તેરમા સૈકાથી ગુજરાતી “લ” જોવામાં આવે છે. નીચેના માથાનો “' પ્રાચીન છે. ઉપરના માથાનો મ અર્વાચીન છે.
ત્રણ ટપકાંવાળી ‘ઈ ચૌદમા સૈકા પર્યત જોવા મળે છે. - ત્રિપાઠ તથા પંચપાઠ પંદરમા સૈકાથી શરૂ થયા છે.
દસમાંથી સત્તરમા સૈકા પર્વત પડીમાત્રાનો પ્રયોગ જોવા મળે છે. સુવર્ણાક્ષરી પ્રતો પંદરમા સૈકાથી લખવાની શરૂ થઈ છે. સોનેરી તથા લાલ શાહીનો ઉપયોગ સોળમા સૈકાથી શરૂ થયો છે. હૂંડી (શીર્ષક) લખવાનો રિવાજ સોળમા સૈકા પહેલાં ન હતો. સોળમા સૈકામાં તે પ્રથા નિશ્ચિત બની છે અને તે દરેક પૃષ્ઠ લખેલી જોવા મળે છે. વાળેલો દંડ એ સોળમા સૈકાની રીતિ છે. પહેલાં પત્રાંક હંમેશાં પાછળ જ લખાતો. હવે આગળ તથા પાછળ એમ બન્ને સ્થળે લખાય છે. લખાણની રીત સંદર્ભે જોઈએ તો વચ્ચે ફુલ્લિકાના સ્થાને તેરમાં તથા ચૌદમાં સૈકામાં 1 . 1 ચિહ્ન જોવા મળશે. ચૌદમા સૈકામાં. ચોરસ ખાનું દોરાવાનું શરૂ થયું. ચૌદ, પંદર તથા સોળમા સૈકામાં
- ચિહ્નવાળી ફુલ્લિકા પ્રચલિત બની. સત્તરમા તથા અઢારમા સૈકામાં સળંગ લખાણ લખાવું શરૂ થયું. સત્તરમા સૈકામાં ક્યાંક સોળમા સૈકા જેવી ફુલ્લિકા જોવા મળે પણ ખરી. હરતાલનો પ્રયોગ સોળમા સૈકાથી થયેલો છે. મિલનો કાગળ તથા વાદળી કાગળોનો પ્રયોગ તથા વાદળી શાહીનો પ્રયોગ ઓગણીસ તથા વીસમી સદીમાં થયો છે. અઢારમા તથા ઓગણીસમા સૈકામાં પ્રતની વચમાંની ફુલ્લિકાઓ ગાયબ થઈ. શિરોરેખાના અલંકરણ સોળમા સૈકામાં થયા. હુસ્વ ' શિરોરેખાને અડતી નથી. ૨૦મા સૈકામાં તે અડે છે.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org