________________
એલોપથીની ટીકડી કે કેસ્યલ એમ. બી. બી. એસ. ડૉક્ટર પાસેથી દર્દમાં રાહત માટે લેવાનું મન થાય છે.
એલ. ડી. કે શ્રુતલેખનમાં જવાની ઈચ્છા નથી. શરીરમાં અશક્તિ વરતાય છે.
તા. ૧૯-૧-૨૦૦૫
હેમીનું ધ્યાન રાખો છો તેમ રાખશો. સગુણા જે રીતે સેવા કરે છે તે પર્યાપ્ત છે. શરીર સશક્ત બનશે તો એલ. ડી. કે શ્રુતલેખનમાં જવાની ઇચ્છા છે.
તા. ૨૦-૧-૨૦૦૫
દાદાની બહેનના દીકરાનો દીકરો દાદાને પૂછે છે: ભોજક બન્ને ધર્મ – જૈન અને વૈષ્ણવ – પાળે છે તેથી ભોજકોને ધર્મશાળામાં રહેવા મળતું નથી. વૈષ્ણવધર્મવાળા જૈન સમજી તેઓને સ્વીકારતા નથી. તો કયો ધર્મ પાળવો ? દાદાનો જવાબ:
જૈનધર્મ શ્રેષ્ઠ છે. વૈષ્ણવધર્મ વ્યવાહર પૂરતો પાળવો.
તા. ૨૮-૧-૨૦૦૫
ભાવનગરથી આવેલાં માલતીબહેન દેસાઈને ત્યાંના ભંડારો બાબતે લખીને જણાવેલ છે અને પછી તેમને અનુરોધ કરે છે કે –
ભાવનગરમાં ડોસાભાઈ અભેચંદ ભંડાર છે. તમે બહેનોને તૈયાર કરો... બહેનોની મર્યાદા હોય છે. પણ તમે મુખ્ય બનો તો કામ ચાલે.
તા. ૩૧-૧-૨૦૦૫
(અક્ષરો હવે બગડ્યા છે.) હવે તો આ દેહનું વિસર્જન થાય તેવો ઇલાજ કરવો છે. હવે સાજા થવાની ઉમ્મીદ નથી.
તા. ૪-૨-૨૦૦૫
રાત્રે ઊંઘ આવતી નથી. પરાણે આત્માને સમતામાં રાખી પડ્યો રહું છું. મારું ચિત્ત, આત્મા અને દેહ જુદો છે એમ તમે બોલ બોલ કરો છો તેથી સમતા જોખમાય છે. તમને બધાને હેરાન કરું છું.
તા. ૧૭-૨-૨૦૦૫
મને ચક્કર આવતા હોય તેમ લાગે છે.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org