________________
જવું નથી, એમ નક્કી કરો. આ તો ફરજિયાત સૂવાનું છે તેથી સમય જ સમય છે, નહિતર પ્રત લઈને બેઠા હોત ! ('પ્રત' શબ્દ સાંભળતાં દાદા જાણે વિદ્યુતસંચાર અનુભવે છે.)
કહે : કબાટ ખોલો અને પેલો કાગળ છે તે લાવો.
કાગળ લીધો અને જોયું તો હસ્તપ્રતની ઝેરોક્ષ ! દાદા : પાટણથી આવી છે. વાંચો.
મને પહેલું પાનું વાંચવું અઘરું પડ્યું. બીજાં પાનાં વાંચી શકાયાં. દાદા :
જુઓ. આમાં હજુ ૧૨૫ વર્ષ જ જૂની લિપિ છે. તમારી આટલી પ્રેક્ટિસ છે તોયે કેવી અઘરી પડે છે ?! મેં કાચ મંગાવેલો છે. પછી વાંચીશ. હું : કહેવું પડે દાદા, હજુ આ કામ છૂટ્યું નથી, નહિ ? અચ્છા. કેસેટ સાંભળી ? કામ શરૂ થયું ?
હા, ત્રણ દિવસથી શરૂ કરેલું છે.
કેવી રીતે ?
આ ૮૮ વર્ષ થયાં. કેટકેટલાના પરિચયમાં આવ્યો. સંબંધમાં બંધાયો. કેટકેટલાં સ્થળોએ ફર્યો. કેટલાયે ઉપર ગુસ્સો કર્યો હશે. ગાડીના ડબ્બામાં ચડતાં સાથી મુસાફરો સાથે લડી પણ પડ્યો છું. આ બધું મનમાં યાદ કરું છું. યાદ આવે તે પ્રસંગ, તે ચહેરા નજર સામે લાવી, બધાને મિચ્છામી દુક્કડમ્' કહું છું.
હું :
અરે વાહ ! કેવી સરસ શરૂઆત !
ત્યાર બાદ મેં રજનીશના મહાવીર-મેરી દૃષ્ટિમેં' પુસ્તકની વાત કરી, રજનીશ ઘણા વિવાદાસ્પદ રહ્યા છે પણ એ વિવાદમાં ન પડીએ. અને એની કેસેટ સાંભળીએ કે પુસ્તક વાંચીએ તો તે દરેક સંતોના જીવન અને તત્ત્વજ્ઞાનને ઊંડાણપૂર્વક વિવરણાત્મક પદ્ધતિએ આપણી સમક્ષ મૂકે છે જેથી કરીને એની સમજ વિશદ બને. મહાવીર મેરી દૃષ્ટિમેં' પુસ્તકમાંના યાદ રહેલા બે પ્રસંગો કહ્યા.
દાદા : તમને જો કેસેટ મળે તો મને લાવી આપજો.
દાદા :
હું :
દાદા :
દાદાનો આ ભાવ મને ખૂબ ગમ્યો. કોઈક જરાક જિજ્ઞાસા બતાવે તો દાદા લિપિ શીખવવા બેસી જાય. તેમ ક્યાંકથી જ્ઞાન મળતું હોય તોયે એટલા જ ઉત્સુક ! પોતે ભારે જિજ્ઞાસુ, ક્યાંયથીય કશું જ્ઞાન મળે તો છોછ નહિ, ધર્માંધ નહિ. ખુલ્લા દિલના-ખુલ્લા મનના. સદા જિજ્ઞાસુ.
ચિત્રલેખાનો એક જૂનો અંક મારા વાંચવામાં આવ્યો. તેમાં ‘દેહદાન’ વિશેની વિગતો હતી. આ લેખ હું લઈ ગયેલી. આ લેખ વાંચતાં પહેલાં મેં પૂછ્યું :
પ્રશ્ન : દાદા, ‘દેહદાન’ બાબતે કુટુંબીજનોને પૂછી જોયું ?
દાદાએ ઇશારાથી જણાવ્યું કે ના પાડી છે. હેમીબહેન સાથે જ બેઠાં હતાં. કહે : બધાની ઇચ્છા નથી. વિચાર સારો છે પણ અમારા વડીલો, ફઈબા વગેરે ચોખ્ખી ના પાડે છે.
મેં હવે ચિત્રલેખાનો લેખ દાદાને આપી જણાવ્યું : “લો દાદા, આ વાંચો. તમે દેહદાન કરી શકતા નથી. કૅન્સ૨ને કા૨ણે એ ન થઈ શકે. મારો ભય સાચો પડ્યો. મેં ત્યારે તમને કહેલું કે કદાચ કેન્સ૨ને કા૨ણે આમ ન થઈ શકે. દાદા, સમજજો કે કુટુંબીજનોની ‘ના'થી તમારી ઇચ્છા અધૂરી રહી નથી પણ ઉપરવાળાની મરજી પણ એવી જ છે. તે દિવસે તમે દેહદાનની વાત મને કરેલી તે મેં ચંદ્રકાન્તને કહેલી. તેમણે પણ કહેલું :
શ્રુતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
૧૩૧
www.jainelibrary.org