________________
દેસાઈએ માંગણી કરી હતી. એટલે કેટલાંક એને પણ આપેલાં છે. જોકે, હજુ છપાયાં નથી. છપાય તે માટે મેં આપ્યાં છે તો ખરાં પણ હું પોતે હજુ આવી બધી વાતો કહેવા માટે અવઢવ અનુભવું છું.
તમને આ સંદર્ભે એક ઘટના સંભળાવું. મુનિશ્રી હિતરુચિવિજયજીની વાત પહેલાં થઈ ગઈ છે. એ સંસારી અવસ્થામાં અતુલ નામે હતા ત્યારની આ વાત છે. હું મુંબઈમાં અતુલને ત્યાં ગયેલો. થોડીક વ્યક્તિઓ ત્યાં હાજર હતી અને વાતોમાંથી જ મહારાજજીની વાત નીકળી. એમનો તો હું પારસસ્પર્શ પામેલો. સ્વાભાવિક રીતે તેમને વિશે હું ઉત્સાહભેર વાતો કરતો રહ્યો. વાતોમાં મેં કીધું કે એક વાર તો મહારાજજીએ રાત્રે ત્રણ વાગ્યા સુધી કામ કર્યું હતું.
લાગલો જ એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો : “રાત્રે ? રાત્રે કેવી રીતે ?'
“લાઈટનો ઉપયોગ કરીને" મેં કીધું. સૌ વિખરાયા. અતુલે ઉપરની કહેલી વાતને યાદ કરીને કહ્યું હતું : “આવી વાતો કરવી નહિ. એનું કારણ એ છે કે લોકોને એની પાછળનો મૂળ હેતુ દેખાતો નથી. એ બધા ઘટનામાં સાધુના આચારની શિથિલતા જુએ. સમજનાર ઓછા હોય છે.”
અતુલની વાત તો સાચી હતી. મહારાજજીએ શાસનનું કાર્ય કરવા થોડીક છૂટ સ્વીકારેલી. એમના દ્વારા થયું તે કામ તે સમયને અનુલક્ષીને કરવું કેટલું જરૂરી હતું ? તે જો ન થઈ શક્યું હોત તો આજે જે પ્રતો વિપુલ પ્રમાણમાં સંગ્રહિત અને સુરક્ષિત બની છે તે બની હોત ખરી ? ... સાચું કહું. આવું બધું બને છે એટલે મને લખવાનું મન જ થતું નથી.
આ ગ્રંથ લખતાં, હું પણ આવી વિમાસણમાંથી પસાર થઈ રહી છું. દાદાએ કહેલી આ કે પેલી વાત લખું કે ન લખું ? ઉપરના પ્રસંગની જેમ દાદાએ કહેલી વાતનો મર્મ જો ન પકડાય તો દાદાના વ્યક્તિત્વને તો હું હાનિ પહોંચાડતી નથી ને ? અહીં, કેટલેક સ્થળે એવી કેટલીક વિગતો સમાવિષ્ટ થઈ છે જેમાં ઉપરના પ્રસંગની પેઠે આત્યંતિક – એકાંગી અર્થઘટન કરીને ઘટનાના કેન્દ્રમાં રહેલા મર્મને હાનિ પહોંચાડી શકાય. જો એવી વિગતો છોડી દઉં છું તો દાદાના વ્યક્તિત્વની છબીને હું પૂરો ન્યાય આપી શકતી નથી. બહુ વિચારતાં લાગ્યું કે, આજે ભલે કોઈ એકાંગી-આત્યંતિક અર્થઘટન કરે, પણ હવે પછીની ભાવિ પેઢીના અભ્યાસીઓમાં શ્રદ્ધા મૂકી શકાય તેમ છે. તેઓમાં ખુલ્લાપણું, નિખાલસતા અને સ્વીકારવૃત્તિ આજે જણાય છે તે કરતાં પણ વધુ વિકસ્યાં હશે. તેઓ એને યથાયોગ્ય સ્વરૂપે સ્વીકારશે. શ્રદ્ધાનું આ બળ ગ્રંથના આવા લખાણના પ્રકાશનમાં છે.)
ઘણા સમયથી દાદાની વાતો સાંભળતી આવી છું. એમના જીવનમાં બનેલા પ્રસંગોની વાત દાદા કરે છે ત્યારે તે તે સમયે દાદાએ પોતે કઈ લાગણી અનુભવી હતી તેની વાતો ક્યારેય કરી નથી. માત્ર તથ્યોની રજૂઆત. મને થતું : શું દાદાને અમુક ચોક્કસ પ્રસંગોએ એ વખતની આખી પરિસ્થિતિ પર, તે સાથે સંકળાયેલ સંસ્થા કે વ્યક્તિ પરત્વે અણગમો, અભાવ કે ગુસ્સો નહીં આવ્યો હોય ? આજે તો મારાથી એ વિશે પૂછી જ બેસાયું.
પ્રશ્ન : દાદા, જ્યારે તમે યુવાન હતા એ સમયે તમને પ્રત ન આપનાર ટ્રસ્ટીઓ
કે વહીવટદારો પર ગુસ્સો આવતો હતો ? આજે જે સમતાભાવ તમારામાં
હું જોઈ રહી છું તે આપે કેળવ્યો છે કે સહજ હતો ? એમનો જવાબ ખૂબ જ મુદ્દાસર હતો. દાદા : સમતા રાખવી અઘરી છે.
સમતા એ લોકો જ રાખી શકે - ૧. જે રોજ સવારે નિયમિતપણે ભાવપૂર્વક પૂજાપાઠ કરતો હોય. ૨. જેનામાં શ્રદ્ધા હોય કે પોતાથી પણ ઉપરી કોઈ શક્તિ આ સૃષ્ટિ પર છે.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org