Book Title: Lakshmanbhai Bhojakna Sannidhyama
Author(s): Rasila Kadia
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 192
________________ દાદાની ખિસ્સાડાયરી મન જીત્યું તેણે સઘળું જીત્યું, એક વાત નવિ ખોટીંજી. મન કહે જીત્યું તે હું નવિ માનું, એહ વાત છે મોટીજી. દુ:ખમાં ભાંગી ન પડવું અને સુખમાં છકી ન જવું પણ મનને સ્વસ્થ રાખવું. આ કળા સંતોના સમાગમથી મળે છે. સંતોષનો અર્થ પ્રયત્નથી સમાપ્તિ નહીં પરંતુ સંનિષ્ઠ પ્રયત્નને અંતે જે કંઈ ઉપલબ્ધ થાય તેને દુ:ખ, શોક કે વિષાદ વગર, પ્રસન્નતાપૂર્વક આવકારવાની મનોદશા. વાણીવિલાસમાં જબરાપણું દાખવવાનો કુટુંબના બધા સભ્યો દાવો કરે તો સૂર્ય ઊગે ત્યારથી ઘરમાં મહાભારત ચાલુ થઈ જાય. વધુ જરૂરિયાત અને વધુ સગવડમાં આર્તધ્યાનને વધુ અવકાશ. બંધ સમય ચિત્ત ચેતીયે, ઉદયે શો સંતાપ ? શોક વધે સંતાપથી, શોક નરકની છાપ. (વીરવિજયની પૂજા) મક્તનું લઈશ નહીં, નિરાશ થઈશ નહિ. લઘુગ્રંથિ બાંધીશ નહિ, વિશ્વાસ ગુમાવીશ નહિ - આઠવલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192