Book Title: Lakshmanbhai Bhojakna Sannidhyama
Author(s): Rasila Kadia
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 162
________________ અત્યાર સુધી જ્યારે જ્યારે દાદા પાસે બેસવાનું બનતું ત્યારે બોલી શકાયું ત્યાં સુધી દાદાએ વાતો કર્યા કરેલી. આજે દાદાએ જાણે હેમીબહેનને પોતાની proxy ભરવાનું કહ્યું ન હોય ! તેમ હમીબહેને બાળપણથી માંડીને આજના દિવસ સુધીની દાદા વિશેની વાતો કરી. ૧૨-૩૦ કલાકે અમે છૂટાં પડ્યાં. પ્રસ્તુત વાતોને પરિશિષ્ટ : ૮ માં આપવામાં આવેલ છે.) ૧૨-૩૦ વાગે છૂટી પડી ત્યારે હેમીબહેન કહે : “દાદા થોડા દિવસ પર કહેતા હતા કે તારી મોટીબહેન આજે જો જીવતી હોત તો આજે તે ૬૦ વર્ષથી ય મોટી હોત. આજે મારે બહેન નથી પણ દાદાને તમારા જેવી કેટલી બધી દીકરીઓ છે ?” તા. ૧૪-૩-૨૦૦૫, સોમવાર - સમય સાંજે ૫-૩૦ શ્રીનો ઑફિસેથી ઘેર આવવાનો આ સમય. એ આવ્યા. હું આ સમયે દાદાને ત્યાં આજે સવારે હેમીબહેન સાથે થયેલી વાતોને નોંધતી હતી. બારણું ખોલીને ફરી અધૂરું લખવા માટે બેઠી. શ્રી મારી પાસે આવીને ઊભા રહ્યા. ખભે હાથનો સ્પર્શ કરીને કહ્યું : “અંદર આવ.” મેં એમના સામે જોયું. કશુંક અગત્યનું કંઈક ગંભીર બન્યું છે તેવું લાગ્યું. હું ઊઠી. અંદર ગઈ. સમાચાર આપ્યા : “દાદા ગયા” એક ક્ષણ સુન્ન થઈ તરત સ્વસ્થતા ધરી દાદાને ત્યાં જવાને બન્ને નીકળ્યાં. - ગુણવંતભાઈએ જણાવ્યું: “રથી રા ગાળામાં આ બન્યું. બે દિવસથી એમણે પડખે સૂવાની ટેવ છોડી દીધેલી. આમ તો હંમેશાં પડખાભેર સૂઈ રહેતા. પણ બે દિવસથી ચત્તા સૂઈ રહેતા, તે કદાચ સંકેત હતો ? ડૉક્ટરે આવીને ૩ વાગે ડીક્લેર કર્યું. આજે દાદા ૮૭ વર્ષ, ૪ માસ અને ૩ દિવસનું આયુષ્ય ભોગવીને ગયા.” - પછી એમનો બંધ ન રહ્યો. આંખો આંસુથી છલકાઈ ગઈ. – હું તથા શ્રી અમે બન્ને ખાસ્સી વાર દાદાના મૃતદેહ સમક્ષ ઊભાં રહ્યાં. “સવારે તો શ્વાસનો અવાજ કેટલો બધો સંભળાતો હતો ! હવે બધું શાંત ! દાદા જાણે અવાજ વિનાની ઊંઘ લઈ રહ્યા છે !” – પ્રાર્થના કરી : “ ૐ નમો ભગવતે ૐ નમો ભગવતે | ૐ નમો ભગવતે ” હે મા, મારા દાદાના આત્માને શાંતિ આપ. પ્રાર્થના પૂરી થઈ પણ હજુ ત્યાંથી ખસાતું ન હતું. ઘણી બધી વાતો જાણે કે એમને મારે કરવાની છે હજુ. સ્વગત બોલવા લાગી : “દાદા, તમે ઘણા સમયથી ઝંખેલી યાત્રાએ સુખેથી પ્રયાણ કરો. આમ છતાં, એક વાત તમને કહ્યા વિના રહી શકતી નથી અને તે એ છે કે આપણા ઋણાનુબંધ હજુ પૂરા થયા નથી, હં. તમે આગળ જાવ છો અને ફરીથી લિપિજ્ઞાનનું આ ક્ષેત્ર તૈયાર કરો છો. હું આવીશ ત્યારે ફરીથી તમારી સાથે આ ક્ષેત્રમાં કામ કરવાને જોડાઈશ. હવે હું એવું પુણ્ય આ ભવમાં કરીશ કે જેથી કરીને આ ભવે નડેલાં અંતરાય કર્મો – પેલા કાઠિયા - નડે નહિ, અને હું વિના વિખે આ કામ કરી શકું. આધ્યાત્મિક યાત્રાની વાતોને મોડે મોડે થોડું સમજી છું તે પણ આ જ્ઞાન-યાત્રાની સાથે સાથે આગળ ચાલે એવી સજ્જતા કેળવીને આવીશ. “દાદા, આજે આ સાનિધ્ય સમાપ્ત થતું નથી. ક્ષરદેહે હવે ભલે તમે ન હોવ. ભલે ક્ષર-દેહનાં આ છેલ્લાં દર્શન હોય ! આમ છતાં, તમે અનેક રીતે મારી સાથે છો. તમે મને કેટલું જ્ઞાન આપ્યું છે ! કેટલી સમજ આપી છે ! આ બધુંય પાછું કશાય આગ્રહ વિના, કશુંય સીધી રીતે કહ્યા વિના ! આ બધું જ મારી પાસે છે તેથી જ, તમે મારી સાથે છો જ. તમે છો જ દાદા, તમે છો જ. ...” ૧૪૪ શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192