________________
હાલ “' કે “રૂ લિપિમાં રહ્યા નથી તેથી તેને જૂના માનવા. દાદા જ્યારે ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં ગયેલા અને તાડપત્રો અને હસ્તપ્રતો જોતા હતા ત્યારે કેટલાંક લક્ષણોને આધારે સંવત-નિર્ધારણાનાં અનુમાનો તારવ્યાં હતાં તે નીચે પ્રમાણે છે : પ્રતની બે બાજુ લીટી હોય તો ૧૬મો સૈકો ભલે મીંડું જોઈને પણ સમય નક્કી થઈ શકે. માર્જિનના પહેલાં લાલ લીટી છોડે એ ૧૯મો સૈકો. ઝીણી કાળી લીટી એટલે ૧૫મો સૈકો બે કાળી લીટી વચ્ચે લાલ લીટી આધાર વિના કરી હોય તે જૂનું સમજવું. પાછળના સૈકામાં તે જાડી
બની છે. + વચ્ચેનું છિદ્ર એટલે ચૌદમો સેકો.
(સમયાંતરે દાદા આવા તારવેલા મુદ્દાઓની વાત કરતા. એક વખત જ્યારે હું શ્રી દીપ્તિપ્રજ્ઞાશ્રીજી તથા ચારશીલાજી સાથે બ્રાહ્મીલિપિ શીખતી હતી ત્યારે આવાં તારણોમાંર્થી કેટલાંકને સમજાવ્યાં હતાં તેથી પુનરાવર્તન
તું હોવા છતાં તે આપવાં મને જરૂરી લાગ્યાં છે. હકીકતમાં આ બધી વાતો સમયાંતરે થયેલી છે અને તે બધી એકત્ર કરીને એક સાથે અહીં પરિશિષ્ટમાં મૂકવાનું યોગ્ય ગયું છે. જે દિવસે વાત થયેલી તે દિવસે મૂકતાં જિજ્ઞાસુ સિવાયના માટે વાતચીતનો ચાલુ પ્રવાહ અટકી જતો લાગતો હતો.) ૧. કાગળ:
જુઓ કે મેલો છે? સફેદ છે ? રંગીન છે? મેલો અને ડાઘવાળો કાગળ જૂનો કહેવાય. મિલનો કાગળ સપાટ હોય, હાથબનાવટનો હોય તે રૂંછા જેવો લાગે. ૨. માપ: (size)
- તાડપત્રયુગમાં કાગળને પણ તાડપત્ર ભેગું મૂકવાનું હોવાથી તેની પહોળાઈ પણ તાડપત્ર જેટલી જ અર્થાત્ ૩” કે ૩.૫” રહેતી. ૩. વચ્ચે છિદ્ર :
વપરાયા વિનાનું વચ્ચેનું છિદ્ર પંદરમા તથા સોળમા સૈકાના પૂર્વાર્ધ સુધી જોવા મળે છે. ૪. વપરાયેલું છિદ્રઃ
છિદ્રની કિનાર વપરાયું હોવાથી તૂટેલી જણાશે. આ પ્રત જૂની ગણાય. કાણું વપરાવવાને કારણે નાનું હોય તો મોટું થયું હોય, તે ૧૪મા સૈકાનું ગણી શકાય પાછળથી છિદ્ર કાગળમાં નિરુપયોગી જણાયું તેથી વપરાતું બંધ થયું. ૫. લાલ લીટી:
૧૬મા સૈકામાં આવી. ૧૫મામાં ક્યાંક જોવા મળે, છતાં ૧૬મા સૈકામાં તે fix થઈ. આમ છતાં, ૧૬મા સૈકામાં પણ સાધનોની અનુપસ્થિતિમાં કાળી લીટી ય જોવા મળે છે. ૬. લીટીના પ્રકારો :
વાળ જેટલી ઝીણી હોય, બે લીટીની વચ્ચે સાધનની મદદ વિના, freehandથી લાલ શાહીની લીટી હોય. લાલ લીટી પાછળથી કરવામાં આવતી તેથી તે freehandથી કરેલી હોય, તેની આજુબાજુની લીટી ફુટપટ્ટીથી કરેલી હોય, ૧૬મા સૈકામાં જ આવી freehandવાળી વચ્ચે લીટી જોવા મળશે.
૧૫૨
મૃતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org