________________
પટ્ટી-પાટી:
લહિયો નકલ કરતો હોય ત્યારે જેમાંથી નકલ કરતો હોય તે પાનું સામે હોવા છતાં જરાક બે ધ્યાન થતાં કે અન્ય કારણસર લખાતી લીટી ખોવાઈ જાય. અને ઉપરની કે નીચેની લીટી સાથે મિશ્રિત થઈ જાય આમ ન થાય તે માટે પટ્ટીવાળી પાર્ટીમાં પાનું ભરાવી દેવામાં આવે છે અને લખાતી લીટી ખોવાતી કે ઉપરનીચેની લીટી સાથે ભળી જતી બચી જવા પામે. દોરો :
તાડપત્રમાં દોરો અનિવાર્ય ગણાતો. કાગળમાં તેની જરૂર રહી નહિ. આનું કારણ એ છે કે તાડપત્રો પહોળાઈમાં સાંકડા અને લંબાઈમાં વધુ પ્રમાણમાં હોય, કાગળની પેઠે એકબીજાને વળગી રહેવાનો તેમનામાં ગુણ નથી હોતો, જેને કારણે તાડપત્રો ખસી પડતાં હોય છે. પરિણામે તેમાં અસ્તવ્યસ્ત બની, સેળભેળ થવાની શક્યતા વધારે રહેતી. આના ઉકેલ તરીકે પાનાંની વચ્ચે એક અને જો લંબાઈ વધુ હોય તો બે કાણાં પાડી, તેમાં કાયમ માટે લાંબો દોરો પરોવી રાખવામાં આવતો. શરૂ શરૂમાં ચાલી આવતી આ પ્રથા કાગળના પુસ્તકમાં પણ રહેલી, પાછળથી તેની જરૂર ન જણાતાં આ પ્રથા લુપ્ત થઈ. આમ છતાં લહિયાઓ કાગળની પ્રતમાં
ની વચ્ચે ચોરસ, ગોળ કે કંડાકતિ જેવા આકારની કોરી જગ્યાઓ રાખતા આવ્યા છે તે આ દોરો પરોવવાની યાદગીરીરૂપ છે. વીસમી સદીમાં તો હવે જગ્યા છોડ્યા વિનાનું સળંગ લખાણ જ લખાય છે. લિપ્યાસન:
આ શબ્દ બે અર્થમાં વપરાય છે. લિપ્યાસન એટલે લિપિનું આસન અથતુ જેના ઉપર લિપિ બેસી શકે છે. આ અર્થ પ્રમાણે લિપિ લખવા માટે વપરાતાં તાડપત્ર, કાગળ કે કપડું એ લિપ્યાસન કહેવાય. આ. મલયગિરિએ લિપ્યાસનનો અર્થ લિપિને દશ્યરૂપ ધારણ કરવા માટેનું જે મુખ્ય સાધન છે તે શાહીનું આસન' અર્થાતુ ખડિયો એમ જણાવ્યો છે. ભોજપત્રો:
ભોજપત્રનાં પૃષ્ઠો મોટાં હોય છે. ગરમીમાં તે ફાટી જતાં હોય છે આથી જેનોએ તેનો ઉપયોગ કર્યો નથી. કાશ્મીર તથા નેપાળમાં તેનો ઉપયોગ થયો છે. ત્યાં ગરમી નથી હોતી એટલે પણ હોય. સાંકળઃ
શાહી એ જમાનામાં ખૂબ જ મૂલ્યવાન વસ્તુ હતી. એની બનાવટ દરેક લહિયો શીખી લેતો. આજની પેઠે શાહી પ્રવાહી ન હતી. સકવેલા ગાંગડામાં યોગ્ય પ્રમાણમાં પાણી નાંખી શાહી બનતી. લખતાં લખતાં લહિયાને કારણસર વિરામ-રીસેસ પાડવી પડે અને ઊભા થવું પડે તો શાહીનો ખડિયો પગમાં આવી ન જાય અને લખાયેલાં પૃષ્ઠો કે અન્ય કશાને બગાડે નહિ તેનું ધ્યાન રાખવું પડતું. આવે વખતે ખડિયાને જમીનથી અધ્ધર દીવાલે કે થાંભલે ટીંગાડવામાં આવતો. આ માટે ખડિયાને ત્રણે બાજુ નાકાં પાડવામાં આવતાં. તેમાં સાંકળ પરોવીને ખીંટીએ લટકાવાય. આમ, સાંકળ એ ખડિયો લટકાવવાનું સાધન છે. ગ્રંથિ-ગ્રંઠિકા – ગાંઠઃ
તાડપત્રીય પુસ્તકોમાં દોરો પરોવ્યા બાદ તેના બે છેડાની ગાંઠો પુસ્તકના કાણામાંથી નીકળી ન જાય તેમજ પુસ્તકની ઉપર-નીચે લાકડાની પાટીઓ ન હોય તોપણ તાડપત્રીય પ્રતિને દોરાનો કાપ ન પડે તથા પુસ્તકનાં કાણાં કે પાનાં ખરાબ ન થાય તે માટે તેની બન્ને બાજુએ હાથીદાંત, છીપ, નારિયેળની કાચલી, લાકડાં વગેરેની બનાવેલી ગોળ, ચપટી દડીઓ તેની સાથે દોરામાં પરોવવામાં આવતી. પછી દોરો બંધાતો. આજે જે કામ વાયસર કરે છે તે કામ આ ફૂદડીઓ કરતી.
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org