________________
ભાઈએ મને બતાવી. મેં આશ્ચર્ય બતાવ્યું તો ભાઈ કહે કે આ ડાન્સ કંઈ શત્રુંજય પર થયો ન હોય. આ તો કયૂટરની કમાલ છે. બીજેથી ડાન્સની ઉઠાંતરી થઈ હોય. ક્લોઝ-અપના દશ્યમાં આપણી દીકરીનો ચહેરો ગોઠવાય.
મેં પૂછ્યું: “દાદા, તમને એ ગમ્યું?”
અતિ તાટધ્યપૂર્ણ દાદાનો જવાબઃ “વિજ્ઞાન કેવું કેવું લઈ આવે છે? વિચારું છું કે આમાંથી પ્રેરણા લઈને શું શું થઈ શકે ? અથવા તો કઈ હદ સુધી વાત જઈ શકે ? પણ કયાંય કશું અટકે તેમ નથી.”
આ વાતચીત બાદ સ્વામી બ્રહ્મવેદાંતનું ‘અંતઃકરણની ઓળખ' વાંચવાનું શરૂ કર્યું. નાની પુસ્તિકા છે. અંતઃકરણના ચાર કરણો છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ સર્વેની સમજ તેમાં આપેલી છે. છેલ્લે ચેપ્ટર બાકી રાખ્યું.
દાદાની એક ખૂબી છે. લખાણ આગળ સાંભળવાની ઈચ્છા હોય તો યે દાદા તેનું મમત્વ રાખે નહિ. જે સ્વાભાવિક રીતે મળે તે અને તેટલું જ બસ – આ જ એમનું વલણ. હું અટકું તો કહે “ભલે' આગળ વાંચો કે પૂરું કરી દો એમ કીધું નથી. આવનાર વ્યક્તિની સમયમર્યાદાને પૂરેપૂરી જાણે, સમજે, સ્વીકારે.
દાદાને મેં હંમેશાં “મહાજનભૂવાળા વિપુલભાઈનાં વખાણ કરતાં સાંભળ્યા છે. આજે પણ એમની ખૂબ પ્રશંસા કરી, વિપુલભાઈ એટલે જાણે તેમને માટે આ માંદગી દરમિયાનના વડીલ, હિતેચ્છુ અને પૂછવાનું સ્થાન !
તા. ૨૭-૧૦-૨૦૦૪
આજે પણ દાદા સૂતેલા હતા. જાગ્યા પણ ઊંઘમાં હોય તેમ જણાતાં મેં કહ્યું : દાદા, સૂઈ જાવ. હું બહાર બેઠી જ છું. આટલું કહી હું બહાર બેઠી.
આવતી કાલે શરદપૂર્ણિમા તેથી દાદાનો જન્મદિવસ. ગુણવંતભાઈને મને થયું કે આવતીકાલનો દાદાનો જન્મદિવસ ઊજવવો. ઈન્ડૉલોજીના સ્ટાફને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સગાંઓને બોલાવેલાં. આથી, આજે ઘરની સફાઈ ચાલી રહી હતી મેં આ સમય ઑડિયો વિઝયુઅલ સ્તવનો ટી. વી. સ્ક્રીન પર જોયાં.
દાદા ઊઠ્યા. હું એમની પાસે બેઠી. દાદા કહે : “મને કશું દુઃખ નથી. પગ દુઃખે કે માથું દુઃખે પણ ફરિયાદ કરતો નથી પરતુ, ગઈકાલે ઊભા થતાં, મારે ટેકો લેવો પડ્યો.”
આજે ખાસ, મેં જન્મદિન અને તેની ઉજવણી. તેનું મહત્ત્વ વિશેના પૂ. મોટા તથા પૂ. માતાજીનાં લખાણ વાંચ્યાં. ત્યારબાદ મેં કહ્યું: “જુઓ, આ બધાં લખાણોની મેં મારા અવાજમાં ટેપ કરેલી કેસેટ તમને આવતીકાલે આપીશ, આજે મેં એટલા માટે વાંચ્યું છે કે જે સાંભળીને તમે પૂ. માતાજીએ કહ્યું છે તેમ જન્મદિને અગ્રભાગે આવતા ચૈત્યપુરુષ સાથે સંવાદ સાધવા તૈયાર રહો. તમારા જન્મદિનની મારી એ gift હશે.”
તા. ૨૮-૧૦-૨૦૦૪, શરદપૂર્ણિમા
આજે દાદાને ત્યાં, હું તથા મારા પતિ બને ગયેલાં. પલંગમાં દાદા પગ પર મઝાની સફેદ શાલ નાંખીને બેઠેલા. નવી ચાદર પાથરેલી હતી. ગુણવંતભાઈના બનેવીની સાથે દાદાએ બોલીને ઓળખાણ કરાવી. બનેવી
શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org