________________
આજે એક વાતે મને ભારોભાર પસ્તાવો થયો. ટેપ લઈને ગઈ હતી. થયું દાદાનો અવાજ ટેપ કરું. માત્ર એક જ વાક્ય બોલો, દાદા. મેં દુરાગ્રહ કર્યો. દાદા માત્ર આટલું જ બોલ્યા: “બોલું તો બહુ દુઃખે છે."
મુલાકાતીઓ સાથે દાદા ડાયરીમાં લખીને વાત કરે છે. આ નોંધો વાંચતાં જણાય છે કે એમનો દુખાવો વધતો ચાલ્યો છે, અસહ્ય બનતો જાય છે. આગલે અઠવાડિયે તો વાસણા બાજુ રહેતા શ્રી વિષ્ણુભાઈ ગઢડાવાળાને બતાવવા ગયા અને ત્યાંથી પાછા ફરતાં શ્રી પ્રદ્યુમ્નસૂરિજી અને સાધ્વીશ્રી દીપ્તિપ્રજ્ઞાશ્રીજીને ઉપાશ્રયમાં મળીને, ઈન્ડોલૉજી ગયા અને સૌને મળ્યા હતા. પણ તા. ૧૦-૧૦ના રોજ લખીને જણાવે છે – “આજ સુધી હું કહેતો રહ્યો કે આમ દવા કરો, તેમ દવા કરો પણ હવે તમારા પર છોડું છું. વિપુલભાઈને પૂછી લો. તે પછી તમે બધા યોગ્ય લાગે તેમ કરો. મારી ઓફિસમાં ડૉ. કનુભાઈ શાહનો પણ સંપર્ક કરો. ફૈબાનો પણ અભિપ્રાય લો. સતત દુખાવો તો ક્યાં સુધી સહન કરી શકું ?. ગઈ રાત્રે હાથમાં અને પગમાં પણ તોડ થયો હતો. વિપુલભાઈને પહેલાં પૂછવું. ચોવીસ કલાક તો સહન કરી લઈશ.”
તા. ૧૪-૧૦-૨૦૦૪
આજે દાદાને ત્યાં ગઈ ત્યારે દાદા દૂધ પીતા હતા. દાઢી વધેલી હતી. ચહેરો નિરુત્સાહી જણાતો હતો. સગુણાબહેને જણાવ્યું કે પાડોશી રસિકભાઈ ભોજકે એક બુક આપી હતી. આંબલા પાસે કેન્સર આયુર્વેદિક રિસર્ચ સેન્ટર છે તેના તરફથી બહાર પડેલી છે અને એમાં કેન્સર ઉપર રગતરોહિડાનો ઉપચાર જણાવેલો. રસિકભાઈએ પુસ્તિકા આપીને રગતરોહિડાનો ઉપચાર કરવો જ એવો દુરાગ્રહ કરેલો. દાદા એટલે અપસેટ છે. દાદાએ ડાયરીમાં લખીને જણાવેલું તેમ તેઓ આવી દવાના વિરોધી ન હતા પણ પોતે એ પુસ્તિકા વાંચી તો તેની સાથે અન્ય દ્રવ્યો પણ હતાં. એમાં તે દવા ક્યારે, કેટલા પ્રમાણમાં, કયા અનુપાન સાથે કરવી તે જણાવેલ નહીં. દર્દીએ સેન્ટર પર જવું પડે. વૈદ્ય નજીક સારો એમ પોતે માને. કહેવાતા આવા દાવા સર્વાશે અક્સીર માની દવા ન કરાય. વળી એક રોગની અનેક દવા હોય. વૈદ પોતે તેનો અનુભવી હોય. તેથી વાંચીને દવા ન થાય અને અનુભવી વૈદે નાડી જોઈ તથા મારી ઉંમરને ધ્યાનમાં રાખીને દવા કરે. ટૂંકમાં વૈદની ગેરહાજરીમાં, અધૂરી બાબતે તેઓ એ દવા કરવા તૈયાર ન હતા. એટલેસ્તો, ગુણવંતભાઈ તો રગતરોહિડાનાં બે પેકેટ લાવ્યા હતા છતાં લેવાની ના પાડી. મને કહે: “હું વૈદને પૂછી જોઈશ કે તેઓ મારી દવામાં શું આપે છે ?” રગતરોહિડો લેવા અંગે પણ પૂછીશ. (દાદા લખીને વાતો કરવા જે ડાયરી વાપરતા તેમાં તા. ૧૨-
૧૦૪ની નોંધમાં આ બધી વાતો લખેલી જોવા મળે છે.)
ત્યાર બાદ, મેં મારી ડાયરીમાંથી વળી પાછું પૂ. માતાજી, પૂ. બાપજી અને પૂ. ભઈજીનું લખાણ વાંચ્યું. દરેકમાંથી રોજ થોડું થોડું વાંચું છું પણ આજે એમને બધું ગમ્યું હોય તેવું લાગ્યું.
એમના નિરુત્સાહને જોઈને હું બોલી : “દાદા લાગે છે કે તમે હારી બેઠા છો. જવા માટે તૈયાર હોવું એ એક વાત છે પણ રાહ જોઈને બેસવું, એના માટે અધીરા થવું એ બીજી વાત છે.
દાદા કહે : (હાવભાવથી) “શું કરું? દુખાવો તો ઓછો થતો નથી.”
મેં માતાજીની વાતોને આધારે સમતુલા સાધવાનો પ્રયોગ બતાવ્યો. પછી કહ્યું : “દાદા, શા માટે જીવન સમેટવું? કામ હજુ ક્યાં પૂરાં થયાં છે ? લિપિનું કામ તો તમારા પછી ચાલ્યા કરશે. આ સમય હવે તમારે માટે
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org