Book Title: Lakshmanbhai Bhojakna Sannidhyama
Author(s): Rasila Kadia
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 172
________________ સ્વસ્તિવચન : જો સ્વસ્તિવચનમાં શ્રી હીરસૂરિભ્યો નમઃ' લખેલ જોવા મળે તો તે શ્રી હીરસૂરિ પછી જ લખાયેલો. ગ્રંથ હોય. દેશીઓ: જૈન ગુર્જર કવિઓ'માં આપેલી છે. સમય નિર્ધારણમાં તેનું સ્થાન છે. દા. ત. “ભમ્મરિયો કૂવાને કાંઠે એ દેશી ૨૦મી સદીની છે. તો સમય ૨૦મી સદીનો કે તે પછીનો કહેવાય. ધારો કે કોઈ દેશી પંદરમી સદીની છે તો એટલું ચોક્કસ કહેવાય કે કૃતિ પંદરમી પહેલાંની તો નથી જ. સંયુક્તાક્ષરો: સંયુક્તાક્ષરોનો મરોડ જૂનો છે કે નવો તે ધ્યાનમાં લેવું. [આ સિવાય હાંસિયાની લાલ કે કાળી લીટી, ત્રિપાઠ-પંચપાઠ-સ્તબક, લાલ ચંદ્રક, લિપિચિત્ર, બે લીટી વચ્ચેની ઓછીવત્તી space, ફાંટિયાની લીટી દેખાવી, ચોકડી કે ફૂદડી વગરનું સળંગ લખાણ, પ્રારંભે લખાયેલું ગુરુનામ. જેવા મુદ્દાઓ સમય નિર્ધારણાના અનુમાન માટે ખપમાં આવતા હોવાથી ધ્યાનમાં રાખવા ઘટે.]. પરિશિષ્ટ નં. ૫માં અહીં આપેલા મુદ્દાઓને જ દાદાએ કોઠો બનાવી સ્પષ્ટ કર્યા છે. એક જ ઝલકે જોવા માટે તે ઉપયોગી છે.) ૧૫૪ શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192