________________
એમ ન થાય તો....
બીજું, આવા પ્રકારના વિચારમાં એક પ્રકારનો સૂક્ષ્મ અહં રહેલો છે. હું પરાધીન એ વાત અહં સ્વીકારી શકે નહિ.
ત્રીજું, વ્યક્તિની દુઃખ સહન કરવાની તાકાત હોતી નથી.
વ્યક્તિએ વિચારવાની સાચી રીત એ છે કે – જે કર્મો થકી આ ભોગવવાનું આવ્યું છે તેને ભોગવી નિર્જરા કરી લઉં એ જ ઉત્તમ છે.' સમાધિપૂર્વક કરેલ ભોગવટો કેટલાંય કર્મોની નિર્જરા કરાવશે અને આવી નિર્જરા માનવદેહમાં વધુ શક્ય બને છે.
આ બધી – ચંદ્રકાન્ત કહેલી વાતો હવે હું જ્યારે દાદા પાસે જઈશ ત્યારે તેમની સમક્ષ મૂકીશ, એમ મનોમન મેં નક્કી કર્યું.
દાદાને મેં પૂછ્યું કે દાદા, દિવાળી કેવી ગઈ ? બહુ લોકો મળવા આવેલા?
દાદા કહે : સોએક જણ તો આવ્યા હશે. આ વખતે અમારી સોસાયટીમાંથી કેટલાક ઘેર આવ્યા. સોસાયટીમાં બેસીને વર્ષે સૌ ભેગા થઈ સાથે જમતા હોય છે. મારે જવાનું હતું નહિ. હોદ્દેદારો ઘેર આવ્યા અને મારું બહુમાન કરવાની વાત કરી પછી મને કહે : “અમને તો ખબર જ નહિ કે તમે રત્ન છો. છાપામાં તમારા વિશે આટલા બધા લેખો આવ્યા, રેડિયા પર તમારો અવાજ સાંભળ્યો ત્યારે તમારે વિશે જાણ્યું. તમે જો આવી ન શકો તો અમે તમને ખુરશીમાં બેસાડીને લઈ જઈશું.” મેં ના પાડી. એ લોકો ઘેર આવ્યા અને બહુમાન કર્યું.
મેં કહ્યું: “દાદા, તમારી યશરેખા બહુ મોટી લાગે છે.”
દાદા: “તમારી વાત સાચી છે. એક વાર આ. શ્રી પ્રદ્યુમ્નવિજયજીએ પણ આવું જ કહ્યું હતું. કહે કે તમારા ભાઈ શ્રી અમૃતભાઈ પંડિત મોટા પંડિત હતા આમ છતાં એમના કરતાં તમારાં બહુમાન વધારે થયાં. એમની વાત સાચી છે. એમને બે-ત્રણ વાર બહુમાન મળેલું. મને અત્યાર સુધીમાં વીસેક વાર બહુમાન મળ્યાં હશે.”
તા. ૨૯-૧૧-૨૦૦૪
૨૪ નવેમ્બરના રોજ હું શ્રી અરવિંદ સેન્ટર' પરથી પારુલબહેન માંકડને ત્યાં ગઈ. તેમનાં મમ્મી બીમાર હતાં. પારુલબહેને ખબર આપી કે દાદા આજે ઇન્ડોલૉજી આવેલા અને પાંચ વાગ્યા સુધી બેઠેલા. હું આશ્ચર્ય સાથે આનંદ પામી.
વિચારવા લાગી : “ગજબનો વીલ-પાવર છે આ માણસનો ! પથારી કનડે છે એમને – કાંટાની પેઠે ચૂભે છે એમને ! ઈન્ડોલોજીના ભોંયરામાંની હસ્તપ્રતો જાણે એમને સાદ પાડી બોલાવી રહી છે! દર્દની ભયંકરતા અને દર્દની અસહ્ય પીડા એ સાદને કારણે જાણે કે પાછળ ધકેલાઈ ગઈ અને એ સાદની દિશામાં એમના પગ ચાલવા લાગ્યા છે ! થોડા દિવસ પહેલાં તો દાદા એક શબ્દ પણ બોલી શકતા ન હતા. મારી
ના રિસ્પોન્સમાં માત્ર સ્મિત. આંખની ચમક કે આંખથી જ હા કે ના'નો ઈશારો કરનાર દાદા ક્યાં ? ! દર્દ જરાક શમ્યું, જીભે બોલવાનું શરૂ કર્યું અને માત્ર પ્રવાહી પર ટકી રહેલા શરીરની પરવા છોડીને આવી પહોંચ્યા એલ. ડી.માં?! ગજબનો છે આ માણસ ! ! ! !"
બે-ત્રણ દિવસ બાદ મેં એમના ઘેર જવાનું વિચાર્યું. છેલ્લી વર્ષગાંઠના રોજ અમે લીધેલા ફોટોગ્રાફ્સ આપવા હતા. મારા આશ્ચર્ય વચ્ચે ફોન પર સગુણાબહેને જણાવ્યું કે દાદા તો બે દિવસથી “મહાજનમ્'માં.
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org