Book Title: Lakshmanbhai Bhojakna Sannidhyama
Author(s): Rasila Kadia
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 182
________________ પરિશિષ્ટ - ८ દાદાની દીકરી હેમાબહેન સાથે છેલ્લે થયેલી વાતો : દાદાના અંતિમ દિવસની મારી મુલાકાત વખતે દાદાને બદલે હેમાબહેને જે વાતો કરેલી તેની શરૂઆત આ રીતે કરી હતી : રસીલાબહેન, હમણાં બે દિવસથી તો દાદા ઘડીક કેસેટ સાંભળવા ઇચ્છે તો થોડી વાર પછી એ બધું ત્યાંથી ઉપાડી લેવા જણાવે. પલંગ સામે એમનો ફોટો દીવાલે લગાડેલો તે પણ લેવરાવી લીધો.’ Jain Education International હવે અશક્તિ ઘણી છે તેથી લખી શકાતું નથી છતાં લખીને જણાવવા માંગે. અમે ના પાડીએ છીએ.આટલું કહીને હેમીબહેન ઊભાં થયાં અને દાદા જેમાં લખતા હતા તે ડાયરી લીધી અને ખોલીને મને એમના છેલ્લા અક્ષરો બતાવ્યા. પછી, “જુઓ રસીલાબહેન, ઊકલે છે કશું ય ? હું એમને કહું કે દાદા, તમે તમારી આખી જિંદગી અક્ષરો ઊકેલવાની મથામણ કર્યાં કરી. હવે તમારા આ અક્ષરો ઉકેલવા અમારે મથવાનું ?”' આટલું કહીને તેઓ મીઠું મલક્યાં. મેં પાનાં ફેરવ્યાં તો ખરે જ, અક્ષરો ભાગ્યે જ ઊકલે તેવા હતા ! પણ સદાની સંગાથી પેન દાદાથી કેમની છૂટે ?! (દાદાની માંદગીના આ છેલ્લા અક્ષરો પણ પરિશિષ્ટ : ૯માં આપેલ છે.) આમ વાતો કરતાં કરતાં હેમીબહેન એમની માંદગી દરમિયાનની મુલાકાતોની વાતોમાં તથા અતીતના સ્મરણોમાં સર્યા. કહેવા લાગ્યા : “રસીલાબહેન, જ્યારે આવું ત્યારે તેઓ કપડાંના પૈસા આપે. કહે કે જા કહેવા લાગ્યા : પહેલાં સીવવા નાખી આવ. આ પહેલાં આવી ત્યારે પૈસા આપતા હતા ત્યારે એવો વિચાર આવી ગયો કે આજે શું આ છેલ્લી વખતનું હશે ? વળી, જાતે ચાવી આપી કહે કે, લે પેટી ખાલી કરી કબાટમાં તારાં કપડાં ગોઠવી દે, અને બોલો, આ વખતે પણ આવી અશક્ત સ્થિતિમાં પણ જાતે ચાવી હાથમાં આપેલી, હવે થાય છે કે દાદા કેટલી પીડા સહન કરે છે ! ભલે હવે એ આજે છે એવી શાંતિભરી રીતે દેહ છોડે તો વાંધો નહિ, બળતરા થાય ત્યારે હવે સહેજ હાથ મૂકે છે, પણ અમને બધાને બધું કરવા દે છે. દુઃખે ત્યાં હું સહેજ દબાવું તો સારું લાગતું હોય તેવું ઇશારાથી જણાવે છે. ત્રણ દિવસથી તો કેસેટ સાંભળવાની ઇચ્છા બતાવે છે. હમણાં ‘ભક્તામર’ અને ‘રત્નાકરપચીસી' સાંભળે છે. એ ઊંઘતા નથી પણ સાંભળે છે એવું એમની ઊંચીનીચી થતી આંગળીઓ ઉપરથી ખબર પડે.” થોડી વાર મૌન રહે છે. વળી હેમીબહેન બોલ્યાં : “હું નાની હતી ત્યારે દાદા વાર્તાઓ ખૂબ કહેતા. વાર્તામાં એ પોતાનું ઉમેરે. પંચતંત્રની વાર્તાઓ વધારે કહે. મેં એમના કલ્પનાના ઉમેરાવાળી વાર્તા સંભળાવવા જણાવ્યું. તે યાદ કરવા લાગ્યા. પછી કહે : આવી વાર્તા બનાવે “એક છોકરી હતી. તેના હાથમાં પૂરી હતી. ત્યાં એક કાગડો આવ્યો અને પૂરી પર ઝાપટ મારી. • છોકરી તો કાગડાની પાછળ પૂરી લેવા દોડી. દોડતાં દોડતાં જંગલ આવ્યું. જંગલી પ્રાણીઓના અવાજ સાંભળી બી ગઈ. ત્યાં દૂર દૂર એક દીવો જોયો. પાસે જઈને જોયું તો ચોકીદાર. અંદર જવા ન દે. એ તો અંદર ગમે તેમ કરીને ઘૂસી તો અંદર મહેલ ને ફરતે બગીચો અને નદી. આ બગીચામાં બધાં ઝાડ પર જુદી જાતનાં ફળ હતાં. પાસે જતાં જોયું તો ઝાડ પર ચોકલેટ અને પીપરમીંટ લટકે ! નદીનો વહેવાનો અવાજ આવ્યો. ત્યાં ગઈ તો નદીમાં પાણીને બદલે દૂધ. મારાં છોકરાંને દાદા વાર્તા કહે તો એમાં દૂધને બદલે મિલ્ક-શેકની વાત આવે ! મને તો એવી મઝા પડતી.'' ૧૬૪ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192