Book Title: Lakshmanbhai Bhojakna Sannidhyama
Author(s): Rasila Kadia
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 183
________________ મારી સુવાવડ પછી છોકરો સાત મહિનાનો થયો ત્યાં સુધી અહીં રાખેલી. મારો હિમાંશુ દાદાને એટલો તો વહાલો ! મને કક્કો કઈ રીતે શિખવાડેલો, ખબર છે ? ક, ખ, ગ અક્ષરો લખતાં શિખવાડે. પછી ઘરની બહાર લઈ જાય. કબૂતર બતાવે અને કહે, જો કબૂતરનો ક. પછી ઘરની પાછળ લઈ જાય અને ત્યાં ઊભેલા ગધેડાને બતાવીને કહે કે આ છે ગધેડાનો ગ. વળી મંદિરે લઈ જાય અને કહે કે આ તારા ગણપતિબાપાનો ગ કહેવાય. ઘેર આવે અને મારી બાને કહે કે ખલ લાવને. મારાં બા અસ્થિર મગજનાં તેથી ચિડાઈને કહે તમારે વળી ખલનું શું કામ પડ્યું ? આખરે ખલ લાવે તે બતાવીને કહે કે આ ખલનો ખ છે. તમે જાણો છો કે દાદાનું પ્રિય રમકડું કયું ? (બતાવીને) આ ઢાળિયું છે તે. આખો દિવસ એના પર પ્રત કે તામ્રપત્ર રાખીને અક્ષરો ઉકેલ્યા કરે અને ઉકેલે એટલે મને સમજાવે – જો. ખેતર આપેલાં તેની આમાં વાત છે – રાજાની વાત આમાં છે. એમને ઇતિહાસનો ભારે શોખ. મને કહે જો ફલાણા રાજાની વાત તારે વાંચવામાં આવે તો મને કહેવું. આ તો મારે જ્ઞાનનો યોગ નહિ ને એટલે બાકી મને એમના કામ અંગે કેટલી બધી વાતો કરે ! પહેલાં તો પ્રવાસે ય ખૂબ જતા. કેટલા બધા દિવસો અને ક્યારેક તો મહિનાઓ પછી આવે ! પણ આવે ને એટલે એમની પાસેની વાતોનો ભંડાર તો ખૂટે જ નહિ. ઊંટ પર બેઠા હોય, પાછળ મહારાજસાહેબનાં પોટલાં હોય, આગળ જઈને ગામને જાણ કરે કે પાછળ આટલાં થાણાં આવી રહ્યાં છે અને પાણી ઉકાળીને એ...ય મોટ્ટી કથરોટમાં ઠારવા મૂકે. સાંજ પડવા આવી હોય તો જલદીથી કેવી રીતે ઠરે તે કપડું ઊંચું નીચું કરીને બતાવે. વાતો તો એમની ખૂટે નહિ. મારાં બા આવાં તો યે દાદાએ ક્યારે ય એમની પર કે મારા ૫૨ ગુસ્સો કર્યો નથી. અમે ઘરમાં ત્રણ જણાં. હું એમની પાસે બેસી એમનું કામ જોતી હોઉં કે ભણતી કે રમતી હોઉં. દાદા અહીં (હાથથી જગ્યા બતાવી) ઢાળિયા પર કશુંક લખતા હોય. વચલું બારણું બંધ હોય. ત્યાં ચોકમાં બા મોટેમોટેથી બબડતાં હોય અને કશુંક ઊંધુંચત્તું કર્યા કરતાં હોય. હું ઘડીમાં બા પાસે જઉં, ઘડીમાં દાદા પાસે આવું. બા તો ક્યારેય મારી સાથે વાતો કરે નહિ. કોણ જાણે એકલાં એકલાં શું વાતો કરતી હતી પણ પોતાને જ સંભળાવતાં હોય. મને કશાં લાડ કરે નહિ. એ તો દાદા પાસે મળે. શનિ-રવિની રજા હોય તો તેઓ જ્યાં કામે જવાના હોય એ ગામ લઈ જાય. એ એમનું કામ કરે. હું સાધ્વીજીની પાસે ઉપાશ્રયમાં હોઉં, સાધ્વીજી મને સૂત્રો ભણાવે. મને આમ જુદાં જુદાં તીર્થો, ગામો અને શહેરો જોવાં મળે. અતીતનાં એમનાં સ્મરણો સાંભળતાં સાંભળતાં સમય ક્યાં ગયો તેની ય ખબર ન રહી. મારે હજુ થોડીક ૨સોઈ બનાવવી બાકી હતી, આથી મેં એમની રજા લીધી. રિક્ષામાં પાછા ફરતાં, નજર સામે સતત વત્સલ પિતાનું ચિત્ર તરવરતું રહ્યું. શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only ૧૬૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192