Book Title: Lakshmanbhai Bhojakna Sannidhyama
Author(s): Rasila Kadia
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 168
________________ જુજવળ તથા દેશી પ્રાકાર : જુજવળ એ ઓળિયું, કાંબી કે આંકણી જેવું લેખનનું સાધન છે. તે લોખંડનું બનેલું લીટીઓ પાડવાનું સાધન છે. લેખણ તરીકે સોયો, બર કે દર્ભ તથા સોના કે ચાંદીની કલમો કામમાં આવતી. આવી કલમો કૂચો ન બની જાય તે માટે જુજવળ સાધન સારું કામ આપતું. પ્રાકાર એટલે આજનો કંપાસ. તે જમાનામાં તેમાં પેન્સિલ ભરાવવાની જરૂર ન રહેતી. આ સાધનની એક બાજુની અણીને શાહીમાં બોળીને વર્તુળ દોરાય. શાહી-મષી : મષી એટલે મેશ અર્થાતુ કાજળ. કાળા રંગ માટે “મષી' શબ્દપ્રયોગ થયો છે. જે સાધનથી લિપિ-અક્ષરો દશ્યરૂપ ધારણ કરે છે તેનું નામ મલી છે. પુસ્તકો લખવાના કામમાં કાળી શાહીનો જ ઉપયોગ થતો હતો. જે સાધનથી લખાણ થતું તે કિન્તો કહેવાય. તે બરુનો બને. લાલ તથા અન્ય શાહીનો ઉપયોગ પાછળથી એટલે કે છેલ્લાં પ00 વર્ષથી થયો છે. ૧ શેર તલિયા તેલમાંથી ૧ તોલો કાજળ નીકળે. ૧૫૦ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192