________________
તા. ૧૧-૧૦-૨૦૦૪
આજે દાદાને ત્યાં ગઈ ત્યારે દાદા સૂઈ ગયા હતા. ગાંધીનગરવાળાં એમનાં બહેન રતનબહેન સવા૨થી આવેલાં. દાદા જાગ્યા પછી રતનબહેન ઘેર જવા નીકળ્યાં ત્યારે ભાઈ-બહેન હાથ જોડીને છૂટાં પડે છે તે ભાવ-દશ્ય દાદાની કુટુંબવત્સલતાનો મને પરિચય કરાવ્યો. ત્યારબાદ મેં ‘કેમ છો, દાદા ?” એમ ખબર પૂછતાં ઇશારાથી જ સારું છે એમ જણાવ્યું. દુખાવો ઓછો છે પણ બોલે તો દુઃખે છે એમ જણાવ્યું.
આજે હું ઘેરથી થોડુંક લખાણ ટેપ કરીને લઈ ગઈ હતી. પૂ. મોટા તથા લુઈ હૈ નું રોગ-ઉદ્ભવ-કારણ અને ઉપાય વિશેનું લખાણ ટેપ કરેલું તે સંભળાવ્યું. પૂ. માતાજીની ‘અર્પણ' મેગેઝિનમાં નિરુત્સાહ અને નિરાશાના ઉદ્ભવ અને કારણની ચર્ચા પ્રશ્નોત્તરી હતી તે વાંચી. ત્યારબાદ પૂ. વિમલભાઈએ લખેલ પ્રેમ અને આસક્તિ' વિશેની એક પ્રશ્નોત્તરી વાંચી. આ લખાણમાં એક વાક્ય હતું : “સંબંધ બંધન નથી, મુક્તિનું દ્વાર છે.” આ વાક્ય મેં વાંચ્યું કે તરત દાદાની આંખમાં ચમક આવી. મેં આ વાક્યને હું કઈ રીતે સમજું છું તેની વાત કરી. જૈનધર્મમાં કર્મનિર્જરાની વાત છે. સંબંધો આ કર્મનિર્જરાના અવસરો પૂરા પાડે છે જો સમજીને તેની સાથે deal કરી શકીએ તો... ત્યારબાદ પૂ. બાપજીના (દાસાનુદાસના) જીવન વિશે વાત કરી. આબુનાં જંગલોમાં ૪૦ વર્ષ સાધના કર્યા બાદ બહાર આવેલા. એમનું લખાણ ‘ફૂલપાંદડી’ નામના પુસ્તકમાંથી વાંચ્યું. તેમાં ‘લેણદેણ ખપાવો’ શીર્ષક નીચે એક વાક્ય હતું : “જે સાધક પોતાના કુટુંબ પ્રત્યેની ફરજોને વૈતરું સમજીને, કંટાળીને બહાર જતો રહે છે, તેને બહાર જઈને પણ ગમે તે વ્યક્તિનું વૈતરું જ કરવું પડે છે." આ વાંચતાં વાંચતાં હું મનમાં દાદા વિશે વિચારી રહી : “દાદાએ પત્ની બાબતે કર્મનિર્જરા જ કરી છે ને ! ક્યારે ય અભાવ કે અણગમો આણ્યા નથી. અતિ સહજ ભાવે કર્મને સ્વીકારી લીધું છે. દાદા સાધક જ કહેવાય ને ?'
પૂ. બાપજીનાં લખાણને ફરી લીધાં. એમાં એ કહે છે. “મનનું મૌન, વાણીનો ઉપવાસ અને આંખનું એકાંત ભેગાં થાય તો સાચો આનંદ પ્રગટે.” આ સાંભળી દાદા હાવભાવથી મને કહે : “વાણીનો ઉપવાસ તો મને છે.” મેં પૂછ્યું – “અને મનનું મૌન છે ?' દાદા ડોકું ધુણાવીને કહે : ‘ના’. પૂ. બાપજીનાં અન્ય લખાણોમાંથી ‘મૂર્તિ’ વિશેનું લખાણ પણ એમને ખૂબ ગમ્યું હોય તેવું લાગ્યું. પૂ. બાપજી કહે છે : “ઈશ્વર રાગદ્વેષથી રહિત છે. આપણે જેવા બનવું હોય તેવી સોબતમાં કાયમ રહેવું જોઈએ. મતલબ કે જેનામાં રાગદ્વેષ હોય નહિ તેની સોબત કરો. એવો કોઈ સાચો મનુષ્ય કે સાધુ ન મળે ત્યાં સુધી તો એક પાષાણ પ્રતિમાનો જ સંગ કરવો.'' – આટલું વાંચ્યું ત્યારે દાદાની આંખમાં ફરી ચમક ઊભરી આવી.
છેલ્લે તા. ૬-૧૦ના રોજ ગયેલી ત્યારે નીકળતી વખતે સગુણાબહેનને મેં સૂચન કરેલું કે ઓશીકાની ઉપર તથા તેની નીચેની ચાદર પર બીજો ચાદરનો ટુકડો મૂકી પથારીની બે બાજુ વાળી દેશો તો (દાદાને ઊંઘમાં અભાનપણે મોંમાં ભરી રાખેલા કાથાના ડાઘ પડે છે તેથી) તે ટુકડાને રોજ બદલવું સહેલું પડશે. આજે આ વ્યવસ્થા થયેલી જોઈ. સગુણાબહેનને હતું કે આમ કરવાથી દાદા નારાજ થાય તો ? એટલે મેં જ આવી વ્યવસ્થા કરવાનું દાદાને જણાવ્યું હતું. દાદાએ મને લખીને જણાવ્યું. “બાર મહિનાથી મોઢામાં કાથો ભરું છું પણ કપડાંને ડાઘ પડવા દીધો નથી. રાત્રે ઊંઘમાં પડી જાય છે તે માટે આ ઉકેલ સારો બતાવ્યો છે.' – દાદાની આ ઉંમરે પણ ઘણાબધા, નાના-મોટા આવા પરિવર્તનને સ્વીકારવાની સહજવૃત્તિ અને શક્તિ હંમેશાં મારામાં આદર, અહોભાવ અને આશ્ચર્યની લાગણી જન્માવે છે. સતત પાન ખાનારનાં બગડેલાં શર્ટસ્ મેં જોયાં છે. દાદાના હાથમાં સતત કકડો હોય જ. વારે-વારે લૂછ્યા કરતા હોય, કાથો મોંની બહાર ન આવે તેની સતત સજગતા વરતાય.
૧૨૪
Jain Education International
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org