________________
પરિશિષ્ટ – ૭
દાદાએ અનુભવને આધારે તૈયાર કરેલ મુકિત ગ્રંથોનું સૂચિપત્ર બનાવવાની પદ્ધતિ ૧. મુદ્રિત ગ્રંથોનું સૂચિપત્ર = પત્રાકાર અને ચોપડી જુદાં જુદાં કરવાં. ૨. ક્રમાંક ૩. ગ્રંથનામ ૪. ગ્રંથકારે કરેલા વિભાગ – શ્રુતસ્કંધ અધ્યયન અધ્યાય સર્ગ. ૫. પ્રકાશકે કરેલા વિભાગ – પ્રથમ, દ્વિતીય વગેરે ૬. ગદ્ય-પદ્ય – ચરિત્રો માટે ૭. ટીકાનું નામ – સુબોધિકા, દીપિકા, વૃત્તિ, વિવરણ વગેરે. ૮. ગ્રંથનું સ્વરૂપ - મૂળ, થકા, ભાષ્ય, ચૂર્ણિ, ભાષાંતર વગેરે - કત = ગ્રંથના કર્તાનું નામ લખ્યા બાદ, તેની નીચેની લીટીમાં મૂળ, ચકા, ભાષ્ય વગેરે લખી તેની
સાથે જ તે તેના કર્તાના નામ તેની સાથે જ લખવા. ૧૦, ભાષા. ૧૧. લિપિ ૧૨. વિષય ૧૩. સંપાદક | સંશોધક ૧૪. પ્રકાશકનું નામ, ગામ, વર્ષ, આવૃત્તિ, પુન:પ્રકાશન હોય તો પ્રથમ પ્રકાશકનું નામ. ૧૫. પત્રસંખ્યા ૫ + ૧૬ + ૧૮૨ પ્રસ્તાવના, અનુક્રમણિકા, પરિશિષ્ટો વગેરેની સંખ્યા + + + કરીને
લખો. અંતે કુલ સંખ્યા જણાવો. ૧૬, મૂલ્ય ૧૭. માપ. સે. મી. અથવા ઇંચ ૧૮. ગ્રંથના નામ આગળ વિશેષણ કાઢી નાંખવું. દા. ત. શ્રી, શ્રીમદ્, શ્રીમતી ૧૯. કર્તાની અટક, બિરુદ, પદ લખવું. દા. ત. સૂરિ, વિજય, ઉપાધ્યાય ૨૦. ગ્રંથમાં આગળના ભાગે આપ્યા હોય તો વ્યક્તિઓનાં જીવનચરિત્ર નોંધવાં. કાર્ડ પણ બનાવવાં. ૨૧. ગ્રંથનાં બે નામ હોય તો અંતે લખવાં, કાર્ડ પણ બે બનાવવાં. ૨૨. ગ્રંથપાળે ધ્યાનમાં રાખવાના મુદ્દા : જૈન આગમો અથવા પ્રકરણો પ્રાકૃત અથવા સંસ્કૃત ગમે તે ભાષામાં
લખવામાં આવે છે. સામાન્ય નિયમ એવો રાખવો કે પ્રકાશકે છાપેલું નામ લખવું. પરંતુ, જુદા જુદા પ્રકાશકો એક જ ગ્રંથનું નામ જેમ કે આચારો, ઠાણે, લખે-અને બીજા આચારાંગ, સ્થાનાંગ, લખે તે
સમજવાની ક્ષમતા ગ્રંથપાલ કેળવે. ૨૩. સચિત્ર ગ્રંથોનો ઉલ્લેખ કરવો. ૨૪. સ્થિતિ | બાઇન્ડિંગ કરેલું કે જીર્ણ તે નોંધના ખાનામાં લખવું. ૨૫. એક લીટી છોડીને લખવું. ૨૬. સૂચિપત્ર માટે ચોપડાનો કાગળ સળંગ રાખવો | બે ભાગમાં નહીં. ૨૭. પત્રાકાર ગ્રંથોનાં પત્રો ગણીને ઘટતાં હોય તે લખવાં | ખૂટતાં પત્રો ઝેરોક્ષ કરાવી મૂકવાં. ૨૮. મૂળ ન હોય, માત્ર ભાષાંતર હોય, તો મૂળકર્તા લખવાં પણ તેના ઉપર કૌંસ કરવો. ૨૯. સ્વરૂપમાં-મૂળ, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, અવચૂરિ, છાયા, વિષમપદપર્યાય, ટિપ્પણ-ભાષાંતર ભાવાનુવાદ
આવે. ૩૦. અકારાદિ પ્રત અને ચોપડીનું ભેગું રાખવું. ૧૬ ૨
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org