________________
કહેલું કે તમે મોટા સ્કોલર બનવાના છો. મેં દાદાને પૂછ્યું: તમે દાદા, શું પૂછ્યું હતું? દાદા કહે: મને બહુ શ્રદ્ધા હતી નહિ. સામાન્ય પ્રશ્નો પૂછેલા. મારી જન્મતારીખ પૂછેલી તો તિથિ-તારીખ સાથે સાચી જણાવેલી (આ વાતનો ઉલ્લેખ આગળ છે.) એમનો દીકરો વર્ષો બાદ મળ્યો હતો અને તેણે દાદાની જન્મતારીખ રાત્રે ૧-૧૯ વાગે જન્મ થયો હોવાથી તારીખ બદલાઈ જાય તેમ જણાવી. પોતાના પિતાશ્રીએ જન્મતારીખ આપેલી તેમાં ગફલત થઈ હોવાનું જણાવેલું.”
પંચાંગ જોયા વિના, કુંડળી બનાવ્યા વિના, માત્ર પ્રશ્નોને આધારે કેવી રીતે ભાખી શકતા હશે એમ પૂતાં દાદા કહે :
“આપણે ત્યાં “ચંદ્રોન્મીલન' ગ્રંથ છે. આ ગ્રંથની નકલ કરીને મેં લક્ષ્મણસૂરિને આપેલી. તેમાં પ્રશ્ન કુંડળી બનાવવાની રીત આપી છે. પુછાયેલા પ્રશ્નોના અક્ષરો ગણી, કુંડળી બનાવી, ફલાદેશ આપે.”
મેં પૂછ્યું : પછી બીજું શું શું પૂછેલું ?
તો દાદા કહેઃ હું જે કામ કરું છું તે જ કામ કરતો રહેવાનો? જવાબમાં જણાવેલું કે મરતે દમ તક કરોગે. જોકે આયુષ્ય ૮૪ વર્ષનું જણાવેલું પણ આજે મને ૮૮મું ચાલે છે.’ આમ કહી દાદા હસ્યા.
મેં કહ્યું : “દાદા, ૮૪ નહીં, ૯૪ હશે. જૂની લિપિમાં ૮ અને ૯ સરખી રીતે લખાય છે ને ? આથી સૂર્યપ્રસાદ જ્યોતિષીને ૯૪ કરતાં ૮૪ વર્ષ કહેવું ઠીક લાગ્યું હશે. ૮૪ વર્ષ તો પસાર થઈ ગયાં. એટલે ૯૪ વર્ષ સાચ્ચાં. હજુ સાત વર્ષ બાકી છે. અને જ્યોતિષીએ કહેલું છે કે મરતે દમ તક આ જ કામ કરવાનું છે.”
જ્યોતિષીના દીકરાએ એમની જન્મતારીખની ભૂલ સુધારી એટલે દાદાએ એક કહેવત કહી – “વૈદ જૂનો ભલો (કારણ કે અનુભવી હોય.), જ્યોતિષી નવો ભલો. (કારણ કે જુવાન હોય અને તેથી તેની યાદદાસ્ત સારી હોય – ગણતરી સારી રીતે કરી શકે).
પછી આ જ, અને આવા જ પ્રકારની વાતોનો દોર ચાલ્યો.. દાદા: પાટણમાં શાંતિલાલ નામના છાયાશાસ્ત્રી હતા. હું એમની પાસે સમાસ' શીખેલો.
ગાંધીનગરમાં એક અંધ બારોટને મળવાનું થયેલું. એ નાડી જોઈને ભવિષ્ય કહેતો. મને કહે કે હાલમાં તમારું મકાન બાંધવાનું કામ ચાલે છે. વાત સાચી હતી. વાડજમાં હાલ રહું છું તે મકાન ત્યારે બંધાતું હતું.
મુંબઈ-દાદરમાં જ્ઞાનભંડાર છે તેનું કેટલૉગ મેં બનાવેલું. હું ત્યાં હતો ત્યારે “પ્રાચીન ભારતવર્ષ' ગ્રંથના લેખક ડૉ. ત્રિભુવન લહેરચંદ શાહ, શ્રી લક્ષ્મણસૂરિ મહારાજ, કપૂરચંદ મારવાડી, ખંભાતવાળા શ્રી કીર્તિસૂરિ મહારાજ તથા હું – ‘અમે બધા બેઠા હતા ત્યારે એક ખુલ્લા શરીરવાળો – જાદુગર જેવો લાગતો એક જણ આવી ચઢ્યો. એના હાથમાં શંખ હતો. મેં પૂછ્યું કે આ શંખ કોઈ કામનો છે ?” પેલો કહે કે માંગીએ તે આપે તેવો છે. બોલ, તારે શું જોઈએ ? મેં વિચાર્યું – અહીંના બજારમાં મળે તેવી વાનગી માગવી નહિ. જમાનામાં ચૂરમાના લાડુ બજારમાં મળે નહિ. એટલે મેં તો ચૂરમાના લાડુ માંગ્યા. પેલાએ શંખ ઉપર અંગૂછિયો ઢાંક્યો અને ખોલ્યો તો શંખ ગાયબ અને એને સ્થાને ચૂરમાનો લાડુ ! ! હજુ અશ્રદ્ધા હતી તેથી પૂછ્યું : “આ ખાઈ શકાય તેવો છે ?” એણે સૌને પ્રસાદ તરીકે વહેંચ્યો અને અમે ખાધો !
અમદાવાદના શ્રી હેમંતભાઈ રાણાના પિતાશ્રી ચીમનભાઈએ આ વાત જાણી, તેને પોતાની ઑફિસે બોલાવેલો. પૂછ્યું કે : હમણાં મારી પત્ની ઘેર શું કરી રહી છે? પેલાએ જણાવ્યું કે હાલ તે બાળકને પીટી ભારી રહી છે. ખાતરી કરતાં વાત સાચી નીકળેલી ! !
કેટલીક વાર કંકુ કાઢવાવાળા મળી આવે છે. આવા એક માણસના કરતબ મેં જોયેલા. બાવાએ પાટલો મુકાવ્યો. થાળી મુકાવી. મેં એના હાથ સાબુથી ધોવરાવ્યા. એણે મને કહ્યું: ‘દીવો કરો.’ હું દીવો કરવા ઊભો
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org