________________
પરિશિષ્ટ
-
પ્રતનાં પૃષ્ઠો ઉખાડવાની રીતો
રીત ઃ ૧
પહોળા મોંવાળું માટલું લો. તેમાંથી પાણી કાઢશો તો માટલાની અંદર ભેજ રહેશે. તેમાં એક ઈંટ મૂકો. ચોંટી ગયેલી આ પ્રતો ઈંટ પર મૂકો. આખી રાત આ રીતે રહેવા દો. બીજે દિવસે તેને કાઢી લો. ભેજને કારણે પાનાં છૂટાં પડી જશે.
૨
રીત ઃ ૨
પાણી ચૂસી શકે તેવો કાગળ લો. છપાયા પહેલાંનો છાપાનો કોરો કાગળ અથવા હેન્ડમેઈડ કાગળ પાણી ચૂસે તેવા હોય છે. કાગળને ભીનો કરો. પ્રતો તેમાં મૂકો. પછી એને ભીના કપડામાં મૂકી રાખો. રોજ જોતાં જવાનું કે ખૂલે તેમ થયાં છે કે નહિ. કોઈ વાર એક દિવસમાં ખૂલે, કોઈ વાર ત્રણ-ચાર દિવસ પણ થાય. સતત જોતા રહેવાનું. ચૂકવાનું નહિ.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
રીતઃ ૩
આ આર્કાઇવ્ઝની રીત છે. આ રીતમાં કામ મેડિસિનથી થાય છે. ખૂબ ખર્ચાળ રીત છે. એક પાનાના ૧૦૦ રૂ. પણ થાય. ક્યારેક પ૦૦ રૂ. પણ થાય. આનું કામ દિલ્હીમાં થાય છે.
For Private & Personal Use Only
૧૪૭
www.jainelibrary.org