________________
*
*
*
*
*
*
*
*
*
કૅટલોંગ બનાવતાં ધ્યાનમાં લેવાના મુદ્દાઓની દાદાએ આપેલી સમજ
કેટલૉગનો જે ચોપડો બનાવો તેમાં ખાનાં વધુ હશે. આમ છતાં આ ચોપડો સળંગ રાખવો. બે ભાગમાં વિભાજિત થાય તેવો ન રાખો. ચોપડો ભલે લાંબો બને પણ કાગળ સળંગ રાખવો. આમ ન થાય તો, લખાણ ઉપર-નીચે જો (વચલી પીનથી) વંચાશે તો મુશ્કેલી થશે. (આમ કહી, દાદાએ એમની પાસેના જૂના ચોપડા બતાવી, કેવી મુશ્કેલી ઊભી થાય તે દર્શાવ્યું.) ચોપડો આડો અને પહોળો બનશે.
પરિશિષ્ટ ૬
ગ્રંથનામ (title) સાથે જ એ પુસ્તકના ગ્રંથકારે કરેલા વિભાગો લખો.
દા. ત. ત્રિષષ્ઠીશલાકાપુરુષ – પર્વ. ૭
પ્રકાશકે કરેલા વિભાગો પણ લખો.
દા. ત. પ્રકાશકે ‘ત્રિષષ્ઠીશલાકાપુરુષ'ને બે ભાગમાં બહાર પાડ્યું છે. પહેલા ભાગમાં ધારો કે ૧થી ૧૫ અને બીજા ભાગમાં ૧૬થી ૨૫ પર્વ છે તો આ રીતે લખો :
ત્રિષષ્ઠીશલાકાપુરુષ ભા. ૧ (૧થી ૧૫ પર્વ)
ત્રિષષ્ઠીશલાકાપુરુષ ભા. ૨ (૧૬થી ૨૫ ૫ર્વ) ગ્રંથનું સ્વરૂપ જણાવો.
દા. ત. મૂળ માત્ર હોય તો મૂળ લખો.
મૂળસમેત ટીકા હોય તો મૂળ અને ટીકા એમ બન્ને લખો. એકથી વધુ સ્વરૂપ પણ હોય તો તે પણ લખો.
દા. ત. કલ્પસૂત્ર (મૂળ, ભાષાંતર, દીપિકા)
ટીકા, ભાષાંતર, ભાવાનુવાદ, મૂળ, નિર્યુક્તિ, દીપિકા, સુબોધિકા વગેરે સ્વરૂપો કહેવાય.
ભાષા મૂળ, ટીકા વગેરેમાં જુદી હોય તો તે જણાવવી. દા. ત. મૂળ (સં.) ટીકા (પ્રા.)
સંપાદિત અને સંશોધિત બન્ને હોય તો તેમ લખો, કારણ કે આ બન્ને જુદી વસ્તુઓ છે. એક જ હોય અથવા સંપાદિત અને સંશોધિત બન્ને પણ હોય, તો એક હોય તો તે અને બેઉ હોય તો બન્ને જણાવવાં જરૂરી.
પ્રકાશન પ્રથમ વાર જ થયું હોય તો તે અને પુનઃપ્રકાશિત હોય તો તે તે લખવું. અહીં યાદ રાખો કે આવૃત્તિ અને પુનઃપ્રકાશન અલગ વસ્તુઓ છે. પ્રકાશક ફરી તે જ પુસ્તક છાપે તો તે આવૃત્તિ કહેવાય. બીજો પ્રકાશક તે જ પુસ્તક છાપે તો તે પુનઃપ્રકાશન કહેવાય. પૃષ્ઠસંખ્યા લખો ત્યારે પ્રકાશકના બે બોલ + સંપાદકના બે બોલ + વિવેચકની વાત + અનુક્રમણિકા અને રૂપરેખા + નિર્દેશિત વિષય + પરિશિષ્ટ + શબ્દાર્થકોશ અહીં આ બધાનાં પૃષ્ઠો અલગ અલગ લખી ટોટલ પૃષ્ઠસંખ્યા જણાવો. કયાં પૃષ્ઠો કઈ બાબતનાં છે તે ન લખો તો ચાલે પણ + + + કરી પૃષ્ઠ લખી, ટોટલ જણાવો. ઘણી વાર એવું પણ બને કે નિર્દેશિત વિષય કરતાં પ્રસ્તાવનાનાં પૃષ્ઠો વધુ હોય !
મૂલ્ય લખવું.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
૧૫૯
www.jainelibrary.org