________________
તા. ૧૨-૧૦થી તા. ૧૯-૧૦-૨૦૦૩ દરમિયાન દાદાએ ડાયરી દ્વારા ઘરના સભ્યો તથા મુલાકાતીઓ સાથે કરેલી વાતચીતના અંશો :
બીજે દિવસે દાદાને ત્યાં ગઈ ત્યારે છેલ્લા અઠવાડિયાની અન્ય સાથે કરેલી વાતોની નોંધો જોઈ તો તેમાં પોતે કઈ દવા લે છે, કોની દવા કરે છે, દુખાવો થાય છે, બળતરા થાય છે, જીભ નીચે દુખે છે, શું શું ખાવાનું લેવાયું – જેવી હંમેશની પેઠે લખેલી વાતો હતી. પણ – તા. ૧૫-૧૦ના રોજ જણાવેલું છે. - વિપુલભાઈને કહો – આખી રાત બળતરા થઈ છે..... ૧૨ મહિના દવા લીધી પણ મચ્યું નથી તો હવે શું કરવું ? અથવા તમને યોગ્ય લાગે તે ઉપચાર કરો. ઓપરેશન કરાવવું હોય તો તેમ કરો. રગતરોહિડો આપવો હોય તો આપો.”
તા. ૧૬-૧૦ની નોંધમાં – “હું ઊંઘતો નથી પણ પડ્યો છું. – બાયોપ્સી કરાવ્યું હતું ત્યાં દુખે છે.”
તા. ૧૭-૧૦ના રોજની નોંધમાં – “સતત બળતરા થાય છે. તાત્કાલિક કાંઈ કરો. - ડૉક્ટર તો દવાખાનામાં દાખલ કરી દેશે અને તમે બધા હેરાન થઈ જશો. – પરાણે ઊભો થાઉં છું. પડી જવાય તેમ લાગે છે. - હમણાં ઊભા થતાં પગમાં તાકાત ન રહી એટલે ઊભો કરવો પડ્યો - આ જ દિવસે વળી, પ્રીતિબહેનને લખી જણાવ્યું છે કે – બોલતો થાઉં એટલે ઓફિસે આવું.”
તા. ૧૯-૧૦-૨૦૦૪
આજે દાદા પાસે જઈને પૂ. માતાજીના લખાણમાંથી માંદગી પરનું લખાણ વાંચ્યું. થોડાક પેરેગ્રાફ અંતર ઊઘડ્યાં દ્વારમાંથી વાંચ્યાં. લખાણ વાંચવાની સાથે સાથે, વચ્ચે વચ્ચે હું તે તે લખાણના કર્તા વિશેની, તેઓના જીવનકાર્યની વાતો વણી લેતી “અંતર ઊઘડ્યાં દ્વારની વાત કરતાં તેની લેખિકા કેડી અને ફિનલેન્ડની . કેરેવાન વસાહતની વાત કરી, “કેરેવાન” શબ્દ પરથી નિવાસી બસો કેવી હોય, અમેરિકામાં નિવૃત્ત થઈ. ઘરબાર વેચી, આવી કેરેવાન લઈ દંપતી તેમાં જ આખું અમેરિકા ફરે છે તેની વાત કરી. અમને આવાં ૭૫-૮૦ વર્ષનાં એક દંપતી આ રીતે ટુર પર નીકળેલાં તે મળ્યાં હતાં. તેની વાત પણ કરી. પછી મને વિચાર આવ્યો કે દાદાને આ સાઇડ-ટ્રેક ગમતો હશે ? પૂછી નાંખ્યું. દાદા, વાંચતાં વાંચતાં હું જે મારી વાતો ઉમેરું છું તે ગમે છે કે કંટાળો આવે છે ? માત્ર વાંચું કે કરું છું તેમ વચ્ચે વચ્ચે બીજી વાતો કરું ?
લખીને દાદાએ જવાબ આપ્યો:
“વાંચો કે બીજી વાત કરી, મને બન્ને ગમશે. આથી દુખાવો ઓછો લાગે છે. ધ્યાન એટલું દુખાવામાં જતું નથી." મેં પૂછયું : “દાદા, દુખાવો અસહ્ય બને ત્યારે શું કરો છો ?” બીજે ધ્યાને લઈ જવાય છે ?
જવાબ લખીને – “તીર્થોમાં ફરવા જઉં છું.”
આજે દાદા લખીને જવાબ આપવાના ઉત્સાહમાં હતા. હું જે વાંચતી તેના અનુસંધાનમાં આ પહેલાં વાંચેલા લખાણનું અનુસંધાન જોડાતું હોય તો તે વાતો યાદ કરાવતી. પૂ. માતાજી માંદગીવાળા સ્થાને ઊર્ધ્વચેતનાને મૂકવાની વાત કરે છે એ કેવી રીતે થઈ શકે તે હું એ વાત જે રીતે સમજતી હતી તે રીતે સમજાવી. “ઓટો-સજેશન'ની અસરોની વાત કરી તથા દાદાની પાસે ‘ઓટો-સજેશન”નો પ્રયોગ પણ કરાવરાવ્યો.
વળી મને શ્રી પુણ્યવિજયજીની સાધના વિશે પૂછવાનું મન થયું. એમણે એ બાબતે મારી ડાયરીમાં માત્ર આટલું લખ્યું :
“પૂ. આગમ-પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી જન્મથી રાગરહિત હતા તેવું હું માનું છું. રોજ સવારે ધ્યાન કરતા હતા.”
કોઈ વાર સમુદાયમાં સાધુઓમાં ચડભડાટ થાય અને હું આ વાત મહારાજજીને કરું તો તેઓ માત્ર શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org